عن ابن عمر رضي الله عنهما عن النبي صلى الله عليه وسلم قال: من زار قبري بعد موتي كان كمن زارني في حياتي (المعجم الأوسط، الرقم: ۲۸۷) رواه الطبراني والدارقطني والبيهقي وضعفه كذا في الإتحاف وفي المشكوة برواية البيهقي في الشعب بلفظ: من حج فزار قبري بعد موتي كان كمن زارني في حياتي واستدل به الموفق في المغني على استحباب الزيارة (فضائلِ حج صـ ۱۸٤)
હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર રદિય અલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ-સલ્લમે ઈરશાદ ફરમાવ્યુઃ જે મારી વફાત પછી મારી કબરની ઝિયારત કરે, તે એવો છે જાણેકે તેણે મારા જીંદગીમાં મારી ઝિયારત કરી.
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ-સલ્લમ ની ખુશી
ઈમામ તબરાની રહિમહુલ્લાહ એ પોતાની દુઆની કિતાબમાં બયાન કર્યુ છે કે તેવણને એક વખત ખ્વાબમાં નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની ઝિયારતનો શરફ હાસિલ થયો. નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ-સલ્લમ નો દેખાવ હૂબહૂ તેવો જ હતો જે મુબારક-હદીસો માં વર્ણન કરવામાં આવ્યો છે.
ઈમામ તબરાની રહિમહુલ્લાહ એ આપ સલ્લલ્લાહુ અલયહિ વ-સલ્લમ ને સલામ કર્યુ અને કહ્યુઃ હે અલ્લાહ તઆલાનાં રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ-સલ્લમ! અલ્લાહ તઆલાએ મારા દિલમાં અમૂક કલિમાત નાંખ્યા છે, શું હું તેને આપની સામે અરજ કરૂં? નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ-સલ્લમે ફરમાવ્યુઃ તે કલિમાત શું છે? ઈમામ તબરાની રહિમહુલ્લાહ એ જવાબ આપ્યોઃ
اَللّٰهُمَّ لَكَ الْحَمْدُ بِعَدَدِ مَنْ حَمِدَكَ وَلَكَ الْحَمْدُ بِعَدَدِ مَنْ لَمْ يَحْمَدْكَ وَلَكَ الْحَمْدُ كَمَا تُحِبُّ أَنْ تُحْمَدَ اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ بِعَدَدِ مَنْ صَلَٰى عَلَيْهِ وَصَلِّ عَلٰى مُحَمَّدٍ بِعَدَدِ مَنْ لَمْ يُصَلِّ عَلَيْهِ وَصَلِّ عَلٰى مُحَمَّدٍ كَمَا تُحِبُّ أَنْ يُصَلّٰى عَلَيْهِ
હે અલ્લાહ! આપનાં માટે જ તારીફ (પ્રશંસા) છે તે લોકોની સંખ્યાનાં બકદર જેઓએ આપની તારીફ કરી અને આપના માટે જ તારીફ છે તે લોકોની સંખ્યાનાં બકદર જેઓએ આપની તારીફ નથી કરી અને આપના માટે જ તારીફ છે જેવી રીતે તમો પોતાની તારીફ પસંદ ફરમાવો છો. હે અલ્લાહ! મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ-સલ્લમ) પર દુરૂદ મોકલો તે લોકોની સંખ્યાનાં અનુસાર જેઓએ તેમના પર દુરૂદ મોકલ્યુ અને મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ-સલ્લમ) પર દુરૂદ નાઝિલ ફરમાવો તે લોકોની સંખ્યાનાં અનુસાર જેઓએ તેમના પર દુરૂદ ન મોકલ્યુ અને મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ-સલ્લમ) પર દુરૂદ મોકલો જેવી રીતે તમે એમના પર દુરૂદ મોકલવાનું પસંદ ફરમાવો છો.
અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની હમ્દો-સના (તારીફ) અને દુૃરૂદ-શરીફનાં આ શાનદાર કલિમાતને સાંભળીને નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ-સલ્લમ ઘણાં વધારે ખુશ થયા અને એટલા હસ્યા કે સામેના મુબારક દાંત દેખાતા થઈ ગયા અને તેના દરમિયાન રોશની નજર આવવા લાગી. (અલ-કવલુલ બદી- પેજ નં-૧૩૦)
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની તરફથી ખુશ ખબરી
હજરત મોહમ્મદ ઉતબી (રહ.) ફરમાવે છે કે હું હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની કબર મુબારક પાસે બેસેલો હતો. તે દરમિયાન એક અઅરાબી આવ્યો અને તેણે પોતાનોં ઊંટ મસ્જીદે નબવીનાં દરવાજા પાસે બેસાડી દીઘો. પછી તે કબર મુબારક તરફ અગાળી વધ્યો અને અત્યંત આજીઝી અને મોહબ્બતની સાથે સલાતો સલામ પઢ્યુ અને અલ્લાહ તઆલાથી ઘણાં ખૂબસૂરત અંદાજમાં દુઆ કરી.
પછી તેણે કહ્યુઃ હે અલ્લાહનાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) મારા માં-બાપ તમારા પર કુર્બાન થાય બેશક અલ્લાહ તઆલાએ આપને અંતિમ નબી બનાવ્યા છે અને આપ પર વહી (એટલે કુર્આન મજીદની વહી) નાઝિલ કરી છે. તથા આપ પર એવી અનોખી અને જામેઅ કિતાબ (કુર્આન મજીદ) ઉતારી છે, જેમાં બઘા અંબિયાએ કિરામ અને રસૂલોનાં ઉલૂમ છે. તે કિતાબમાં અલ્લાહ તઆલાનો ઈરશાદ છેઃ
وَ لَوۡ اَنَّہُمۡ اِذۡ ظَّلَمُوۡۤا اَنۡفُسَہُمۡ جَآءُوۡکَ فَاسۡتَغۡفَرُوا اللّٰہَ وَاسۡتَغۡفَرَ لَہُمُ الرَّسُوۡلُ لَوَجَدُوا اللّٰہَ تَوَّابًا رَّحِیۡمًا ﴿۶۴﴾ (سورة النساء: ٦٤)
અને જ્યારે તે લોકોએ પોતાની જાનો પર ઝુલમ કર્યો હતો અગર તેઓ તે વખતે તમારી પાસ આવતે અને અલ્લાહ તઆલાથી મગફિરત માંગતે અને રસૂલ પણ તેઓનાં માટે મગફિરતની દુઆ કરતે તો આ અલ્લાહ તઆલાને ઘણાં માફ કરવા વાળા અને ઘણાં રહમ કરવા વાળા જોતે.
પછી તે અઅરાબીએ કહ્યુ હે અલ્લાહનાં રસૂલ ! હું આ આયતે કરીમાનાં હુકમને પૂરો કરવા માટે આપનાં રોઝા પર હાજર થયો છું. બેશક હું ગુનેહગાર છું. મેં અલ્લાહ તઆલાનાં અહકામોની ખિલાફ વરઝી (વિરોધ) કરી છે. મેં આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી શફાઅતની ભીક માંગતો છું. તમો અલ્લાહ તઆલાથી મારા ગુનાંહોની બખશિશ માંગો. પછી તેણે નીચે લખેલી કવીતા પઢીઃ
يَا خَيْرَ مَنْ دُفِنَتْ بِالْقَاعِ أَعْظُمُهُ ** فَطَابَ مِنْ طِيْبِهِنَّ الْقَاعُ وَالْأَكَمُ
હે જમીનમાં દફન કરવામાં આવેલી સૌથી બેહતરીન હસ્તી, આપની ખુશ્બુથી મૈદાન અને ટીલાઓ ખુશ્બુદાર થઈ ગયા.
نَفْسِيْ الْفِدَاءُ لِقَبْرٍ أَنْتَ سَاكِنُهُ ** فِيْهِ الْعَفَافُ وَفِيْهِ الْجُوْدُ وَالْكَرَمُ
મારી જાન તે કબર પર કુર્બાન થાય, જેમાં આપ રહી રહ્યા છે, તેમાં પાકીઝગી છે અને સખાવત તથા કરમ છે.
પછી તે અઅરાબી ચાલી ગયો. ઈમામ મોહમ્મદ ઉત્બી (રહ.) ફરમાવે છે કે તેનાં જવા બાદ મને ઊંઘ આવી ગઈ. તો મેં સપનાં માં જોયુ કે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) મને કહી રહ્યા છે કે હે ઉત્બી ! જાવો તે અઅરાબીને ખુશખબરી સંભળાવો કે અલ્લાહ તઆલાએ તેનાં ગુનાહોને માફ કરી દીઘા.
يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ
Source: