હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ
“આપણાં નજદીક આ વખતમાં ઉમ્મતની અસલ બિમારી દીનની તલબ અને કદર(મહત્ત્વતા) થી એમના દિલો ખાલી છે. જો દીનની ફિકર તથા તલબ એમનાં અંદર પૈદા થઈ જાય અને એમનાં દિલોમાં દીનની મહત્તવતા અને સમજણ જીવિત થઈ જાય, તો ઈસ્લામિયત જોત જોતામાં સમૃદ્ધ અને સદ્ઘર થઈ જાય. અમારી આ તહરીક (તબ્લીગના કામ)નો અસલ મકસદ આ વખતમાં દીનની તલબ અને મહત્તવતા ઉમ્મતના દિલોમાં પૈદા કરવાની કોશિશ કરવાનો છે, ન કે માત્ર કલિમહ અને નમાઝની સુધારણા અને તલ્કીન.” (મલફુઝાત મૌલાના મુહમ્મદ ઈલ્યાસ સાહબ (રહ.) પેજ નં- ૬૧-૬૨)
Source: https://ihyaauddeen.co.za/?p=13738