રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની સિફારિશ

عن رويفع بن ثابت رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: من صلى على محمد وقال: اللهم أنزله المقعد المقرب عندك يوم القيامة، وجبت له شفاعتي (المعجم الكبير للطبراني، الرقم: 4480، وإسناده حسن كما في مجمع الزوائد، الرقم: 17304)

હઝરત રુવય્ફા બિન સાબિત અન્સારી રઝ઼િયલ્લાહુ અન્હુથી રિવાયત છે કે, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઈરશાદ ફરમાવ્યું, જે મારા પર આ દુરૂદ મોકલે, તો કયામતના દિવસે હું તેની સિફારિશ કરીશ:

اَللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَأَنْزِلْهُ المقْعَدَ المقَرَّبَ عِنْدَكَ يَومَ القِيَامَة

એ અલ્લાહ! તમે હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર દુરૂદ મોકલો અને કયામતના દિવસે તેમને એવી મુબારક જગ્યા પર પહોંચાડો, જે તમારા નજદીક મુકર્રબ હોય.

હઝરત ઈમામ શાફઈ (રહ.) નો ખાસ દુરૂદ

“રવઝતુલ અહબાબ” માં ઈમામ શાફઈ (રહ.) નાં પ્રખ્યાત શાર્ગિદ ઈમામ ઈસ્માઈલ બિન ઈબ્રાહિમ મઝની (રહ.) ની રિવાયત થી એમનાં ખ્વાબ નો કિસ્સો નકલ કરવામાં આવ્યો છે કે, મેં ઉસ્તાદે મુહતરમ હઝરત ઈમામ શાફઈ (રહ.) ને ઈન્તેકાલ પછી ખ્વાબ માં જોયા.

મેં પુછ્યુ કે અલ્લાહ તઆલાએ તમારી સાથે શું મામલો(વર્તન) ફરમાવ્યું?

હઝરત ઈમામ શીફઈ (રહ.) જવાબ આપ્યો, અલ્લાહ તઆલાએ મારી મગફિરત ફરમાવી દીઘી (મને માફ કરી દીઘો). અને માન-સન્માન ની સાથે જન્નતમાં દાખલ ફરમાવ્યો અને આ રૂતબો એક ખાસ દુરૂદ શરીફ નાં કારણે પ્રાપ્ત (હાસિલ) થયો છે. જે હું કાયમ પઢ્યા કરતો હતો.

મેં પુછ્યુ, તે દુરૂદ કયું છે ?

હઝરત ઈમામ શાફઈ (રહ.) જવાબ આપ્યો:

اللّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ كُلَّمَا ذَكَرَهُ الذَّاكِرُونَ وَكُلَّمَا غَفَلَ عَن ذِكْرِهِ الْغَافِلُونَ

એ અલ્લાહ! હઝરત મુહમંદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર એટલું દુરૂદ (રહમત) નાઝિલ ફરમાવ, જેટલું એમનો ઝિક્ર કરવા વાળા ઝિક્ર કરે છે. અને જેટલું ગફલતમાં રેહવા વાળા એમનાં ઝિક્રથી ગાફિલ રહે છે. (ફઝાઈલે દુરૂદ પેજ નંબર:૧૫૧)

ઝાડનું નબી સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને સલામ કરવું

હઝરત યઅલા બિન મુર્રા સકફી રઝ઼િયલ્લાહુ અન્હુ ફરમાવે છે:

એક વખત અમે નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની સાથે સફર કરી રહ્યા હતા. સફરના દરમિયાન અમે એક જગ્યાએ રોકાયા. નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ તે જગ્યાએ આરામ ફરમાવા લાગ્યા.

થોડી વાર પછી એક ઝાડ જમીન ને ચીરતુ ચીરતુ આવ્યું અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને પોતાના છાયડાથી ઢાંકી લીઘા, પછી તે પોતાની જગ્યા પર ચાલી ગયુ.

જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ જાગ્યા, તો મેં આ ચોંકાવનાર વાકિયો બયાન કર્યો, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું કે તે ઝાડે અલ્લાહ તઆલાથી ઈજાઝત માંગી હતી જેથી તે મારી પાસે આવીને સલામ કરે, તો અલ્લાહ તઆલાએ તેને ઈજાઝત આપી (કે તે મારી પાસે આવે અને સલામ કરે). (મુસ્નદે-અહ઼મદ)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الْخَلْقِ كُلِّهِمِ

 Source: http://ihyaauddeen.co.za/?p=3993

Check Also

દુરૂદ લખવાવાળા ફરિશ્તા

عن عقبة بن عامر رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم : إن للمساجد أوتادا جلساؤهم الملائكة إن غابوا فقدوهم وإن مرضوا عادوهم وإن رأوهم رحبوا بهم وإن طلبوا حاجة أعانوهم...