સવાલ– શું ઝકાતની રકમથી મસ્જીદ બનાવવુ જાઈઝ છે? જો ઝકાતની રકમથી મસ્જીદ બનાવવામાં આવે, તો શું ઝકાત અદા થશે?
જવાબ- ઝકાતની અદાયગીનાં માટે જરૂરી છે કે “તમલીક” ની શર્ત મળવી જોઈએ. જો “તમલીક” ની શર્ત મળી જાય, તો ઝકાત અદા થશે. અન્યથા નહી.
“તમલીક” ની શર્તનો મતલબ આ છે કે કોઈ ગરીબ મુસલમાનને ઝકાતની રકમ આપી ને તેને તેનો માલિક બનાવી દેવામાં આવે.
એટલા માટે મસ્જીદ બનાવવાની સૂરતમાં “તમલીક” ની આ શર્ત મળતી નથી (કારણકે મસ્જીદ કંઈ ગરીબ મુસલમાન નથી), એના કારણે જો ઝકાતની રકમને મસ્જીદની તામીર(બંધાવવા) માટે આપવામાં આવે, તો ઝકાત અદા નહીં થશે.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
ويشترط أن يكون الصرف (تمليكا) لا إباحة كما مر (لا) يصرف (إلى بناء) نحو (مسجد) (الدر المختار ۲/۳٤٤)
ولا يجوز أن يدفع الزكاة إلى ذمي ولا يبنى بها مسجد ولا يكفن بها ميت ولا يشترى بها رقبة تعتق ولا تدفع إلى غني (مختصر القدوري صـ ۵۹)
ولا تصرف فى بناء مسجد و قنطرة (الفتاوى التاتارخانية ۲٠۸/۳)
(ولا يبنى بها مسجد ولا يكفن بها ميت) لانعدام التمليك وهو الركن (الهداية ۱/۱۱۱)
દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન
ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા
Source: http://muftionline.co.za/node/69