કુર્આને કરીમની સુન્નતોં અને આદાબ – ૩

કુર્આને મજીદની તિલાવતની સુન્નતોં અને આદાબ

(૧) કુર્આને મજીદની તિલાવત કરવાથી પેહલા આ વાતનો એહતેમામ કરો કે તમારૂ મોઢું સાફ હોય.

હઝરત અલી (રદિ.) ફરમાવે છે કે બેશક તમારા મોઢા કુર્આને મજીદનાં માટે રસ્તા છે (એટલે કુર્આને મજીદની તિલાવત મોઢાથી કરવામાં આવે છે), તેથી પોતાનાં મોઢાને મિસ્વાકથી સાફ કર્યા કરો.

(૨) કુર્આને મજીદને અત્યંત માન-સન્માનની સાથે પકડો અને તેને સમ્માનની સાથે હંમેશા ઊંચી જગ્યા પર રાખો. કુર્આને મજીદને ઝમીન પર ન રાખો અથવા કોઈ એવી જગ્યા પર ન રાખો જે બેઅદબીનું કારણ હોય.

(૩) કુર્આને મજીદનાં ઉપર કોઈ વસ્તુ ન રાખો, અહિંયા સુઘી કે દીની કિતાબ પણ કુર્આને મજીદ પર ન રાખો.

(૪) કુર્આને મજીદને વગર વુઝુએ ન અડકો. કુર્આને મજીદને વગર વુઝુએ અડકવુ જાઈઝ નથી.

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી રિવાયત છે કે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે કુર્આને મજીદને માત્ર તે માણસ અડકે જે બાવુઝુ હોય.

(૫) મુસ્તહબ આ છે કે કુર્આને મજીદ પઢવા વાળો કુર્આને મજીદની તિલાવતનાં સમયે બાવુઝુ હોય, તેનાં કપડા સાફ હોય અને તેનો રૂખ કિબ્લાની તરફ હોય, પણ કુર્આને મજીદની તિલાવતનાં સમયે જો તેનો કુર્આને મજીદ પઢવા વાળો કિબ્લાની તરફ રૂખ ન કરે અથવા તે બાવુઝુ ન હોય, તો કોઈ હરજ નથી, આ શર્તની સાથે કે તે કુર્આને મજીદને હાથથી ન અડકે.

(૬) મોબાઈલમાં જોઈને વગર વુઝૂએ કુર્આને મજીદ પઢવુ જાઈઝ છે. અલબત્તા સ્ક્રીનનાં તે ભાગને ન અડકે, જ્યાં કુર્આને મજીદની આયતો હોય.

નોટઃ આ વાત ધ્યાનમાં રેહવી જોઈએ કે મોબાઈલમાં જોઈને કુર્આને મજીદની તિલાવત કરવુ જાઈઝ છે, પણ કુર્આને મજીદથી તિલાવત કરવુ બેહતર છે, કારણકે તેમાં કુર્આને મજીદનું વધારે માન-સન્માન છે અને આ કુર્આને મજીદ પઢવાનો અસલ તરીકો છે.

તેનાંથી ઊંઘુ મોબાઈલમાં જોઈને કુર્આને મજીદની તિલાવત કરવુ સારૂ નથી, કારણકે ઘણી વખત એવુ થાય છે કે મોબાઈલમાં સજીવ (જીવઘારી) વસ્તુઓનાં ફોટાવો હોય છે, તથા મોબાઈલનાં દ્વારા ઘણાં બઘા ગુનાહોં થાય છે. તેથી આ કુર્આને મજીદનું અપમાનનું કારણ બની શકે છે. એટલા માટે બેહતર આ છે કે કુર્આને મજીદ મોબાઈલમાં જોઈને ન પઢવામાં આવે.

તેથી કુર્આને મજીદની મહાનતા અને એહતેરામનો તકાઝો આ છે કે માણસ બાવુઝૂ કુર્આને મજીદમાં જોઈણે તિલાવત કરે.

(૭) દરરોજ કુર્આને મજીદની તિલાવતનાં માટે અમુક સમય નિયુક્ત કરી લો.

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી રિવાયત છે કે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુઃ દિલોંને પણ કાટ લાગી જાય છે, જેવી રીતે લોખંડને પાણી લાગવાથી કાટ લાગી જાય છે. સહાબએ કિરામ (રદિ.) થી પૂછ્યુઃ હે અલ્લાહનાં રસૂલ ! તેની સફાઈની શું સૂરત છે? આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ મોતને વધારે પ્રમાણમાં યાદ કરો અને કુર્આને મજીદની તિલાવત કરો.

(૮) કુર્આને મજીદનાં અધિકારોમાંથી એક અધિકાર આ છે કે તેનાં મઆનીમાં ગૌર કરવામાં આવે, જેથી કે કુર્આને મજીદનાં અહકામો પર સહીહ તરીકાથી અમલ થઈ શકે, તેથી માણસને જોઈએ કે તે કુર્આને મજીદની તિલાવતની સાથે સાથે તેની વિભિન્ન સૂરતોંનાં મઆનીને પણ સીખે.

પણ આ વાત ધ્યાનમાં રાખો કે કુર્આને મજીદનાં મઆની સમજવા માટે જરૂરી છે કે માણસ કિસી વિશ્વસનિય આલિમની પાસે જાય અને તેની નિગરાનીમાં કુર્આને મજીદનાં મઆની સીખે, જેથી કે તે કુર્આન શરીફનાં મઆની ને સહીહ તરીકાથી સમજી શકે.

કુર્આને મજીદમાં અલ્લાહ તઆલાનો ઈરશાદ છેઃ

اَفَلَا یَتَدَبَّرُوۡنَ الۡقُرۡاٰنَ اَمۡ عَلٰی قُلُوۡبٍ اَقۡفَالُہَا ﴿۲۴﴾

તો શું આ લોકો કુર્આન (ની આયતો અને મઆની)માં ગૌર ન કરતે અથવા (તેઓનાં) દિલોં પર તાળા પડેલા હોય છે.

(૯) કુર્આને મજીદની તિલાવત શરૂ કરવાથી પેહલા તઅવ્વુઝ (અઊઝુ બિલ્લાહ) પઢો.

અલ્લાહ તઆલા ફરમાવે છેઃ

فَاِذَا قَرَاۡتَ الۡقُرۡاٰنَ فَاسۡتَعِذۡ بِاللّٰهِ مِنَ الشَّیۡطٰنِ الرَّجِیۡمِ ﴿۹۸﴾

જ્યારે તમો કુર્આન પઢવા લાગો, તો અલ્લાહ તઆલાની પનાહ માંગો શૈતાન મરદૂદ થી.

(૧૦) જ્યારે તમારૂ દિલ કુર્આને મજીદની તિલાવતની તરફ આકર્ષિત થાય, તો કુર્આને મજીદ પઢતા રહો અને જ્યારે તમો થાકી જાવો અને તમને મહસૂસ થાય કે તમારૂ દિલ કુર્આને મજીદની તિલાવતની તરફ આકર્ષિત ન હોય, તો તમે તિલાવત રોકી દો. પછી જ્યારે તમારૂ દિલ કુર્આને મજીદની તિલાવતની તરફ આકર્ષિત થઈ જાય, તો તમે તવજ્જુહ અને રૂચી (દિલચસપી) ની સાથે તિલાવત કરો.

હઝરત જુનદુબ બિન અબ્દુલ્લાહ (રદિ.) થી રિવાયત છે કે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે તમે કુર્આને મજીદ પઢો જ્યાં સુઘી તમારૂ દિલ (કુર્આને મજીદની તરફ) મુતવજજેહ હોય અને જ્યારે તમને મહસૂસ થાય કે તમારાં દિલમાં આળસ આવે (એટલે થાકી જવાનાં કારણેથી દિલ તિલાવતની તરફ આકર્ષિત ન થાય), તો તમે ઊભા રહી જાવો (એટલે તિલાવત સ્થગિત કરી દો). (સહીહ બુખારી)

(૧૧) તજવીદ અને સહીસ ઉચ્ચારણની સાથે કુર્આને મજીદની તિલાવત કરો, અહિંયા સુઘી કે જો તમો ઝડપથી કુર્આને મજીદની તિલાવત કરી રહ્યા હોય, તો આ વાતનો પ્રબંધ કરો કે તમો દરેક શબ્દ તજવીદ અને સહીહ ઉચ્ચારણની સાથે અદા કરો.

અલ્લાહ તઆલા ફરમાવે છેઃ

وَرَتِّلِ الۡقُرۡاٰنَ تَرۡتِیۡلًا

અને આપ કુર્આને મજીદને (સંતોષની સાથે) ઘણું સાફ સાફ પઢો.

એક રિવાયત માં આવ્યુ છે કે એક વખત એક માણસ હઝરત અબ્દુલ્લાહ બિન મસઊદ (રદિ.) ની પાસે આવ્યો અને કહ્યુ કે હું નમાઝની એકજ રકઅતમાં બઘી મુફસ્સલ સૂરતોં પઢું છું (સુરએ હુજુરાત થી સુરએ બુરૂજ સુઘી). એમની વાત સાંભળીને હઝરત અબ્દુલ્લાહ બિન મસઊદ (રદિ.) ફરમાવ્યુઃ (શાયદ તમે) છંદ (શેઅર) પઢવા વાળાની જેમ ઝડપથી કુર્આને મજીદ પઢતા હશો (એટલે તમે તજવીદની રિઆયતનાં વગર કુર્આને મજીદ પઢતા હશો). બેશક અમુક લોકો કુર્આને મજીદની તિલાવત કરશે, પણ તેઓ તેની સાથે હલકથી અગાળી નહી વધશે (એટલે ગલત પઢવાનાં કારણેથી તેમની તિલાવત અલ્લાહ તઆલાને ત્યાં મકબૂલ નહી થશે અથવા આ કે તેમનાં દિલોં પર કુર્આને મજીદની તિવલાતનો કોઈ અષર નહી આવશે).

(૧૨) જ્યારે પણ કુર્આને મજીદ નું નામ લો, તો માન સન્માનની સાથે લો. ઉદાહરણ તરીકે તમો કુર્આને મજીદનાં માટે આ શબ્દો ઊપયોગ કરોઃ કુર્આને મજીદ, કુર્આન શરીફ અને કુર્આને પાક વગૈરહ કહો. માત્ર “કુર્આન” ન કહો.

(૧૩) કુર્આને મજીદને મધૂર અવાજની સાથે પઢો, પણ કવીઓ અને ગાયકોનાં અવાજ અને તર્ઝની નકલ ન કરો.

હઝરત બરા બિન આઝિબ (રદિ.) થી રિવાયત છે કે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે કુર્આને મજીદ (ની તિલાવત) ને પોતાની અવાજોથી સજાવ્યા કરો (કુર્આને મજીદને મધૂર અવાજથી પઢો).

હઝરત હુઝૈફા (રદિ.) થી રિવાયત છે કે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે કુર્આને મજીદને અરબોંનાં લેહજામાં પઢો અને ફાસિક લોકો અને અહલે કિતાબનાં લેહજાવોથી બચો. ટૂંક સમય પછી મારા બાદ કંઈક એવા લોકો આવશે જેઓ ગાયકો, એક ખૂણો પકડીને બેસવા વાળા રાહિબો (સંતો) અને માતમ કરવા વાળાની જેમ કુર્આને મજીદ પઢશે. પણ કુર્આને મજીદ તેઓનાં હલકથી નીચે નહીં ઉતરશે (તેઓની તિલાવત અલ્લાહ તઆલાનાં નજદીક મકબૂલ નહી થશે, કારણકે તેઓની તિલાવત દુરૂસ્ત નહી થશે અથવા તેનો મતલબ આ છે કે તેઓની તિલાવતનો તેમનાં દિલોં પર કોઈ અષર નહીં થશે) તે ગાયકો અને તેઓથી પ્રભાવિત થવા વાળાઓનાં દિલ ફિત્નાવો (દુનિયાની મોહબ્બત વગૈરહ) થી આકર્ષિત થશે.

 હઝરત અબુ હુરૈરહ (રદિ.) થી મરવી છે કે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે જે માણસ કુર્આને મજીદને મધુર અવાજથી ન પઢે, તે અમારામાંથી નથી.

(૧૪) જ્યારે તમો કુર્આને મજીદની તિલાવતમાં વ્યસ્ત હોવો, તો પોતાનું પુરૂ ધ્યાન કુર્આને મજીદની તરફ કેંન્દ્રિત રાખો. કુર્આને મજીદી તિલાવતનાં દરમિયાન દુનયવી વાતચીત ન કરો, ખાસ તૌર પર જો કુર્આને મજીદ ખુલ્લુ હોય, તો કદાપી વાતચીત ન કરો (કારણકે આ કુર્આને મજીદની સાથે બેઅદબી છે). જો વાત ચીત કરવાની જરૂરત પડે, તો જે આયત તમો પઢી રહ્યા છો તેને પૂરી કરો પછી પૂરા માન-સન્માનની સાથે કુર્આને મજીદ બંદ કરો. પછી વાત કરો.

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) નાં વિષે મનકૂલ છે કે જ્યારે તેઓ કુર્આને મજીદની તિલાવતમાં ફરમાવતા, તો તેઓ કોઈની સાથે વાતચીત ન કરતા, અહિંયા સુઘી કે તેવણ કુર્આને મજીદની તિલાવતથી ફારિગ થઈ જાય.

(૧૫) જ્યારે તમો કુર્આને મજીદનાં સફહાતો પલટાવો, તો સફહાતોને પલટાવા માટે આંગળી પર થૂક ન લગાવો, કારણકે આ કુર્આને મજીદનાં અદબનાં ખિલાફ છે.

(૧૬) કુર્આને મજીદનાં ખતમનાં સમયે દુઆ કરો, એટલા માટે કે તે સમયે દુઆ કબૂલ થાય છે.

હઝરત ષાબિત (રહ.) ફરમાવે છે કે હઝરત અનસ (રદિ.) જ્યારે કુર્આને મજીદનો ખતમ કરતા હતા, તો તેવણ પોતાનાં ઘરવાળાઓ અને બાળકોને જમા કરતા હતા અને તેઓનાં માટએ દુઆ કરતા હતા.

હઝરત ઈબરાહીમ તયમી (રહ.) થી રિવાયત છે કે હઝર તઅબ્દુલ્લાહ બિન મસઊદ (રદિ.) ફરમાવ્યુ કે જે માણસ કુર્આને મજીદનો ખતમ કરે તેની દુઆ કબૂલ કરવામાં આવે છે (તેથી તેને જોઈએ કે તે કુર્આને મજીદનાં ખતમનાં સમયે દુઆ કરે). હઝરત ઈબરાહીમ તયમી (રહ.) ફરમાવ્યુ કે હઝરત અબ્દુલ્લાહ બિન મસઊદ (રદિ.) જ્યારે કુર્આને મજીદનો ખતમ ફરમાવતા હતા, તો તેવણ પોતાનાં ઘરવાળાઓને ભેગા કરતા હતા અને તેવણ દુઆ કરતા હતા અને તેઓનાં ઘરવાળાઓ તેમની દુઆ પર આમીન કેહતા હતા.

હઝરત હુમૈદ (રહ.) ફરમાવે છે કે જે માણસ કુર્આને મજીદ પઢે (એટલે તે કુર્આને મજીદનો ખતમ કરે) અને ત્યાર બાદ દુઆ કરે, તેની દુઆ પર ચાર હઝાર ફરિશ્તાવો આમીન કહે છે.

(૧૭) જનાબતની હાલત અને હૈઝની હાલતમાં કુર્આને મજીદની તિલાવત કરવુ જાઈઝ નથી. અલબત્તા જનાબતની હાલત અને હૈઝની હાલતમાં તે આયતોનું પઢવુ જાઈઝ છે જે દુઆવોં પર સમાયેલી હોય છે. એવીજ રીતે તે આયતોંની તિલાવત કરવુ પણ જાઈઝ છે જે શયાતીન તથા જીન્નાત વગૈહથી હિફાઝતનાં તૌર પર પઢવામાં આવે છે.

આ વાત ઘ્યાન માં રાખો કે જ્યારે જનાબતની હાલત અને હૈઝની હાલતમાં તે આયતો પઢશો, તો તે સમયે માત્ર દુઆ અને ઈસ્તિઆઝા (અલ્લાહ તઆલાથી હિફાઝતની તલબ) ની નિય્યતથી પઢો, તિલાવતની નિય્યતથી ન પઢો, કારણકે જનાબતની હાલત અને હૈઝની હાલતમાં કુર્આને મજીદની તિલાવતની નિય્યતથી પઢવુ જાઈઝ નથી.

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જે ઈન્સાન હૈઝની હાલત અને જનાબતની હાલતમાં હોયુ, તો તે કુર્આને મજીદનાં કોઈ પણ હિસ્સાની તિલાવત ન કરે.

(૧૮) બયતુલ ખલામાં કુર્આને મજીદની કોઈ આયતની તિલાવત કરવુ જાઈઝ નથી, એવીજ રીતે બયતુલ ખલામાં અલ્લાહ તઆલાનું નામ લેવુ જાઈઝ નથી. તેથી જો અંગૂઠી અથવા ચેન પર કુર્આને મજીદની કોઈ આયત લખેલી હોય અથવા તેનાં પર અલ્લાહ તઆલાનું નામ લખેલુ હોય, તો તેને લઈને બયતુલ ખલામાં જવુ જાઈઝ નથી, બલકે બયતુલખલામાં દાખલ થવાથી પેહલા તેનું ઉતારી દેવુ જરૂરી છે.

હઝરત અનસ (રદિ.) થી રિવાયત છે કે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) જ્યારે બયતુલ ખલામાં દાખલ થવાનો ઈરાદો ફરમાવતા, તો દાખલ થવાથી પેહલા આપ પોતાની અંગૂઠી કાઢી નાંખતા હતા (કારણકે તેનાં પર અલ્લાહ તઆલાનું નામ લખેલુ હતુ).

(૧૯) જો તમો કોઈ એવા કમરામાં હોય જ્યાં કુર્આને મજીદ રાખેલુ હોય અને તમો પોતાનાં કપડા બદલવા ચાહો, તો કપડા ઉતારવાથી પેહલા તમો કુર્આને મજીદને અદબ ની સાથે અલમારી વગૈરહમાં  મૂકી દો, ત્યાર બાદ તમો તમારા કપડા ઉતારો. કુઆને મજીદની સામે કપડા ન ઉતારો, કારણકે કુર્આને મજીદની સામે કપડા ઉતારવુ કુ્ર્આને મજીદની બેઅદબી છે.

(૨૦) જો તમો કોઈ સજદાની આયતની તિલાવત કરો અથવા તમો કોઈથી સજદાની આયત સાંભળો, તો તમારા પર સજદએ તિલાવત કરવુ વાજીબ થશે.

સજદએ તિલાવત કરવાનો તરીકો આ છે કે તમો પેહલા તકબીર કહો અને પછી તમો સજદામાં જાવો પછી તમો ફરીથી તકબીર કહો અને સજદાથી ઉઠી જાવો.

મુસ્તહબ આ છે કે તમો ઊભા થઈ જાવો પછી તકબીર કહીને સજદામાં જાવો, પણ જો તમે બેસી જાવો પછી તકબીર કહીને સજદામાં જાવો, તો પણ આ દુરૂસ્ત છે.

હઝરત અબુ હુરૈરહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જ્યારે ઈબ્ને આદમ કોઈ સજદાની આયત તિલાવત કરે છે અને ત્યાર બાદ તે સજદો કરે છે, તો શૈતાન રડે છે અને તે દૂર થઈ જાય છે અને કહે છે હાય મારી હલાકત ! ઈબ્ને આદમને સજદાનો હુકમ આપવામાં આવ્યો, તો તેણે સજદો કર્યો પસ તેનાં માટે જન્નત છે (એટલે તેને જન્નત મળશેે) અને મને સજદાનો હુકમ આપવામાં આવ્યો, પણ મેં ઈનકાર કરી દીઘુ પસ મારા માટે જહન્નમની આગ છે (એટલે મને જહન્નમમાં નાંખવામા આવશે).

(૨૧) જ્યારે તમો કુર્આને મજીદનો ખતમ કરો અને સુરએ નાસ સુઘી પહોંચી જાય, તો મુસ્તહબ આ છે કે તમો ફરીથી કુર્આને મજીદની તિલાવત શરૂ કરી દો, એવી રીતે કે તમો સુરએ ફાતિહા અને સુરએ બકરાની શરૂઆતી આયતો (અલ મુફલીહૂન સુઘી) પઢો.

(૨૨) કુર્આને મજીદની ખતમ પર નીચે આપેલી દુઆ પઢોઃ

اَللّٰهُمَّ ارْحَمْنِيْ بِالْقُرْآنْ وَاجْعَلْهُ لِيْ إِمَاماً وَّهُدًى وَّرَحْمَةً اَللّٰهُمَّ ذَكِّرْنِيْ مِنْهُ مَا نَسِيْتُ وَعَلِّمْنِيْ مِنْهُ مَا جَهِلْتُ وَارْزُقْنِيْ تِلَاوَتَهُ آنَاءَ اللَّيْلِ وَأَطْرَافَ النَّهَارِ وَاجْعَلْهُ لِيْ حُجَّةً يَا رَبَّ الْعَالَمِيْنَ

હે અલ્લાહ ! મારા પર કુર્આને મજીદનાં દ્વારા પોતાની વિશેષ રહમત નાઝિલ ફરમાવો અને તેને મારા માટે રેહનુમા, હિદાયત અને રહમત બનાવો. હે અલ્લાહ ! મને યાદ દેવડાવી દો કુર્આને મજીદનાં તે ભાગને જે હું ભૂલી ચૂક્યો છું અને મને સીખડાવી દો કુર્આને મજીદનાં તે ભાગને જે હું નથી જાણતો છું અને રાતો દિવસનાં વિભિન્ન સમયોમાં મને કુર્આને મજીદની તિલાવત કરવાની તૌફીક અતા ફરમાવો અને તેને (કયામતનાં દિવસે) મારા માટે હુજ્જત તથા દલીલ બનાવી દો હે તમામ જહાનોનાં પરવરદિગાર.

(૨૩) જો તમોએ કુર્આને મજીદનો થોડો હિસ્સો યાદ કરી લીઘો છે, તો હંમેશા તેનો દૌર કરો, જેથી કે તમો તેને ન ભૂલે, એટલા માટે કે હદીષ શરીફમાં નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) કુર્આને મજીદની તિલાવતમાં ગફલત વરતવા અને તેને યાદ કરવા બાદ ભૂલી જવાનાં બારામાં સખત વઈદો સંભળાવી છે.

હઝરત અબુ મૂસા અશઅરી (રદિ.) થી રિવાયત છે કે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે કુર્આને મજીદની ફિફાઝત કરો. કસમ છે તે ઝાતની જેનાં કબઝામાં મારી જાન છે, આ (કુર્આને મજીદ) લોકોનાં સીનાથી નિકળી જવામાં તે ઊંટથી વધારે તેઝ છે જે પોતાની દોરીમાં બંઘાયેલો હોય. (સહીહ બુખારી)

હઝરત અનસ બિન માલિક (રદિ.) થી રિવાયત છે કે હુઝૂરે અકરમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે મારી સામે મારી ઉમ્મતનાં (નેક આમાલનાં) અજરો ષવાબ પેશ  કરવામાં આવ્યા. અહિંયા સુઘી કે તે તણખલુ પણ જે માણસ મસ્જીદથી કાઢે છે (તેનો ષવાબ પણ મને દેખાડવામાં આવ્યો) અને મારી સામે ઉમ્મતનાં ગુનાહ પેશ કરવામાં આવ્યા, તો મેં તે માણસનાં ગુનાહથી મોટો કોઈ ગુનો નથી જોયો જેણે કુર્આને મજીદની કોઈ સૂરત અથવા આયત યાદ થઈ અને પછી તે તેને ભૂલી ગયો. (અબુ દાવુદ શરીફ)

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી મરવી છે કે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે સાહિબે કુર્આન (હાફિઝે કુર્આન) ની મિષાલ તે માણસ જેવી છે જેણે પોતાનાં ઊંટને બાંઘી રાખ્યો હોય. જો તે તેની દેખરેખ કરતો રહેશે, તો તયે તેની પાસે રહેશે અને જો તેને છોડી દેશે તો તે ભાગી જશે. (સહીહલ બુખારી)

હઝરત સઅદ બિન ઉબાદા (રદિ.) થી રિવાયત છે કે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જે માણસ પણ કુર્આને મજીદ પઢવાનું સીખી લે છે અને પછી તે તેને ભુલી જાય છે, તો તે અલ્લાહ તઆલાથી કયામતનાં દિવસે તે હાલમાં મુલાકાત કરશે કે તે મજઝૂમ (કોઢી, રક્તપિત્ત) થશે.

નોઘઃ

(૧) આ હદીષ શરીફમાં કુર્આને મજીદની કોઈ આયત અથવા સૂરતને ભુલી જવુ બદતરીન ગુનાહ બતાવવામાં આવ્યુ છે, તેનું કારણ આ છે કે કુર્આને મજીદ અથવા કુર્આને મજીદનો કોઈ હિસ્સો યાદ હોવુ અલ્લાહ તઆલાની એક મોટી નેઅમત મળી, પછી કુર્આને મજીદને ભુલી જવુ જાણે અલ્લાહ તઆલાની આ મહાન નેઅમતની નાકદરી છે.

(૨) અમુક ઉલમાએ કિરામે બતાવ્યુ છે કે આ વઈદ જે હદીષ શરીફમાં વારિદ થઈ છે, આ તે માણસનાં વિશે છે જે કુર્આને મજીદને ભૂલી જાય (તે તેની તિલાવતમાં ગફલત વરતે અને જે કંઈ તેને યાદ હતુ, તે તેને ભૂલી જાય).

(૩) બીજા ઉલમાએ કિરામની રાય આ છે કે આ વઈદ તે માણસનાં વિશે છે જે કુર્આને મજીદની તિલાવતમાં એટલી ગફલત વરતે, અહિંયા સુઘી કે તે કુર્આને મજીદ પઢવા પર કાદિર ન રહે (એટલે તે માત્ર કુર્આને મજીદને નથી ભૂલતો, બલકે તે તેને પઢવા પર પણ કાદિર નથી રેહતો).


[૧]

Check Also

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના …