અન્સારનાં માટે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ ‎વસલ્લમ) ની વિશેષ દુઆ

اللهم اغفر للأنصار، ولأبناء الأنصار، وأبناء أبناء الأنصار (صحيح مسلم، الرقم: ۲۵٠٦)

રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) અન્સારનાં માટે વિશેષ દુઆ ફરમાવી

“હે અલ્લાહ, અન્સારની મગફિરત ફરમાવો, અન્સારની ઔલાદની મગફિરત ફરમાવો અને અન્સારની ઔલાદની ઔલાદની મગફિરત ફરમાવો.”

(સહીહ મુસ્લિમ, રકમ નં- ૨૫૦૬)

સહાબએ કિરામ (રદિ.) ની કુર્બાની રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં માટે

હઝરત ફાતિમા (રદિ.) નું મકાન શરૂઆતમાં હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) (નાં મકાન) થી થોડુ દૂર હતુ. એક વખત હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) (હઝરત ફાતિમા (રદિ.) થી) ઈરશાદ ફરમાવ્યુ કે મારુ દિલ ચાહતુ હતુ કે તમારુ મકાન તો (મારા મકાનથી) કરીબજ થઈ જતે. હઝરત ફાતિમા (રદિ.) અરજ કર્યુ કે હારિષા (રદિ.) નું મકાન આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં (મકાન થી) કરીબ છે, એમને ફરમાવી દો કે મારા મકાનથી બદલી લો. હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે તેમનાંથી પેહલા પણ તબાદલો થઈ ચૂક્યા છે, હવે તો શરમ આવે છે (એટલે તેનાંથી પેહલા તેવણે મારી રજુઆત પર પોતાનું એક મકાન બદલી દીઘું, હવે તો મને શરમ આવે છે કે હું ફરીથી એમને પૂછું).

હારિષા (રદિ.) ને તેની જાણકારી થઈ, તો તરતજ હાજર થઈને અરજ કર્યુઃ યા રસૂલુલ્લાહ મને ખબર થઈ છે કે આપ ફાતિમા (રદિ.) નું મકાન પોતાનાં નજીક ચાહો છો, આ મારા મકાનાત મૌજૂદ છે, એનાંથી વધારે કરીબ કોઈ મકાન પણ નથી, જે પસન્દ હોય બદલી લો, યા રસૂલુલ્લાહ હું અને મારો માલ તો અલ્લાહ અને તેમનાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું જ છે, યા રસૂલુલ્લાહ ખુદાની કસમ ! જે માલ આપ લઈ લો તે મને વધારે પસન્દ છે તે માલથી જે મારી પાસે રહે.

હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુઃ સાચુ કહો છો અને બરકતની દુઆ આપી અને મકાન બદલી લીઘુ. (અત તબકાતુલ કુબરા, ફઝાઈલે આમાલ, હિકાયતે સહાબા, પેજ નં-૧૭૨)

Check Also

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મહબૂબ (પ્રિય)

سئلت سيدتنا عائشة رضي الله عنها: أي أصحاب رسول الله صلى الله عليه وسلم كان …