પ્રેમનો બગીચો (ચવ્વુદમું પ્રકરણ)‎

بسم الله الرحمن الرحيم

જીવનની હકીકી ખુશી અને કલબી સુકૂનનો રાઝ

હઝરત અબ્દુલ્લાહ બિન મરઝૂક (રહ.) એક મુત્તકી અને નેક બંદા હતા અને પોતાનાં જમાનાનાં અવલિયામાંથી હતા. તેઓ હઝરત સુફિયાન બિન ઉયયના અને હઝરત ફુઝૈલ બિન ઈયાઝ (રહ.) જેવા જલીલુલ કદર મુહદ્દિષીનનાં સમકાલીનમાંથી હતા. તેમની જીદગીનો શરૂઆતી દૌર એવો ગુજર્યો હતો કે તેઓ દીનથી દૂર હતા અને આખિરતથી ગાફિલ હતા. પણ અલ્લાહ તઆલાએ તેમને સાચી પાકી તૌબા અને જીદગી બદલવાની તૌફીક અતા ફરમાવી.

તેમની તૌબાનો વાકિયો એમ છે કે તેઓ એક દિવસ શરાબ પીવા અને સંગીત સાંભળવામાં એવી રીતે મસ્ત હતા કે તેમની ઝોહર, અસર અને મગરીબની નમાઝ કઝા થઈ ગઈ, તેમ છતા કે તેમની બાંદીએ એમને દરેક નમાઝનાં સમય પર મુતનબ્બેહ કરાવતી હતી (ધ્યાન અપાવતી હતી).

અંતે જ્યારે ઈશાનો સમય પસાર થઈ ગયો અને રાત ખતમ થઈ ગઈ, તો બાંદએ એક આગનો અંગારો લઈને આવી અને એમના પગ પર મુકી દીઘો. જ્યારે ધમધમતો અંગારો એમના પગને લાગ્યો, તો પીડાથી ચીસ પાડીને કહ્યુઃ આ શું છે? બાંદીએ જવાબ આપ્યોઃ આ દુનિયાની આગનો અંગારો છે, જ્યારે તમો દુનિયાની આ આગને સહન નથી કરી શકતા, તો આખિરતની આગને કેવી રીતે સહન કરી શકશો? બાંદીની આ નસીહત સાંભળી અબ્દુલ્લાહ બિન મરઝૂક (રહ.) ભાનમાં આવ્યા અને જોર જોરથી રડવા લાગ્યા પછી નમાઝનાં માટે ઉભા થઈ ગયા. બાંદીની વાત તેમનાં દિલમાં અસર કરી ગઈ હતી, તેથી આ વાકિયા બાદ તેમની જીંદગી બદલાઈ ગઈ અને તેમણે બઘા ગુનાહોંથી સાચી પાકી તૌબા કરી અને પોતાની જીંદગીભર ની છૂટેલી નમાઝોની કઝા કરવા લાગ્યા, તથા શરીઅતનાં મુતાબિક જીવન પસાર કરવા લાગ્યા અને પોતાનો માલ અલ્લાહ તઆલાનાં રસ્તામાં સદકો કરી દીઘો અને સાદગીની સાથે જીંદગી પસાર કરવા લાગ્યા.

એક વખત હઝરત સુફિયાન બિન ઉયયના અને ફુઝૈલ બિન ઈયાઝ (રહ.) તેમની ખિદમતમાં હાજર થયા, તો જોયુ કે અબ્દુલ્લાહ બિન મરઝૂક (રહ.) ઘણી સાદગીથી જીંદગી બસર કરી રહ્યા છે, જે સુન્નતનાં મુતાબિક હતુ. તો હઝરત સુફિયાન બિન ઉયયના (રહ.) એમને કહ્યુ કે હદીષમાં વારિદ છે કે જે પણ માણસ અલ્લાહ તઆલાનાં માટે કોઈ વસ્તુ છોડી દે છે, તો અલ્લાહ તઆલા તેને તેનાંથી સારો બદલો અતા ફરમાવે છે. તો આપે પોતાની પાછલી જીંદગીને બદલી દીઘી, તો અલ્લાહ તઆલાની તરફથી આપને શું બદલો મળ્યો? હઝરત અબ્દુલ્લાહ બિન મરઝૂક (રહ.) જવાબ આપ્યોઃ અલ્લાહ તઆલાએ મને હકીકી ખુશી અને કનાઅત (સંતુષ્ટી)ની નેઅમત આપી છે. (કિતાબુત્ત તવ્વાબીન ઈબ્ને કુદામા, પેજ નંઃ૧૨૨)

આજકાલ દેરક માણસ દિલી ચૈનો સુકૂન અને ખુશીના મુતમન્ની (ચાહનારા) છે અને વિવિધ વસ્તુઓનાં ઝરીએ સુકૂનો ઈત્મિનાન (શાંતિ અને સંતોષ) હાસિલ કરી રહ્યા છે. અમુક લોકો દુનયવી ઝૈબો ઝીનત, આલીશાન મકાન અને શાનદાર ગાડી વગૈરહમાં ચૈનો સુકૂન (શાંતિ અને સંતોષ) શોઘી રહ્યા છે અને કેટલાક લોકો સુકૂનો ઈત્મિનાન (શાંતિ અને સંતોષ) ની શોઘમાં રમતની જગ્યાવો, હરવા-ફરવાની જગ્યાવોને શોઘી રહ્યા છે. પણ અલ્લાહ તઆલાએ સાફ રીતે ફરમાવી દીઘુ છે કે હકીકી (સાચી) ખુશી અને દિલી ઈત્મિનાન અને સુકૂન (શાંતિ અને સંતોષ) માત્ર અલ્લાહ તઆલાની મોહબ્બત અને યાદ માં છે એટલે હકીકી ઈત્મિનાન તથા સુકૂન (શાંતિ અને સંતોષ) તેેજ બંદાને હાસિલ થઈ શકે છે, જેનાં દિલમાં અલ્લાહ તઆલાની મોહબ્બત હોય અને તે અલ્લાહ તઆલાની યાદ કરતો હોય.અલ્લાહ તઆલાનો ઈરશાદ છેઃ

اَلَا بِذِکۡرِ اللّٰہِ تَطۡمَئِنُّ الۡقُلُوۡبُ

ખૂબ સાંભળી લો કે અલ્લાહ તઆલાનાં ઝિકરથીજ દિલોને ઈત્મિનાન નસીબ થાય છે. (સુરતુર રઅદ)

અગર આપણે ઈન્સાનનાં શરીરને જોઈએ તો આપણને તેમાં બે પેહલુ (બાજુ) દેખાશેઃ એક ઝાહિરી અને બીજુ બાતિની. ઝાહિરીથી મુરાદ શરીરનો ઝાહિરી હિસ્સો છે અને બાતિનીથી મુરાદ શરીરનો અંદરનો હિસ્સો છે, જેમાં તેની રૂહ સંતાયેલી હોય છે.

ઈન્સાનનાં ઝાહિરી શરીરને અલ્લાહ તઆલાએ મંટોડીથી પૈદા કર્યુ છે, એટલા માટે શરીરનો ઝાહિરી હિસ્સો પોતાનાં વજૂદ તથા બકા (બાકી રાખવા) માટે દુનયવી વસ્તુઓઃ ખાવા, પીવા, કપડા, મકાન, અને સવારી વગૈરહની મોહતાજ છે અને ઈન્સાનનું બાતિની શરીર (રૂહ) ને અલ્લાહ તઆલાએ મંટોડીથી પૈદા નથી કરી, બલકે તેને આસમાનમાં પૈદા કર્યુ છે. એટલા માટે તેના વુજૂદ તથા બકાનો દારોમદાર આસમાની વસ્તુઓ પર છે અને આસમાની વસ્તુઓથી મુરાદ શરીઅતનાં અહકામ છે એટલે નમાઝ, રોઝા અને ઝકાત વગૈરહ છે. આજ વસ્તુઓ રૂહનો ખોરાક છે.

જ્યારે બંદો નમાઝ પઢે છે, રોઝો રાખે છે, ઝકાત આપે છે, કુર્આને કરીમની તિલાવત કરે છે અને બીજી ઈબાદતો કરે છે, તો તેની રૂહને ખોરાક પ્રાપ્ત થાય છે, તો તેની રૂહ શરીઅતનાં નૂરથી મુનવ્વર થઈ જાય છે અને કનાઅત (સંતુષ્ટી)  હાસિલ થાય છે, જ્યારે તે ગુનાહોંને કરે છેઃ હરામ વસ્તુઓ જુવે છે, ચોરી કરે છે, હરામ માલ ખાય છે, ઝિના કરે છે, ઝુલમ કરે છે, જુગાર રમે છે અને એવીજ રીતે બીજા ગુનાહોમાં સંડોવાય છે, તો તેનાં દિલથી ઈમાનની રોશની નિકળી જાય છે અને તેનાં દિલ પર ગુનાહોની તારીકી છવાઈ જાય છે, તો તે પોતાની જીંદગીમાં ગુંગળામણ અને તંગી મહસૂસ કરે છે અને દિલી ઈત્મિનાન અને સુકૂન તથા ખુશીથી મહરૂમ જઈ જાય છે.

હકીમુલ ઉમ્મત હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ.) એક મોટી કિમતી વાત લખી છે જેનો ખુલાસો આ છે કે હકીકી ખુશીનો દારોમદાર ઈન્સાનનું ઘણું બઘુ માલદાર હોવા પર નથી, બલકે હકીકી ખુશીનો દારોમદાર કનાઅત (સંતુષ્ટી) તથા ઈત્મિનાન પર છે અને આ દૌલત તેજ વ્યક્તિને હાસિલ થાય છે જે શરીઅતનાં અહકામ પર અમલ કરે છે અને અલ્લાહ તઆલાથી પોતાનો રિશ્તો મજબૂત કરે છે.

જ્યારે ઈન્સાન શરીઅતનાં મુતાબિક જીવન પસાર કરે છે, તો તેને સાચી ખુશી અને મસર્રત હાસિલ થાય છે, અગરજો તેની પાસે માલો દૌલત વધારે ન હોય અને અગર તે શરીઅતનાં મુતાબિક જીંદગીન પસાર કરે, તો તેને સાચી ખુશી કદાપી હાસિલ નથી થતી, અગરજો તેની પાસે બેપનાહ માલો દૌલત હોય.  (મલફૂઝાતે હકીમુલ ઉમ્મત, ભાગ નં-૨૩. પાના નં-૮૮-૮૯)

અલ્લાહ તઆલા આપણને પોતાની મરઝિય્યાત પર ચલાવે અને સાચી ખુશી નસીબ ફરમાવે.

Source: http://ihyaauddeen.co.za/?p=17185


Check Also

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૭

શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહિમહુલ્લાહ શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહ઼િમહુલ્લાહ સૈયદ …