ઈખ્લાસની સાથે મુજાહદો કરવુ

હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“જો કોઈ માણસ પોતાને તબલીગનો અહલ નથી સમજતો તો તેણે કદાપી બેસી રેહવુ ન જોઈએ, બલકે તેણે તો કામમાં લાગવા અને બીજાને ઉઠાવવાની અને વધારે કોશિશ કરવુ જોઈએ, અમુક વખતે એવુ થાય છે કે કોઈ મોટી ખૈર અમુક નાઅહલોનાં સિલસિલાથી કોઈ અહલ સુઘી પહોંચી જાય છે અને પછી તે ફલે ફુલે છે અને પછી તેનો અજર બાકાયદાઃ

من سن في الإسلام سنة حسنة فله أجرها وأجر من عمل بها بعده من غير أن ينقص من أجورهم شيء (صحيح مسلم، الرقم: ۱٠۱۷)

જે માણસે ઈસ્લામમાં કોઈ સારો તરીકો જારી કરશે તેને તેનો અજર મળશે અને ત્યાર બાદ તેને તેનાં પર અમલ કરવા વાળા બઘા લોકોનાં બરાબર અજર મળશે જ્યારે કે અમલ કરવા વાળાઓનાં અજરમાં કોઈ કમી નહી થશે.

તે નાઅહલોને પણ પૂરો પહોંચી જાય છે જે તે કામનાં તેનાં અહલ સુઘી પહોંચવાનો ઝરીયો બને. પસ જે નાઅહલ હોય તેણેતો તે કામમાં અને વધારે ઝોરથી લાગવુ જરૂરી છે.

હું પણ પોતાને જ્યારે કે નાઅહલ સમજું છું એટલા માટે તેમાં વ્યસ્ત છું  કે શાયદ અલ્લાહ મારી આ કોશિશથી કામનાં તેનાં કોઈ અહલ સુઘી પહોંચાડી દે અને પછી તે કામનાં જે અઅલા અજર અલ્લાહ પાકને ત્યાં હોય તે પણ મને અતા ફરમાવી દેવામાં આવે.” (મલફુઝાત મૌલાના મુહમ્મદ ઈલ્યાસ સાહબ (રહ.) પેજ નં- ૫૫-૫૬)

Source: https://ihyaauddeen.co.za/?p=19585


 

Check Also

મોતની તૈયારી દરેક વ્યક્તિએ કરવાની છે

શૈખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહ‌‌‌ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મને એક વાત વિશે ઘણું …