જુમ્આનાં દિવસે અસરની નમાઝ બાદ એંસી વખત દુરૂદ શરીફ પઢવાથી એંસી વર્ષનાં ગુનાહોની બખ્શીશ

عن سهل بن عبد الله رضي الله عنه قال: من قال في يوم الجمعة بعد العصر: اللهم صل على محمد النبي الأمي وعلى آله وسلم ثمانين مرة غفرت له ذنوب ثمانين عاماً (أخرجه ابن بشكوال وقد تقدم قريباً في حديث أبي هريرة معناه كما في القول البديع صـ 400)

હઝરત સહલ બિન અબ્દુલ્લાહ (રદિ.) નો ઈરશાદ છે કે જે વ્યક્તિ જુમ્આનાં દિવસે અસરની નમાઝ પછી એંસી વખત (નીચે લખેલુ દુરૂદ) પઢશે, તેનાં એંસી વર્ષનાં ગુનાંહોને બખ્શી દેવામાં આવશેઃ

اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ النَّبِيِّ الْأُمِّيِّ وَعَلٰى آلِهِ وَسَلِّمْ

“હે અલ્લાહ ! નબીએ ઉમ્મી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અને તેમની આલો ઔલાદ પર દુરૂદો સલામ મોકલો.”

હઝરત સય્યિદ અહમદ રિફાઈ (રહ.) નો વાકિયો

સય્યિદ અહમદ રિફાઈ (રહ.) મશહૂર બુઝુર્ગોમાંથી છે. તેમનો કિસ્સો મશહૂર છે કે જ્યારે સન ૫૫૫ હિજરીમાં હજ્જથી ફારિગ થઈને ઝિયારતનાં માટે હાજર થયા અને કબરે અતહરનાં સામે ઊભા થયા તો આ બે શેઅ્રર (કાવ્ય પંક્તિ) પઢીઃ

في حالة البعد روحي كنت أُرسلها   تُقبل الأرض عني فهي نائبتي

وهذه نوبة الأشباح قد حضرت   فامدد يمينك كي تَحْظٰى بها شفتي

તર્જુમોઃ દૂરીની હાલતમાં પોતાની રૂહને ખિદમતે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)માં મોકલ્યા કરતો હતો, તે મારી નાઈબ બનીને આસ્તાનાં મુબારકને ચૂમતી હતી, હવે શારીરિક રીતે શરીરની હાજરીની વારી આવી છે પોતાનો હાથ મુબારક અર્પણ કરજો, જેથી કરીને કે મારાં હોંઠ તેને ચૂમે.

તેનાં પર કબર શરીફથી હાથ મુબારક નિકળ્યો અને તેવણે તેને ચૂમ્યો. કેહવામાં આવે છે કે તે સમયે અંદાજે નેંવુ હજાર (૯૦,૦૦૦) ની ભીડ મસ્જીદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) માં હતી, જેઓએ આ વાકિયાને જોયુ અને હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં હાથ મુબારકની ઝિયારત કરી, જેમાં હઝરત મહબૂબે સુબ્હાની કુતુબે રબ્બાની શૈખ અબ્દુલ કાદિર જીલાની (રહ.) નું નામ નામી પણ ઝિકર કરવામાં આવે છે. (અલહાવી લિસ્સુયૂતી ૨/૩૧૪, ફઝાઈલે હજ્જ માંથી જે શૈખુલ હદીષ મૌલાનાં મોહમંદ ઝકરિય્યા કાંધલવી રહ. લખી છે).

يَا رَبِّ صَلِّ وَ سَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source:

Check Also

અલ્લાહના મેસેન્જર (અલ્લાહના આશીર્વાદ) ને દુરુદ શરીફ વિશે ફરિશ્તાઓ દ્વારા જાણ કરવામાં આવી હતી

عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم من …