સવાલ– જો માણસ પોતાની બીવી અને બાલિગ ઔલાદનો સદકએ ફિત્ર તેઓની ઈજાઝત વગર અદા કરે, તો શું તેઓનો સદકએ ફિત્ર અદા થઈ જશે?
જવાબ- માણસને જોઈએ કે તે પોતાની બીવી અને બાલિગ ઔલાદની ઈજાઝત લઈને તેઓનો સદકએ ફિત્ર અદા કરે.
નોંધ:- જો માણસે પોતાની બાલિગ ઔલાદથી ઈજાઝત નથી લીઘી, તો તેનો સદકએ ફિત્ર અદા નહી થશે. પણ જો માણસની બાલિગ ઔલાદ તેના અયાલમાંથી છે અને તે પોતે તેનો ખર્ચો ઉઠાવતો હોય અને તેની દેખ-ભાલ કરતો હોય, તો આ સૂરતમાં જો તે તેની ઈજાઝત વગર તેનો સદકએ ફિત્ર અદા કરે, તો તેનો સદકએ ફિત્ર અદા થઈ જશે.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન
ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા
Source: