بسم الله الرحمن الرحيم
ઈસ્લામમાં ઔરતની ભૂમિકા(કિરદાર)
અલ્લાહ તઆલાએ દુનિયાને સૌથી બેહતરીન શકલમાં પૈદા કરી છે અને તેનો નિઝામ એટલો મજબૂત બનાવ્યો છે કે દુનિયાની દરેક વસ્તુ સંપૂર્ણપણે ક્રમબદ્ધ અંદાજમાં અલ્લાહ તઆલાની મશિય્યત(ઈચ્છા)નાં અનુસાર ચાલી રહી છે. સૂરજ, ચાંદ અને રાત-દિવસનું પરિભ્રમણ આસમાનથી વરસાદનું આવવુ અને મૌસમોની તબદીલી આ બઘી વસ્તુઓ અલ્લાહ તઆલાની બેપનાહ કુદરતની નિશાનિયોં છે.
આમાં કોઈ શક નથી કે અલ્લાહ તઆલા દરેક મખલૂકને એક ખાસ મકસદનાં માટે પૈદા કર્યા છે. અલ્લાહ તઆલાની મખલૂકમાં સૌથી અફઝલ અને બેહતર મખલુક “ઈન્સાન” છે જેને અલ્લાહ તઆલાએ પોતાની ઈબાદત અને પોતાનાં હુકમોને પૂરા કરવા માટે પૈદા કર્યા છે. અને આ મકસની પૂર્તી કરવા માટે મર્દો અને ઔરતોંને અમુક ખાસ કામોથી બાંઘી દીઘા છે અને તેમના કાંઘાઓ પર અમુક ખાસ જીમ્મેદારીયોં રાખી છે જે તેમની તબીઅત અને મિજાઝનાં અનુસાર છે.
ઈસ્લામમાં ઔરતોની ભૂમિકા(કિરદાર) શું છે?
ઈસ્લામમાં ઔરતોની ભૂમિકા(કિરદાર) શું છે? ઈસ્લામમાં ઔરતોને ત્રણ કામોનાં પાબંદ બનાવ્યા છે જે તેમની ભૂમિકા (કિરદાર) છે અને તેમાંજ તેમની કામયાબી(સફળતા) છુપાયેલી છેઃ
(૧) અલ્લાહ તઆલા અને તેમનાં રસૂલની ઈતાઅત તથા ફરમાંબરદારી કરવુ.
(૨) ઘરની ચાર દિવાલોમાં રેહવુ અને અજનબિયોથી પરદો કરવુ.
(૩) શૌહરનાં અઘિકારોની અદાયગી કરવુ અને તેની ફરમાંબરદારી કરવુ.
હદીષ શરીફમાં આવ્યુ છે કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે ઔરત પાંચ વખતની નમાઝ પઢશે, રમઝાનનાં રોઝા રાખશ, પોતાની શર્મગાહની હિફાઝત કરશે અને પોતાનાં શૌહરની ઈતાઅત કરશે, તો કયામતનાં દિવસે તેને કેહવામાં આવશે કે તમો જન્નતનાં જે દરવાજાથી દાખલ થવા ચાહો, દાખલ થઈ જાવો.” (મજમઉજ ઝવાઈદ)
અલ્લાહ તઆલાની ઈતાઅત
દરેક ઔરત પર લાઝિમ છે કે દરેક સમયે અલ્લાહ તઆલાની ઈતાઅત અને ફરમાં બરદારીમાં રહે અને અલ્લાહ તઆલાની રઝામંદી અને ખુશનુદીને દરેક કામોં પર પ્રાથમિકતા આપે, એવીજ રીતે તેને આ વાતનો કામિલ યકીન હોવુ જોઈએ કે અલ્લાહ તઆલાજ તેનાં ખાલિક તથા રાઝિક છે અને તેજ તેને દુનિયા અને આખિરતમાં કામયાબી(સફળતા) અને ખુશી અતા કરવાનાં છે. તેથી તમામ મામલાત માં તેને જોઈએ કે તે અલ્લાહ તઆલાનાં હુકમને સૌથી ઊપર રાખે અને દરેક તે અમલ થી બચે જેમાં અલ્લાહ તઆલાની નાફરમાની થતી હોય અને જેનાંથી અલ્લાહ તઆલા નારાજ થતા હોય. કારણકે હદીષ શરીફમાં વારિદ છે કેઃ
لا طاعة لمخلوق في معصية الخالق
અલ્લાહ તઆલાની નાફરમાની માં મખલુકે ઝર્રા બરાબર ઈતાઅત નહી કરવી જોઈએ. (મુસન્નફ ઈબ્ને અબી શૈબા)
ઘરની ચાર દિવાલોમાં રેહવુ અને અજનબિયોથી પરદો
ઔરતનું અલ્લાહ તઆલાનાં નજદીક મકબૂલો મહબૂબ બનવા માટે અને દુનિયા અને આખિરતમાં કામયાબ થવા માટે તેને જોઈએ કે તે પોતાનાં ઘરમાં રહે અને જરૂરતનાં વગર ઘરથી બહાર ન નિકળે. કુર્આને કરીમમાં અલ્લાહ તઆલાએ અઝવાજે મુતહ્હરાત અને ઉમ્મતે મોહમ્મદિયાની ઔરતોને સંબોઘિને ઈરશાદ ફરમાવ્યુ છેઃ
وَقَرْنَ فِى بُيُوْتِكُنَّ وَلَا تَبَرَّجْنَ تَبَرُّجَ الْجٰهِلِيَّةِ الْأُولٰى (سورة الأحزاب: ٣٣)
અને પોતાનાં ઘરોમાં શાંતીથી રહો અને જાહિલિય્યતનાં જમાનાની ઔરતોની જેમ પોતાને દેખાડતી ન ફરો.
અને આપણાં આકા (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું ફરમાન છેઃ બેશક ઔરતે અજનબી લોકોની નજરોથી છુપાઈને રેહવુ જોઈએ. જ્યારે ઔરત પોતાનાં ઘરથી નિકળે છે. તો શૈતાન તેને ઝાંકીને જોય છે. (મુસ્નદે બજ્જાર)
ઈમામ શાફિઈ (રહ.) ફરમાવે છે કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં મુબારક જમાનામાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની અજવાઝે મુતહ્હરાત, આપ ની છોકરીઓ અને આપની બીજી મહરમ ઔરતો જુમ્આ અથવા જમાઅતની નમાઝમાં શિરકત નહી કરતી હતી. તેની વજહ આ છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઔરતોને ઘરોમાં નમાઝ પઢવાનો હુકમ ફરમાવ્યો. (ઈખ્તિલાફુલ હદીષ)
સહાબિયાત (રદિ.) ની આદતે શરીફા હતી કે જ્યારે તે કોઈ જરૂરતનાં કારણે પોતાનાં ઘરોથી નિકળતી હતી, તો પોતાનાં શરીરને સંપૂર્ણપણે ઘાંકી લેતી હતી અને મરદોની સાથે બિલકુલ નહી મળતી હતી. અહિંયા સુઘી કે તવાફમાં પણ ઔરતોનું મરદોની સાથે ભેળસેળ ન થતી હતી. ઈમામ બુખારી (રહ.) પોતાની સહીહ બુખારીમાં નકલ કરે છે કે જ્યારે ઔરતોં તવાફ કરતી હતી, તો ઔરતોં કિનારા પર ચાલતી હતી અને મર્દોથી કદાપી નહી મળતી હતી.
શૌહરની ઈતાઅત અને તેનાં અધિકારોની અદાયગી
હઝરત અસ્મા બિન્તે યઝીદ અન્સારીયા નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ખિદમતમાં હાજર થઈ જ્યારે કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) સહાબએ કિરામ (રદિ.) ની સાથે બેસેલા હતા. તેવણે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને સંબોધીને અરજ કર્યુઃ
હે અલ્લાહનાં રસૂલ ! અમે ઔરતો ઘરની ચાર દીવારીમાં રહે છે અને અજનબિયોની નજરોથી પોતાને બચાવે છે, અમે પોતાનાં શૌહરની ખ્વાહિશાતને પૂરી કરે છે અને તેમનાં બાળકોને જન્મે છે. મર્દોને અમારા પર આ ફઝીલત આપવામાં આવી છે કે તેઓ જુમ્આ અને જમાઅતમાં શરીક થાય છે, જ્યારે કે અમે અમારા ઘરોમાં નમાઝ પઢીએ છીએ. મરદ બીમારોની ઈયાદત કરે છે, જનાઝાની નમાઝ પઢે છે, હજ કરવા જાય છે અને સૌથી વધીને આ કે જીહાદ કરે છે. જ્યારે મર્દ હજ્જ અથવા ઉમરાનાં માટે જાય છે અથવા રિબાતનાં માટે (ઈસ્લામી સરહદોની રક્ષા કરવા માટે) જાય છે, તો આ બઘી સૂરતોમાં અમે ઘરમાં બેસીને તેમનાં માલની હિફાઝત કરે છે, તેમનાં કપડા સીવે છે, તેમની ઔલાદને પાલે છે, તો હે અલ્લાહનાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) શું અમને પોતાનાં શૌહરોનાં સવાબમાંથી કોઈ હિસ્સો મળશે યા નહી?
રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને એમનાં સવાલથી ઘણી ખુશી થઈ અને એમને ફરમાવ્યુ કે અગર ઔરત પોતાનાં શૌહરને સારા અખલાક(વ્યવ્હાર) બતાવે અને શૌહરની મરજી પર ચાલે છે અને જે નેક કામ શૌહર કરે છે તેને સાથ આપે છે અને તેની મદદ કરે છે તો મરદને જેટલો સવાબ મળે છે તેટલોજ સવાબ તેની બીવીને પણ મળે છે. (શોઅબુલ ઈમાન)
આ વાકિયાથી ખબર પડે છે કે મુસલમાન ઔરતો માટે દીની એઅતેબારથી તરક્કી અને આખિરતમાં બેપનાહ અજરો ષવાબની પ્રાપ્તિ માટે ઘણાં બઘા મોકાવો છે. પણ તેમણે આ દૌલત માત્ર તેજ સૂરતમાં મળશે જ્યારે કે તે પોતાનો ભૂમીકા (કિરદાર) ને અદા કરે જેને અલ્લાહ તઆલાએ તેનાં માટે પસંદ કર્યુ છે અને તે અલ્લાહ તઆલાનાં ફેસલા પર રાજી રહે.
અને અલ્લાહ તઆલા અમને બઘાને નેક અમલ કરવાની તૌફીક અતા ફરમાવે.
Source: http://ihyaauddeen.co.za/?p=17267