હુરમતે મુસાહરત
(૧) જો કોઈ ઔરત કોઈ મરદને શહવત (વાસના) ની સાથે હાથ લગાવે, તો હુરમતે મુસાહરત બન્નેવનાં દરમિયાન ષાબિત થઈ જશે.
જ્યારે હુરમતે મુસાહરત બન્નેવનાં દરમિયાન ષાબિત થઈ જશે, તો તે મર્દનાં માટે તે ઔરતની માં અને ઔરતની દાદી (અને દાદીની માં ઊપર સુઘી) અને તે ઔરતની છોકરી અને ઔરતની પોતળી (અને પોતળીની છોકરી નીચે સુઘી) ની સાથે નિકાહ કરવુ જાઈઝ નહી થશે.
એવીજ રીતે જો કોઈ મરદ કોઈ ઔરતને શહવત (વાસના)ની સાથે હાથ લગાવે, તો હુરમતે મુસાહરત બન્નેવનાં દરમિયાન ષાબિત થઈ જશે.
જ્યારે હુરમતે મુસાહરત બન્નેવનાં દરમિયા ષાબિત થઈ જશે, તો તે ઔરતનાં માટે તે મરદનાં બાપ અને મર્દનાં દાદા (અને દાદાનાં બાપનાં ઊપર સુઘી) અને તે મર્રદનો છોકરો અને મર્દનો પોતળો (અને પોતળાનો છોકરો નીચે સુઘી) થી નિકાહ કરવુ જાઈઝ નહી થશે.
(૨) હુરમતે મુસાહરત તે સમયે ષાબિત થાય છે, જ્યારે કોઈ પુરૂષ કોઈ મહિલાનાં શરીરને વગર કોઈ અવરોધે શહવત (વાસના) ની સાથે અડકે (એટલે નવ વર્ષની છોકરી અથવા નવ વર્ષની ઊંમરથી મોટી ઔરતને વગર કોઈ અવરોધે શહવત (વાસના) ની સાથે અડકવાથી હુરમતે મુસાહરત સાબિત થઈ જશે).
વગર કોઈ અવરોધથી મતલબ આ છે કે પુરૂષ મહિલાનાં શરીરની ચામડીને શહવત (વાસના)ની સાથે એવી રીતે અડકે કે કોઈ જાડુ કપડું વચમાં ન હોય, તેથી જો પુરૂષ મહિલાનાં જીસમને શહવતની સાથે અડકે, પણ વચમાં કોઈ જાડુ કપડુ હાઈલ (અવરોધક) હોય કે મહિલાનાં શરીરની ગરમી મર્દને મહસૂસ ન થાય, તો હુરમતે મુસાહરત ષાબિત નહી થશે.
અલબત્તા જો વચમાં એટલુ પાતળુ કાપડ હાઈલ (અવરોધક) હોય કે મહિલાનાં શરીરની ગરમીને મર્દ મહસૂસ કરે, તો હુરમતે મુસાહરત ષાબિત થઈ જશે.
નોટઃ- બાલિગ (પુખ્ત વયની) મહિલાનો પણ આ હુકમ છે કે જો કોઈ બાલિગ (પુખ્ત વયનાં) પુરુષને શહવત (વાસના) ની સાથે હાથ લગાવે અને વચમાં કોઈ હાઈલ (અવરોધક) ન હોય, તો હુરમતે મુસાહરત સાબિત થઈ જશે.
પુરુષનાં અંદર શહવત (વાસના) ની અલામત આ છે કે તેનાં ઉઝવે તનાસુલ (લિંગ)માં વ્યાકુળતા અથવા હરકત થાય, અલબત્તા જો કોઈ માણસ વૃદ્ધ પુરુષ હોય અને તેનાં અન્દર વ્યાકુળતાની કુવ્વત ન હોય, તો તેનાં વિષે હુરમતે મુસાહરતનાં ષુબૂતનાં માટે બસ આટલુ કાફી છે કે તેનાં દિલમાં ખ્વાહિશ મહસૂસ થાય.
મહિલાનાં અંદર શહવતની અલામત આ છે કે તેનાં દિલમાં ખ્વાહિશ મહસૂસ થાય.
(૩) જો કોઈ માણસ પોતાની છોકરીનાં શરીરને શહવત (વાસના) ની સાથે હાથ લગાવે, તો તેની બીવી તેનાં પર તરતજ હરામ થઈ જશે, (આ હુકમ તે સૂરતમાં થશે જ્યારે તેની છોકરીની ઉમર નવ વર્ષ અથવા તેનાંથી વધારે હોય) તેથી તેનાં પર વાજીબ છે કે તે તરતજ પોતાની બીવીથી અલગ થઈ જાય અને પોતાનાં નિકાહને ખતમ કરી દે. નિકાહને ખતમ કરવાનો તરીકો આ છે કે તે પોતાની બીવીને એક તલાક આપી દે અથવા તે પોતાની બીવીને ખબર આપી દે કે તમે મારા પર હરામ છો, તેથી તમે મારાથી અલગ થઈ જાવો.
નોટઃ- માંનો પણ આજ હુકમ છે કે જો તે પોતાનાં બાલિગ છોકરાનાં શરીરને શહવત (વાસના) ની સાથે હાથ લગાવે, તો તે પોતાનાં શૌહર પર તરતજ હરામ થઈ જશે. તેથી તેનાં પર વાજીબ છે કે તે પોતાનાં શૌહરથી તલાક લઈને અલગ થઈ જાય.
જો કોઈ માણસ પોતાની સાસુનાં શરીરને શહવત (વાસના) ની સાથે હાથ લગાવે, તો તેની બીવી તરતજ તેનાં પર હરામ થઈ જશે, તેથી તેનાં પર વાજીબ છે કે તે તરતજ પોતાની બીવીથી અલગ થઈ જાય અને પોતાનાં નિકાહને ખતમ કરી દે. નિકાહને ખતમ કરવાનો તરીકો આ છે કે તે પોતાની બીવીને એક તલાક આપી દે અથવા તે પોતાની બીવીને ખબર આપી દે કે તમે મારા પર હારમ છો, તેથી તમે મારાથી અલગ થઈ જાવો.
નોટઃ- સસુરનો પણ આજ હુકમ છે કે જો તે પોતાની બહુનાં શરીરને શહવત (વાસના) ની સાથે હાથ લગાવે, તો બહુ પોતાનાં શૌહર પર તરતજ હરામ થઈ જશે. તેથી બહુનાં પર વાજીબ છે કે તે પોતાનાં શૌહરથી તલાક લઈને અલગ થઈ જાય.
[૧]