(૧) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ

મય્યિતનાં ઘરે ખાવાનું ખાવુ

સવાલઃ જ્યારે કોઈનો ઈન્તેકાલ થઈ જાય, તો ઘણી જગ્યાઓ પર આ રસમ છે કે મય્યિતનાં ઘરવાળા ખાવાનું તય્યાર કરાવીને સ્થાનિય લોકોને ખવડાવે છે, તો શું સ્થાનિય લોકો(વસ્તીવાળાઓ) નાં માટે મય્યિતનાં ઘરે ખાવાનું ખાવુ જાઈઝ છે?

જવાબઃ સ્થાનિય લોકો(વસ્તીવાળાઓ)નાં માટે મય્યિતનાં ઘરમાં તય્યાર કરેલુ ખાવાનું ખાવુ બિદઅત છે અને નાજાઈઝ છે. લોકોને આ રસમથી બચવુ જોઈએ. નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પોતાની મુબારક હદીષોમાં ઉમ્મતને તાલીમ આપી છે કે જ્યારે કોઈનો ઈન્તેકાલ થઈ જાય, તો પડોશીઓ અને મહોલ્લા વાળાઓને જોઈએ કે મય્યિતનાં ઘરવાળાઓને દિલાસો આપે અને આ મુસીબતની ઘડીમાં તેમની મદદ કરેં. તેઓને જોઈએ કે ઘરવાળાઓ માટે ખાવાનું તય્યાર કરીને મોકલવુ જોઈએ. સ્થાનિય લોકો મય્યિતનાં ઘરવાળાઓથી આ અપેક્ષા રાખવી કે તેઓ અમને ખવડાવે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની મુબારક તાલીમાત (શિક્ષાઓ)નાં વિરૂદ્ધ છે.

વધુમાં આ કે ઘણી વખત એવુ થાય છે કે મય્યિતનાં ઘરવાળા લોકોને ખવડાવવા માટે મય્યિતનાં વારસદારોનાં માલ ઉપયોગ કરે છે. જ્યારે કે વારસદારોમાં નાબાલિગ બચ્ચાવો પણ હોય છે અને શરીઅતમાં આવા મકદસ માટે નાબાલિગ બચ્ચાવોનાં માલ ઉપયોગ કરવુ જાઈઝ નથી. અહિંયા સુઘી કે અગર નાબાલિગ બચ્ચુ ઈજાઝત પણ આપે જાઈઝ નહી થશે. કારણકે શરીઅતમાં નાબાલિગ બચ્ચાવોની ઈજાઝત વિશ્વસનીય નથી. [૪]

Source: http://muftionline.co.za/node/1901


 

[૧] عن عائشة رضي الله عنها ، قالت : قال رسول الله صلى الله عليه وسلم : من أحدث في أمرنا هذا ما ليس منه فهو رد (مشكاة المصابيح ص۲۷)

قوله ( وباتخاذ طعام لهم ) قال في الفتح ويستحب لجيران أهل الميت والأقرباء الأباعد تهيئة طعام لهم يشبعهم يومهم وليلتهم لقوله اصنعوا لآل جعفر طعاما فقد جاءهم ما يشغلهم حسنه الترمذي وصحح الحاكم ولأنه بر ومعروف ويلح عليهم في الأكل لأن الحزن يمنعهم من ذلك فيضعفون اه مطلب في كراهة الضيافة من أهل الميت  وقال أيضا ويكره اتخاذ الضيافة من الطعام من أهل الميت لأنه شرع في السرور لا في الشرور وهي بدعة مستقبحة وروى الإمام أحمد وابن ماجه بإسناد صحيح عن جرير بن عبد الله قال كنا نعد الاجتماع إلى أهل الميت وصنعهم الطعام من النياحة اه وفي البزازية ويكره اتخاذ الطعام في اليوم الأول والثالث وبعد الأسبوع ونقل الطعام إلى القبر في المواسم واتخاذ الدعوة لقراءة القرآن وجمع الصلحاء والقراء للختم أو لقراءة سورة الأنعام أو الإخلاص والحاصل أن اتخاذ الطعام عند قراءة القرآن لأجل الأكل يكره وفيها من كتاب الاستحسان وإن اتخذ طعاما للفقراء كان حسنا اه وأطال في ذلك المعراج وقال وهذه الأفعال كلها للسمعة والرياء فيحترز عنها لأنهم لا يريدون بها وجه الله تعالى اه وبحث هنا في شرح المنية بمعارضة حديث جرير المار بحديث آخر فيه أنه عليه الصلاة والسلام دعته امرأة رجل ميت لما رجع من دفنه فجاء وجيء بالطعام أقول وفيه نظر فإنه واقعة حال لا عموم لها مع احتمال سبب خاص فخلاف ما في حديث جرير على أنه بحث في المنقول في مذهبنا ومذهب غيرنا كالشافعية والحنابلة استدلالا بحديث جرير المذكور على الكراهة ولا سيما إذا كان في الورثة صغار أو غائب مع قطع النظر عما يحصل عند ذلك غالبا من المنكرات الكثيرة كإيقاد الشموع والقناديل التي لا توجد في الأفراح وكدق الطبول والغناء بالأصوات الحسان واجتماع النساء والمردان وأخذ الأجرة على الذكر وقراءة القرآن وغير ذلك مما هو مشاهد في هذه الأزمان وما كان كذلك فلا شك في حرمته وبطلان الوصية به ولا حول ولا قوة إلا بالله العلي العظيم قوله ( وبالجلوس لها ) أي للتعزية واستعمال لا بأس هنا على حقيقته لأنه خلاف الأولى كما صرح به في شرح المنية وفي الأحكام عن خزانة الفتاوى الجلوس في المصيبة ثلاثة أيام للرجال جاءت الرخصة فيه ولا تجلس النساء قطعا اه قوله ( في غير مسجد ) أما فيه فيكره كما في البحر عن المجتبى وجزم به في شرح المنية والفتح لكن في الظهيرية لا بأس به لأهل الميت في البيت أو المسجد والناس يأتونهم ويعزونهم اه قلت وما في البحر من أنه جلس لما قتل جعفر وزيد بن حارثة والناس يأتون ويعزونه اه يجاب عنه بأن جلوسه لم يكن مقصودا للتعزية وفي الإمداد وقال كثير من متأخري أئمتنا يكره الاجتماع عند صاحب البيت ويكره له الجلوس في بيته حتى يأتي إليه من يعزي بل إذا فرغ ورجع الناس من الدفن فليتفرقوا ويشتغل الناس بأمورهم وصاحب البيت بأمره اه (رد المحتار ۲/۲٤٠)

فتاوى محمودية( ۱۳/۳۸۵)

Check Also

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૭

શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહિમહુલ્લાહ શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહ઼િમહુલ્લાહ સૈયદ …