નિકાહનાં મસાઈલ
નિકાહની સિહ્હત
(૧) નિકાહનાં સહી થવા માટે શરત આ છે કે નિકાહનાં સમયે ઓછામાં ઓછા બે બાલિગ મુસલમાન મરદ ગવાહ મૌજૂદ હોય અથવા એક બાલિગ મુસલમાન મર્દ અને બે બાલિગ મુસલમાન ઔરતો ગવાહ મૌજૂદ હોય, જે દુલ્હા અને દુલહન (અથવા તેવણ બન્નેવનાં વકીલો) નાં ઈજાબો કબૂલનાં શબ્દો સાંભળે.
અગર નિકાહની મજલિસમાં કોઈ ગવાહ મૌજૂદ ન હોય અથવા માત્ર એક ગવાહ મૌજૂદ હોય, તો નિકાહ નહી થશે.
(૨) અગર દુલ્હા અને દુલહન (અથવા બન્નેવનાં વકીલ) અલગ અલગ જગ્યાઓ પર હોય અને તેમનાં માટે એકજ જગ્યા પર જમા થવુ મુશકિલ હોય, તો દુલહનને જોઈએ કે તેવણ કોઈને વકીલ બનાવી દે અને તેને એનાં નિકાહ પઢાવવાની ઈજાઝત આપી દે, જ્યારે વકીલ તેની તરફથી નિકાહ કબૂલ કરી લે, તો દુલહનનાં નિકાહ સહી થઈ જશે.[૫]
(૩) ગુપ્ત નિકાહ પઢાવવુ સુન્નતનાં ખિલાફ છે. આવા પ્રકારનાં નિકાહથી મર્દ તથા ઔરતથી સંબંઘિત લોકોનાં ઝહનોમાં શંકાઓ પૈદા થાય છે.
જ્યારે લોકો મર્દો ઔરતને સાથે જોશે, તો તેમને અજનબી સમજીને તેમનાં પર નાજાઈઝ તાલુક્કાતની બદગુમાની કરશે, એટલા માટે શરીઅતે આવા પ્રકારનાં ગુપ્ત નિકાહની મનાઈ કરી છે.
તથા ગુપ્ત નિકાહ પઢાવવાથી ઘણાં બઘા મસાઈલમાં જટિલતા (પૈચીદગી) પૈદા થઈ શકે છે, કારણકે લોકોને ખબર નથી કે આ મર્દ ઔરત શાદી શુદા (પરિણિત) છે.
નીચે આપેલ મસાઈલમાં જટિલતા (પૈચીદગી) પૈદા થઈ શકે છેઃ
(૧) વારસો
(૨) ઈદ્દત
(૩) બાળકોની વંશાવળી(નસબ)
(૪) બિવીયોનાં દરમિયાન બરાબરી કરવુ (આ સૂરતમાં જ્યારે મર્દની પાસે એકથી વધારે બીવી હોય)
આ બઘા મસાઈલમાં ઘણી બઘી મૂંઝવણો પૈદા થઈ શકે છે.
(૪) અગર છોકરી બાલિગા હોય, તો તેનાં વલીનાં માટે જરૂરી છે કે તે તેનાં નિકાહ કરાવવાથી પેહલા તેનાંથી ઈજાઝત તલબ કરે. વલીથી મુરાદ છોકરીનો બાપ છે. અગર છોકરીનો બાપ ન હોય તો છોકરીનો વલી તે માણસ છે જે તેનાં કામોનો જવાબદાર છે તેનાં કરીબ મહરમ રિશ્તેદારોમાંથી.
(૫) ઈસ્લામની તાલીમ આ છે કે નિકાહનાં મામલામાં છોકરીને જોઈએ કે તે પોતાનાં વાલિદૈનથી મશ્વરો કરે અને નિકાહનો ફેસલો વાલીદૈનનાંજ હાથમાં છોડી દે. આ વાત શર્મો હયાનાં ખિલાફ છે કે છોકરી ખુદ પોતાનાં માટે સાથી શોધે.
સામાન્ય તૌર પર નિકાહનાં મામલામાં વાલિદૈનને બાળકોથી વધારે અનુભવ હોય છે અને તે શાદીથી સંબંઘિત કામોને ખૂબ સારી રીતે સમજે છે, તેથી અગર છોકરીનાં વાલીદૈન આ મામલામાં ફૈસલો કરે, તો વાતની શક્યતા ઘણી ઓછી છે કે આવનારા સમયમાં છોકરીનાં નિકાહમાં મુશ્કેલિઓ અને દુશ્વારિયો પૈદા થશે.
[૧]