હઝરત જાફરૂસસાઈગ(રહ.) બયાન કરે છે કે
હઝરત ઇમામ અહમદ બિન હમબલ(રહ.) નાં પડોસમાં એક માણસ રેહતો હતો. જે ઘણાં બઘા ગુનાહોં અને બુરાઈઓમાં ભળેલા હતા. એક દિવસે તે માણસ હઝરત ઇમામ અહમદ બિન હમબલ(રહ.)ની મજલિસ(સભા)માં હાજર થયો અને સલામ કર્યુ. હઝરત ઇમામ અહમદ બિન હમબલ(રહ.) એમનાં સલામનો જવાબ આપ્યો, પણ તેની તરફ ધ્યાન ન કર્યુ, બલ્કે તે માણસનાં કારણે નારાઝગી અનુભવવા લાગ્યા(કારણકે તે લોકોમાં ખરાબ કૃત્યોનાં કારણે મશહૂર હતો).
જ્યારે તે માણસે જોયુ કે હઝરત ઇમામ અહમદ બિન હમબલ(રહ.) તેમની તરફ ઘ્યાન નથી આપી રહ્યા તો તેમણે કહ્યુઃ એ અબૂ અબ્દુલ્લાહ! તમે કેમ મારાથી નારાઝ છો? મારી હાલત પેહલા કરતા સારી થઈ ગઈ એક સપનાં નાં કારણે જે મેં જોયું.
હઝરત ઇમામ અહમદ બિન હમબલ(રહ.) પુછ્યુઃ તમે સપનામાં શું જોયુ છે? તે માણસે જવાબ આપ્યોઃ મેં રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને સપનામાં જોયા કે તેઓ એક ઉંચી જગ્યા પર બેઠા છે અને તેમનાં નીચે ઘણાં બઘા લોકો બેઠા છે. તે લોકોમાંથી એક એક માણસ ઉભા થઈ રહ્યા છે અને આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને દુઆની રજૂઆત કરી રહ્યા છે, તો આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એમનાં માટે દુઆ કરી રહ્યા છે.
જ્યારે બઘા લોકો માટે હુઝૂર(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) દુઆ કરી અને માત્ર હું રહી ગયો, તો રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) મને કહ્યુઃ એ ફલાણાં! તમે કેમ ઊભા થઈ મારાથી દુઆની રજૂઆત નથી કરી રહ્યા? તો મેં જવાબ આપ્યોઃ હું પોતાનાં ગુનાહોં પર શરમિંદગીનાં કારણે ઊભો નથી થઈ રહ્યો.
આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ અગર તમને તમારા ગુનાહોં પર શરમિંદગી છે, તો ઊભા થઈ જાઓ અને મારાથી દુઆ ની રજૂઆત કરો, કારણકે હું તમારાથી ખૂશ છું એટલા માટે કે તમે મારા સહાબાથી મુહબ્બત રાખો છો અને એમને કંઈ(સારૂ-ખરાબ) નથી કેહતા. જેથી હું ઊભો થયો અને આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) મારા માટે દુઆ કરી.
જ્યારે હું ઊઠ્યો તો હુઝૂર(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની દુઆની બરકતથી મારા દિલમાં ગુનાહોની નફરત આવી ગઈ.
જ્યારે ઈમામ અહમદ બિન હમબલ(રહ.) આ સપનુ સાંભળ્યુ તો ફરમાવ્યુઃ એ જઅફર! એ ફલાણાં! લોકોને આ સપનું સંભળાવજો અને તેને યાદ રાખો. એટલા માટે કે એક ફાયદાકારક વસ્તુ છે. જેનાંથી લોકોને ફાયદો પહોંચશે.(કિતાબુત તવ્વાબીન, ઇબ્ને કુદામા, પેજ નઃ૨૭૫)