અખ્લાક અને નિસ્બત

શૈખુલ હદીષ હઝરત મૌલાન મુહમ્મદ ઝકરિયા સાહબ (રહ.) એક વખત ‎ઈરશાદ ફરમાવ્યુઃ  

“બીજી વાત આ છે કે નિસ્બત અલગ છે અને અખલાક અલગ છે. નિસ્બત ખાસ તઅલ્લુક મઅલ્લ્લાહ છે. જેટલુ વધારશો વધશે, ઘટાડશો ઘટશે અને એક છે અખલાક, અખલાકનો તઅલ્લુક હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સીરતે તય્યિબાથી છે કે આપનાં ખસાઈલ (વિશેષતાઓ) અને શમાઈલની ઈત્તિબાઅનું નામ અખલાક છે. હઝરતે આ મૌકા પર આ શેઅર (કાવ્ય પંક્તિ) પઢીઃ

રંગ લાવે છે હિના (મહેંદી) પત્થર પર ઘસાવા બાદ

જોવો ! મારા પ્યારાવો મુજાહદા (મેહનત) થી આવશે, પોત પોતાનું કરવાથી આવશે. કોઈકની હઝરત (બુઝુર્ગ) ની દુઆથી નહી થશે.” (મલફુઝાતે શૈખ, પેજ નં- ૧૧૧)

Source: https://ihyaauddeen.co.za/?p=6746


Check Also

મોતની તૈયારી દરેક વ્યક્તિએ કરવાની છે

શૈખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહ‌‌‌ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મને એક વાત વિશે ઘણું …