(૮) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ

\

મય્યિતને કોણ ગુસલ આપશે?

સવાલઃ- મય્યિતને કોણ ગુસલ આપે? મય્યિતનાં પરિવાર વાળા મય્યિતને ગુસલ આપે અથવા બીજા લોકો પણ મય્યિતને ગુસલ આપી શકશે? ઘણી વાર જ્યારે કે મય્યિતનાં ગુસલનાં સમયે અમુક લોકો માત્ર જોવા માટે આવી જાય છે, જ્યારે કે મય્યિતનાં પરિવાર વાળા તેને પસન્દ નથી કરતા, તો શું મય્યિતનાં પરિવાર વાળા તે લોકોને મનાઈ કરી શકે છે?

જવાબઃ- બેહતર આ છે કે મય્યિતનાં પરિવાર વાળા પોતે મય્યિતને ગુસલ આપે, પણ અગર મય્યિતનાં પરિવાર વાળા મૌજૂદ ન હોય અથવા મૌજૂદ હોય, પણ તેઓને બીજા લોકોની મદદ લેવાની જરૂરત હોય, તો બીજા લોકો ગુસલ આપવામાં તેઓની મદદ કરી શકે છે.

અલબત્તા અગર મય્યિતનાં પરિવાર વાળા કોઈની હાજરીથી ખુશ ન હોય, તો તેઓને જોઈએ કે નમ્રતા પૂર્વક અને સારા વ્યવ્હારથી એવા લોકોને કહી દે કે ગુસલ આપતા સમયે માત્ર અમુક લોકો ગુસલ આપશે અને બીજા લોકો હાજર ન રહે. [૧]

ગુસલનાં સમયે મસહ અને ખિલાલ

સવાલઃ- શું ગુસલ આપતા સમયે મય્યિતની દાઢી અને હાથ, પગની આંગળીઓનાં દરમિયાન ખિલાલ કરવુ જોઈએ? એવીજી રીતે શું મય્યિતનું માથુ અને કાનોનું મસહ કરવુ જોઈએે?

જવાબઃ- હાં, મય્યિતને વુઝૂ કરાવતી વખતે વુઝૂનાં દરેક આદાબ તથા સુન્નતોંની રિઆયત કરવી જોઈએ. જેવી રીતે જીવીત માણસ વુઝૂ કરે છે એવી જ રીતે મય્યિતને વુઝૂ કરાવવુ જોઈએ. જીવિત માણસ અને મય્યિતનાં વુઝૂનાં દરમિયાન માત્ર આટલો ફરક છએ કે મય્યિતને જ્યારે વુઝૂ કરાવવામાં આવે, તો તેનાં હાથોને કાંડા સુઘી ઘોવામાં ન આવે અને તેનાં મોં અને નાકમાં પાણી નાંખવામાં ન આવે. તેનાં વગર મય્યિત અને જીવિત માણસનાં વુઝૂનાં દરમિયાન કોઈ બીજો ફરક નથી.[૨]

Source:


 

[૧] قال الشامي : ( خاتمة ) يندب الغسل من غسل الميت ويكره أن يغسله جنب أو حائض إمداد والأول كونه أقرب الناس إليه فإن لم يحسن الغسل ‏فأهل الأمانة والورع وينبغي للغاسل ولمن حضر إذا رأى ما يحب الميت ستره أن يستره ولا يحدث به لأنه غيبة وكذا إذا كان عيبا حادثا بالموت ‏كسواد وجه ونحوه ما لم يكن مشهورا ببدعة فلا بأس بذكره تحذيرا من بدعته وإن رأى من أمارات الخير كوضاءة الوجه والتبسم ونحوه استحب ‏إظهاره لكثرة الترحم عليه والحث على مثل عمله الحسن شرح المنية (رد المحتار ۲/۲٠۲)‏

[૨] ‏(ويوضأ) من يؤمر بالصلاة (بلا مضمضة واستنشاق) للحرج وقيل يفعلان بخرقة وعليه العمل اليوم ولو كان جنبا أو حائضا أو نفساء فعلا اتفاقا ‏تتميما للطهارة كما في إمداد الفتاح مستمدا من شرح المقدسي ويبدأ بوجهه ويمسح رأسه قال الشامي : قوله ( ويوضأ من يؤمر بالصلاة ) خرج ‏الصبي الذي لم يعقل لأنه لم يكن بحيث يصلي‎ ‎قاله الحلواني‎ ‎وهذا التوجيه ليس بقوي إذ يقال إن هذا الوضوء سنة الغسل المفروض للميت لا ‏تعلق لكون الميت بحيث يصلي أو لا كما في المجنون‎ ‎شرح المنية ومقتضاه أنه لا كلام في أن المجنون يوضأ وأن الصبي الذي لا يعقل الصلاة يوضأ ‏أيضا على خلاف ما يقتضيه توجيه الحلواني من أنهما لا يوضئان (رد المحتار ۲/۱۹۵) قال الشامي : قوله ( ولو كان جنبا الخ ) نقل أبو السعود ‏عن شرح الكنز للشلبي أن ما ذكره الخلخالي أي في شرح القدوري من أن الجنب يمضمض ويستنشق غريب مخالف لعامة الكتب اهـ‎ ‎قلت وقال ‏الرملي أيضا في حاشية البحر إطلاق المتون والشروح والفتاوى يشمل من مات جنبا ولم أر من صرح به لكن الإطلاق يدخله والعلة تقتضيه اهـ وما ‏نقله أبو السعود عن الزيلعي من قوله بلا مضمضة واستنشاق ولو جنبا صريح في ذلك لكني لم أره في الزيلعي قوله ( اتفاقا ) لم أجده في الإمداد ‏ولا في شرح المقدسي (رد المحتار ۲/۱۹٦) قال الشامي: قوله ( ويبدأ بوجهه ) أي لا يغسل يديه أولا إلى الرسغين كالجنب لأن الجنب يغسل ‏نفسه بيديه فيحتاج إلى تنظيفهما أولا والميت يغسل بيد الغاسل‎ ‎قوله ( ويمسح رأسه ) أي في الوضوء وهو ظاهر الرواية كالجنب بحر (رد المحتار ‏‏۲/۱۹٦)‏

Check Also

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૭

શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહિમહુલ્લાહ શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહ઼િમહુલ્લાહ સૈયદ …