નિકાહની સુન્નતોં અને આદાબ – ૧૪

જે લોકોની સાથે નિકાહ હરામ છે

શરીઅતે નીચે વર્ણવેલ લોકોની સાથે નિકાહ કરવાને હરામ ગણાવ્યુ છેઃ

(૧) મહારિમ એટલે મહરમની સાથે નિકાહ કરવુ જાઈઝ નથી. નીચે વર્ણવેલ લોકો માણસનાં મહારિમમાં દાખલ છે. તેથી તેમની સાથે નિકાહ કરવુ જાઈઝ નથી અને અગર તેઓની સાથે નિકાહ કરી લેવામાં આવે, તો તે નિકાહ બાતિલ થશે:

(અ) ફુરૂઅ એટલે બાળકો, પોતળાવો, પોતળીઓ, પર પોતાવો, પર પોતીઓ અને નવાસા, નવાસિયો વગૈરહ

(બ) ઉસૂલ એટલે માતા-પિતા, દાદા, દાદી અને નાના, નાની વગૈરહ

(જ) ભાઈ અને બેહનો

(દ) ચાચા, ફૂફિયો, મામા અને ખાલાવો

(ર) ભત્રીજા, ભત્રીજીઓ, ભાણ્યાવો, ભાણીઓ

(સ) જમાઈ અને પુત્રવધુ (વોવ). [૧]

(૨) એક સાથે બે બેહનોની સાથે નિકાહ કરવુ જાઈઝ નથી, અગર કોઈ માણસ કોઈ ઔરતની સાથે શાદી કરે, જ્યારે કે તે ઔરતની બહેન પેહલાથી તે માણસના નિકાહમાં હતી, તો બીજી બેહનના નિકાહ બાતિલ થશે.

અલબત્તા અગર એક બેહનનો ઈન્તેકાલ થઈ જાય, તો શૌહરના માટે બીજી બેહનની સાથે નિકાહ કરવુ જાઈઝ થશે. એવીજ રીતે અગર શૌહર પોતાની બીવીને તલાક આપી દે અને તેની ઈદ્દત પસાર થઈ જાય, તો શૌહર ના માટે બીવીની બેહનની સાથે નિકાહ કરવુ જાઈઝ થશે. [૨]

(૩) અગર એક ઔરતે બે છોકરીઓને દુઘ પિવડાવ્યુ હોય, તો તે બન્નેવ છોકરીઓનાં માટે એક સાથે એક માણસ જોડે નિકાહ કરવુ જાઈઝ નહી થશે. કારણકે તે બન્નેવ રઝાઈ બહેનો (પાલક બહેનો) છે અને જેવી રીતે એક સાથે બે સગી બહેનો એક માણસ સાથે નિકાહ નથી કરી શકતી એવીજ રીતે બે રઝાઈ બહેનો (પાલક બહેનો)થી પણ એક સાથે એક માણસ જોડે નિકાહ નહી કરી શકાય. [૩]

(૪) અગર કોઈ માણસ કોઈ ઔરતથી નિકાહ કરે અને તે ઔરતને તલાક આપી દે, તો તે ઔરતની માં (તે માણસની ભૂતપૂર્વ સાસુ) તે માણસનાં માટે હરામ થશે, ભલે તે માણસે પોતાની બીવીથી હમબિસ્તરી (સમલૈંગિકતા) કરી હોય અથવા હમબિસ્તરી (સમલૈંગિકતા) ન કરી હોય, કારણકે કોઈ ઔરતની સાથે માત્ર નિકાહ કરી લેવાથી તેની માં(સાસૂ) તે માણસ પર હરામ થઈ જાય છે. [૪]

(૫) અગર કોઈ માણસે કોઈ ઔરતની સાથે નિકાહ કર્યા અને તે ઔરતને તલાક આપી દીઘી, તો તે માણસનાં માટે તે ઔરતની છોકરી સાથે નિકાહ કરવુ જાઈઝ થશે, આ શર્તની સાથે કે તેણે પોતાની બીવીની સાથે હમબિસ્તરી (સમલૈંગિકતા) ન કરી હોય અથવા પોતાની બીવીને શહવત (વાસના)ની સાથે ન સ્પર્શ કર્યો હોય. અલબત્તા અગર તેણે પોતાની બીવાની સાથે હમબિસ્તરી (સમલૈંગિકતા) કરી લીઘી હોય અથવા પોતાની બીવીને શહવત (હવસ) ની સાથે સ્પર્શ કર્યુ હોય, તો તે માણસનાં માટે તે ઔરતની છોકરીની સાથે નિકાહ કરવુ જાઈઝ નહી થશે. [૫]

(૬) કોઈ એક માણસનાં માટે જાઈઝ નથી કે તે કોઈ ઔરત અને તેની ભત્રીજી અથવા ભાંણજીની સાથે એક સમયમાં નિકાહ કરે. અગર કોઈ માણસ કોઈ ઔરત અને તેની ભત્રીજી અથવા ભાંણજીની સાથે એક સમયમાં નિકાહ કરે, તો બન્નેવ નિકાહમાંથી બીજા નિકહ બાતિલ થશે. અલબત્તા અગર તેવણ તે ઔરત (ફોઈ અથવા ખાલ)ને તલાક આપી દે પછી તે ફોઈ અથવા ખાલા પોતાની ઈદ્દત પૂરી કરી લે તો તે માણસનાં માટે તે ઔરતની ભત્રીજી અથવા ભાણજી સાથે નિકાહ કરવુ જાઈઝ થશે, અગર તેનાં બરખિલાફ થાય (ભત્રીજી અથવા ભાણજીને તલાક આપી દે અને ઈદ્દત બાદ તે ઔરતની ફોઈ અથવા ખાલા સાથે નિકાહ કરી લે) તો પણ જાઈઝ થશે. [૬][૭][૮]

હદીયાવો અને દાગીનાનું પાછુ લેવુ

સવાલઃ- શું તલાકની સૂરતમા શૌહર પોતાની બીવીથી બઘા હદીયાવો અને દાગીના જે તેણે આપ્યા હતા પરત લઈ શકે છે અને શું તેના માટે પરત લેવુ જાઈઝ છે?

જવાબઃ- જે કંઈ હદીયાવો અને દાગીના શૌહરે પોતાની બીવીને આપ્યા તે બીવીની માલિકીમાં દાખલ થઈ ગયા છે. શૌહરનાં માટે તે હદીયાવો અને દાગીનાનું પાછુ લેવુ જાઈઝ નથી. અગર શૌહર પાછા લઈ લે તો આ ઝુલ્મ અને હરામ થશે અને તે ગુનેહગાર થશે. [૯]


[૧] (لا يحل للرجل أن يتزوج بأمه ولا بجداته من قبل الرجال والنساء) لقوله تعالى حرمت عليكم امهٰتكم وبناتكم والجدات أمهات إذ الأم هي الأصل لغة أو ثبتت حرمتهن بالإجماع (ولا ببنته لما تلونا ولا ببنت ولده وإن سفلت) للإجماع (ولا بأخته ولا ببنات أخته ولا ببنات أخيه ولا بعمته ولا بخالته) لأن حرمتهن منصوص عليها في هذه الآية (وتدخل فيها العمات المتفرقات والخالات المتفرقات وبنات الإخوة المتفرقين) لأن جهة الاسم عامة (ولا بأم امرأته التي دخل بها أو لم يدخل) لقوله تعالى وامهٰت نسائكم من غير قيد الدخول (ولا ببنت امرأته التي دخل بها) لثبوت قيد الدخول بالنص سواء كانت في حجره أو في حجر غيره لأن ذكر الحجر خرج مخرج العادة لا مخرج الشرط ولهذا اكتفي في موضع الإحلال بنفي الدخول (الهداية ۲/۳٠۷)

[૨] (ولا يجمع بين أختين نكاحا ولا يملك يمين وطأ) لقوله تعالى وان تجمعوا بين الاختين (الهداية ۲/۳٠۷)

 ولا يصلح للرجل أن يجمع بين امرأتين ذو محرم أو محرم من رضاع وإن تزوجهما في عقدة واحدة فرق بينه وبينهما … وكذلك لا يحل للرجل أن يتزوج امرأة وأختها تعتد منه أو عمتها أو خالتها أو ابنة أختها أوابنة أخيها … وإذا تزوج إحداهما بعد الأخرى فرق بينه وبين الأخرى (الأصل للشيباني ۱٠/۱۸۳)

أما لو ماتت المرأة فتزوج بأختها بعد يوم جاز (مجمع الانهر ۱/۳۲٤)

[૩] (و) يحرم (الجمع بين الأختين) ولو رضاعا (نكاحا) أي من جهة النكاح (مجمع الأنهر ۱/۳۲٤)

[૪]  (قوله وأم امرأته) بيان لما ثبت بالمصاهرة لقوله تعالى وأمهٰت نسائكم أطلقه فلا فرق بين كون امرأته مدخولا بها أو لا وهو مجمع عليه عند الأئمة الأربعة وتوضيحه في الكشاف ويدخل في لفظ الأمهات جداتها من قبل أبيها وأمها وإن علون (البحر الرائق ۳/۱٠٠)

[૫] (القسم الثاني المحرمات بالصهرية) وهي أربع فرق … (والثانية) بنات الزوجة وبنات أولادها وإن سفلن بشرط الدخول بالأم كذا في الحاوي القدسي سواء كانت الابنة في حجره أو لم تكن كذا في شرح الجامع الصغير لقاضي خان (الفتاوى الهندية ۱/۲۷٤)

[૬] ولا يجمع بين المرأة وعمتها أو خالتها أو ابنة أخيها ولا على ابنة أختها لقوله عليه الصلاة والسلام لا تنكح المرأة على عمتها ولا على خالتها ولا على ابنة أخيها أو ابنة أختها وهذا مشهور تجوز الزيادة على الكتاب بمثله ولا يجمع بين امرأتين لو كانت إحداهما رجلا لم يجز له أن يتزوج بالأخرى لأن الجمع بينهما يفضي إلى القطيعة والقرابة المحرمة للنكاح محرمة للقطع ولو كانت المحرمية بينهما بسبب الرضاع يحرم لما روينا من قبل (الهداية ۲/۳٠۸)

[૭] وإن تزوج إحداهما بعد الأخرى جاز نكاح الأولى وفسد نكاح الثانية ولا يفسد نكاح الأولى لفساد نكاح الثانية لأن الجمع حصل بنكاح الثانية فاقتصر الفساد عليه ويفرق بينه وبين الثانية (بدائع الصنائع ۳/٤۳۸)

[૮] وكما لا يجوز للرجل أن يتزوج امرأة في نكاح أختها لا يجوز له أن يتزوجها في عدة أختها وكذلك التزوج بامرأة هي ذات رحم محرم من امرأة تعتد منه (بدائع الصنائع ۳/٤۳۹)

وإذا طلق امرأته طلاقا بائنا أو رجعيا لم يجز له أن يتزوج بأختها حتى تنقضي عدتها (الهداية ۱/۱۸۸)

[૯] وقوله تعالى: وآتيتم إحداهن قنطارا فلا تأخذوا منه شيئا يدل على أن من وهب لامرأته هبة لا يجوز له الرجوع فيها لأنها مما آتاها وعموم اللفظ قد حظر أخذ شيء مما آتاها من غير فرق بين المهر وغيره (أحكام القرآن للجصاص ۲/۱۳۹)

عن أبي حرة الرقاشي عن عمه أن النبي صلى الله عليه وسلم قال لا يحل مال امرئ مسلم إلا عن طيب نفس (سنن الدارقطني، الرقم: ۲۸۸٦)

عن سعيد بن زيد رضي الله عنه قال سمعت النبي صلى الله عليه وسلم يقول من أخذ شبرا من الأرض ظلما فإنه يطوقه يوم القيامة من سبع أرضين (صحيح مسلم، الرقم: ۱٤٠)​

قال: (ولا يرجع أحد الزوجين فيما وهبه للآخر). وذلك لما حدثنا عبد الباقي بن قانع ثنا ابن غنام بالكوفة قال: حدثنا أبو كريب قال: حدثنا مصعب بن المقدام عن خارجة بن مصعب عن أبي الحسين عبد الله بن عمرو بن أمية الضمري عن أبيه قال سمعت رسول الله صلى الله عليه وسلم يقول: من أعطى امرأته عطية، فهي له صدقة. فقال له عمر: لتأتيني بمن يشهد على هذا. فقال: عائشة سمعت هذا، فأرسلوا إلى عائشة، فقالت: صدق. سمعت رسول الله صلى الله عليه وسلم يقول ذلك. فلما لم يصح الرجوع في الصدقة، لم يصح في الهبة الرجوع، إذ كانت بمثابة الصدقة. وإذا لم يصح رجوع الزوج فيما وهبه لامرأته بدلالة السنة، لم يصح في الهبة رجوعها أيضًا فيما تهبه له، لأن أحدًا لم يفرق بينهما. (شرح مختصر الطحاوي للجصاص ٤/۳۳)

لا يجوز التصرف في مال غيره بلا إذنه ولا ولايته (الدر المختار ٦/۲٠٠)

(ويمنع الرجوع فيها) حروف (دمع خزقه) يعني الموانع السبعة الآتية … (والزاي الزوجية وقت الهبة فلو وهب لامرأة ثم نكحها رجع ولو وهب لامرأته لا) كعكسه (الدر المختار ۵/٦۹۹-۷٠٤)

(والزاي الزوجية) أي الزوجية مانعة من الرجوع لأن المقصود فيها الصلة أي الإحسان كما في القرابة (مجمع الأنهر في شرح ملتقى الأبحر ۲/۳٦۲)

Check Also

દુઆની સુન્નતો અને આદાબ – ૫

(૧) દુઆની શરૂઆતમાં, અલ્લાહ તઆલાની હમ્દ-ઓ-સના (પ્રશંસા) કરો અને તે પછી નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ …