ફર્ઝ નમાઝ પછી દુરૂદ-શરીફ

عن أبي أمامة عن النبي صلى الله عليه وسلم قال: من دعا بهؤلاء الدعوات في دبر كل صلاة مكتوبة حلت له ‏الشفاعة مني يوم القيامة اللهم أعط محمدا الوسيلة واجعله في المصطفين محبته، وفي العالين درجته وفي المقربين ‏داره (المعجم الكبير للطبراني، الرقم: ۷۹۲٦، وفيه مطرح بن يزيد وهو ضعيف كما في مجمع الزوائد، الرقم: ۱٦۹۸۱، وقد تحرفت كلمة العالين إلى العالمين في ‏المعجم الكبير ومجمع الزوائد كما نبه عليه الشيخ محمد عوامة في حاشيته على القول البديع صـ ۳٦۳)‏

હઝરત અબૂ-ઉમામહ રઝ઼િયલ્લાહુ ‘અન્હૂ થી રિવાયત છે કે નબી-એ-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમે ઈર્શાદ ફરમાવ્યું કે જે માણસ દરેક ફર્ઝ નમાઝ પછી (નિમ્નલિખિત) શબ્દો થી દુઆ કરશે, તે કયામતના દિવસે મારી શફાઅતનો હકદાર થશેઃ

اَللّٰهُمَّ أَعْطِ مُحَمَّدًا الْوَسِيْلَةَ وَاجْعَلْهُ فِيْ الْمُصْطَفَيْنَ مَحَبَّتَهُ وَفِيْ الْعَالِيْنَ دَرَجَتَهُ وَفِيْ الْمُقَرَّبِيْنَ دَارَهُ

હે અલ્લાહ! મુહ઼મ્મદ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમ ને (મુકામે) વસીલા અર્પણ ફરમાવજો અને બરગુઝીદા (પસંદીદા) લોકોના દિલોમાં તેમની મુહબ્બત નાંખી દો અને બુલંદ મરતબા લોકોમાં તેમને શામિલ ફરમાવો અને મુકર્રબ બંદાઓની સાથે તેમને ઠેકાણું અતા કરજો.

હઝરત અનસ બિન-નઝ઼ર રઝ઼િયલ્લાહુ ‘અન્હુના દિલમાં રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમની મોહબ્બત અને ગઝવ-એ-ઉહુદમાં તેમની શહાદત

ગઝવ-એ-ઉહુદમાં જ્યારે મુસલમાન હાર તરફ જઈ રહ્યા હતા, તો તે દરમિયાન આ ખબર ફરવા લાગી કે હઝરત રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમને શહીદ કરી દેવામાં આવ્યા છે. આ ખબર સાંભળીને ઘણાં બઘા સહાબા-એ-કીરામ રઝ઼િયલ્લાહુ ‘અન્હુમના દિલો પર માયૂસી છવાઈ ગઈ અને તેઓ ઘણાં ગમગીન થઈ ગયા.

હઝરત અનસ બિન-નઝ઼ર રઝ઼િયલ્લાહુ ‘અન્હૂ એ હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ ‘અન્હૂ અને હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ ‘અન્હૂ ને સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અન્હુમની એક જમાઅતની સાથે ઘણાં ગમગીન, દુઃખમાં અને માયૂસીના આલમમાં જોયા, તો તેમણે તેઓને સવાલ કર્યો કે આખિરકાર તમે બઘા રંજીદા અને માયૂસ કેમ દેખાઈ રહ્યા છો? સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ ‘અન્હુમે જવાબ આપ્યોઃ રસૂલે-ખુદા સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમને શહીદ કરી દેવામાં આવ્યા છે.

તરતજ હઝરત અનસ બિન-નઝ઼ર રઝ઼િયલ્લાહુ ‘અન્હુની ચીખ નીકળી ગઈ. અને કહ્યું: એમના પછી કોને જીવતા રેહવાનુ પસંદ છે? આઓ, આપણે પોતાની તલવારોને લઈને આગળ વધીએ અને આપણા મહબૂબ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમની સાથે જઈ મળીયે. ત્યાર પછી તેમણે તરતજ પોતાની તલવાર લીઘી અને દુશ્મનોની સફોમાં કુદી પડ્યા અને ઘણી બહાદુરીની સાથે લડતા રહ્યા અહીંયા સુઘી કે શહીદ થઈ ગયા.

હઝરત અનસ બિન-નઝ઼ર રઝ઼િયલ્લાહુ ‘અન્હુના દિલમાં રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમની એટલી બઘી મોહબ્બત હતી કે તેમણે પોતાને રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમ વગર આ દુનિયામાં રહેવાને લાયક ન સમજ્યા.

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source:

Check Also

હજરત અબ્દુલ્લાહ બિન મસઊદ (રદિ.) નો વિશેષ દુરૂદ

‎‎عن عبد الله بن مسعود رضي الله عنه قال: إذا صليتم على رسول الله صلى …