રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “મારા સહાબાની મિષાલ મારી ઉમ્મતમાં ખાવામાં મીઠુંની જેમ છે કે ખાવાનું વગર મીઠુંએ સારૂ (અને લઝીઝ) નથી થઈ શકતુ.” (શર્હુસ્સુન્નહ, રકમ નં- ૩૮૬૩)
હઝરત ઝૈદ બિન દષિના (રદિ.) ની મુહબ્બત હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં માટે
જ્યારે કુફ્ફારે હઝરત ઝૈદ(રદિ.) ને કેદ કર્યા અને કતલ(હત્યા) કરવાનો નિર્ણય કર્યો તો તેઓએ તેમને પુછ્યુ કે, “હે ઝૈદ તને ખુદાની ક઼સમ સાચુ કહેજો શું તને આ પસંદ છે કે મુહમંદ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ગરદન તારા બદલામાં મારી દેવામાં આવે અને તને છોડી દેવામાં આવે કે પોતાનાં કુટુંબમાં સુખી અને ખુશ રહે?”
હઝરત ઝૈદ(રદિ.) ફરમાવ્યુ કે, “ખુદાની ક઼સમ મને એ પણ ગવારા નથી કે હુઝૂરે અક઼દસ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) જ્યાં છે ત્યાં તેમને એક કાંટો પણ લાગે અને અમે પોતાનાં ઘરમાં આરામથી રહીએ.” આ જવાબ સાંભળી કુફ્ફાર હૈરાન રહી ગયા, અબુ સુફિયાને કહ્યુ, “મુહમંદ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં સાથિયોને જેટલી તેમનાંથી મુહબ્બત જોયી તેની નઝીર(તેમનાં જેવા) ક્યાંય નથી જોયી.” (ફઝાઈલે આમાલ, પેજ નં-૬૨)