મર્દોની નમાઝ
મુસલમાનોં નાં જીવનમાં નમાઝની જે મહાન મહત્તવતા છે, તેને નિવેદનની જરૂરત નથી. નમાઝની મહત્તવતા અને મહાનતાનાં માટે બસ આટલુજ કાફી છે કે કયામતનાં દિવસે સૌથી પેહલા જે અમલનાં વિષે સવાલ થશે તે નમાઝ છે.
હઝરત રસૂલે ખુદા (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ છેઃ
إن أول ما يحاسب الناس به يوم القيامة من أعمالهم الصلاة قال يقول ربنا جل وعز لملائكته وهو أعلم انظروا في صلاة عبدي أتمها أم نقصها فإن كانت تامة كتبت له تامة وإن كان انتقص منها شيئا قال انظروا هل لعبدي من تطوع فإن كان له تطوع قال أتموا لعبدي فريضته من تطوعه ثم تؤخذ الأعمال على ذاكم (سنن أبي داود، الرقم: ۸٦٤)[૧]
બેશક કયામતનાં દિવસે લોકોથી તેમનાં આમાલમાંથી સૌથી પેહલા નમાઝનાં વિષે પૂછવામાં આવશે અને હિસાબ કરવામાં આવશે. રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે અમારો પરવરદિગાર પોતાનાં ફરિશ્તાઓને ફરમાવશે (જ્યારે કે તેને સારી રીતે દરેક વસ્તુ ખબર છે) કે મારા બંદાઓની નમાઝ જુઓ કે તેણે તેને સંપૂર્ણ રીતે અદા કરી હતી યા અધૂરી. અગર તેની નમાઝ સંપૂર્ણ હશે, તો તેને સંપૂર્ણ લખવામાં આવશે અને અગર તે નાકિસ (અધૂરી) હશે, તો અલ્લાહ તઆલા ફરમાવશે કે મારા બંદાની ફર્ઝ નમાઝની જે કમી છે તેની તલાફીને તેની નફલ નમાઝથી પૂરી કરી દો. પછી બીજા આમાલની સાથે પણ આજ વ્યવ્હાર કરવામાં આવશે.
નમાઝનો સહીહ વખત અને સહીહ તરીકો
જેવી રીતે નમાઝ અદા કરવુ અહમ છે, એવીજ રીતે નમાઝને સહીહ વખત પર સહીહ તરીકાથી અદા કરવુ પણ ઘણુજ જરૂરી છે.
નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો ફરમાન છે કે “જ્યારે બંદો સારી રીતે વુઝુ કરીને સહીહ વખત પર નમાઝ અદા કરે છે અને ખુશૂઓ ખુઝુઅની સાથે સારી રીતે કયામ, રૂકુઅ અને સજદો કરે છે તો તેની નમાઝ નૂરાની અને ખુબસૂરત શકલમાં ઊપર જાય છે અને ઊપર જતા સમયે બંદાને કહે છે અલ્લાહ તઆલા તમારી હિફાઝત ફરમાવે, જેવી રીતે તુએ મારી હિફાઝત ફરમાવી. (તેનાંથી વિરૂદ્ઘમાં (ઊંઘુ)) અગર કોઈ માણસ સારી રીતે વુઝુ નથી કરતો, વખત પર નમાઝ અદા નથી કરતો અને ખુશૂઅ ખુઝૂઅની સાથે કયામ, રૂકુઅ અને સજદો સારી રીતે અદા નથી કરતો, તો તેની નમાઝ ઊપર જાય છે અને ઊપર જાતા સમયે તેનાં પર લાનત કરે છે અને કહે છે કે અલ્લાહ તઆલા તને બરબાદ કરે, જેવી રીતે તુયે મને બરબાદ કરી. પછી તે નમાઝ જ્યાં સુઘી અલ્લાહ તઆલા ચાહે ઊપર જાય છે. ત્યાર બાદ તે નમાઝ ગંદા ચીઢડામાં લપેટીને તે બંદાનાં ચેહરા પર ફેંકી દેેવામાં આવે છે.” (મજમઉજ જવાઈદ) [૨]
મસ્જીદમાં જમાતની સાથે નમાઝ પઢવામાં ગફલત કરવા વાળા માટે ચેતવણી
નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની દિલી ખ્વાહિશ હતી કે ઉમ્મતનાં મર્દ હઝરાત મસ્જીદોમાં નમાઝ અદા કરે. આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને જ્યારે આ ખબર પડી કે અમુક લોકો ઘરોમાં નમાઝ અદા કરી રહ્યા છે, તો આપને ઘણુ ખરાબ લાગ્યુ, પછી આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “અગર ઔરતોં અને બચ્ચાવો ઘરોમાં ન હોતે, તો હું અમુક નૌવજવાનોને હુકમ આપતે કે તેઓ લાકડીઓ ભેગી કરે અને તે લોકોનાં (જે લોકો ઘરોમાં નમાઝ પઠતા છે તેઓનાં) ઘરોને સળગાવી દે, જેઓ ઉઝર વગર (વગર કોઈ કારણે) ઘરોમાં નમાઝ અદા કરતા છે.” [૩]
એક વખત સહાબએ કિરામ (રદિ.) જોયુ કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર ગિરયાવો ઝારી તારી છે (ખૂબ રડી રહ્યા છે). સહાબએ કિરામ (રદિ.) રડવાનું કારણ પુછ્યુ, તો રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ “મને અલ્લાહ તબારક વ તઆલાની તરફથી બતાવવામાં આવ્યુ છે કે કયામતની અલામતોમાંથી એક અલામત આ છે કે મારી ઉમ્મતનાં લોકો નમાઝોમાં કોતાહી કરશે અને નફ્સની ખ્વાહિશાતની પૈરવી કરશે. [૪]
બાજમાઅત નમાઝનાં બારામાં સહાબએ કિરામ (રદિ.) નો વ્યવ્હાર
હઝરત અબ્દુલ્લાહ બિન મસઊદ (રદિ.) નો ઈરશાદ છે કે “દરરોજ પાંચ વખતની નમાઝનો એહતેમામ (પાબંદી) કરો. આ નમાઝો એવી જગ્યાએ અદા કરો જ્યાં અઝાન અપાતી હોય (એટલે મસ્જીદમાં). બેશક ફરઝ નમાઝો જમાઅતની સાથે મસ્જીદમાં અદા કરવુ સુનને હુદા (એટલે દીનનાં આામાલ) માંથી છે. અલ્લાહ તઆલા એ આપણાં નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં માટે સુનને હુદા (એટલે દીનનાં આામાલ) મુકર્રર ફરમાવ્યા છે. નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લલ્લમ) નાં મુબારક જીવનમાં મુનાફિકોનાં વગર કોઈ પણ મસ્જીદમાં જમાઅતની સાથે નમાઝ અદા કરવામાં કોતાહી ન કરતા હતા, અહિંયા સુઘી કે મરીઝ (બીમાર) પણ જમાઅતની નમાઝમાં શરીક રેહતો હતો અને અમુક મરીઝો (બીમારો) બે માણસોનાં સહારે ચાલીને મસ્જીદે આવતા હતા અને જમાઅતની સાથે નમાઝ અદા કરતા હતા. તમારામાંથી દરેક વ્યક્તિ નફલ નમાઝોંનાં માટે પણ પોતાનાં ઘરમાં એક જગ્યા નક્કી કરી લે અને ત્યાં નફલ નમાઝ અદા કરે. પણ અગર તમે ફરઝ નમાઝ અદા કરવા લાગી જશો અને મસ્જીદમાં જમાઅતની સાથે નમાઝ અદા કરવાનુ છોડી દેશો, તો તમે આપણાં નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો તરીકો છોડી દેશો અને જ્યારે તમે આપણાં નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો તરીકો છોડી દેશો, તો તમે યકીનન ગુમરાહ થઈ જશો.” [૫]
હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) થી પૂછ્યુ કે “એવા વ્યક્તિનો શું અન્જામ થશે, જે દિવસમાં નફલી રોઝા રાખે છે અને આખી રાત નફલ નમાઝો પઢે છે, પણ તે બાજમાઅત નમાઝનાં માટે મસ્જીદ નથી જતો અને ન તો જુમ્આમાં શિરકત કરતો છે ?” હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) જવાબ આપ્યો “તેનું ઠેકાણું જહન્નમ છે.” [૬]
[૧] هذا الحديث سكت عنه أبو داود والمنذري (مختصر سنن أبي داود، ۱/۳٠٦)
[૨] عن أنس بن مالك قال قال رسول الله صلى الله عليه وسلم من صلى الصلوات لوقتها وأسبغ لها وضوءها وأتم لها قيامها وخشوعها وركوعها وسجودها خرجت وهي بيضاء مسفرة تقول حفظك الله كما حفظتني ومن صلى لغير وقتها ولم يسبغ لها وضوءها ولم يتم لها خشوعها ولا ركوعها ولا سجودها خرجت وهي سوداء مظلمة تقول ضيعك الله كما ضيعتني حتى إذا كانت حيث شاء الله لفت كما يلف الثوب الخلق ثم ضرب بها وجهه رواه الطبراني في الأوسط وفيه عباد بن كثير وقد أجمعوا على ضعفه قلت ويأتي حديث عبادة بنحو هذا في باب من لا يتم صلاته ويسيء ركوعها (مجمع الزوائد، الرقم: ۱٦۷۷)
لهذا الحديث شاهد من حديث عبادة بن الصامت قال قال رسول الله صلى الله عليه وسلم إذا توضأ العبد فأحسن الوضوء ثم قام إلى الصلاة فأتم ركوعها وسجودها والقراءة فيها قالت حفظك الله كما حفظتني ثم أصعد بها إلى السماء ولها ضوء ونور وفتحت لها أبواب السماء وإذا لم يحسن العبد الوضوء ولم يتم الركوع والسجود والقراءة قالت ضيعك الله كما ضيعتني ثم أصعد بها إلى السماء وعليها ظلمة وغلقت أبواب السماء ثم تلف كما يلف الثوب الخلق ثم ضرب بها وجه صاحبها رواه الطبراني في الكبير والبزار بنحوه وفيه الأحوص بن حكيم وثقه ابن المديني والعجلي وضعفه جماعة وبقية رجاله موثقون (مجمع الزوائد، الرقم: ۲۷۳٤)
[૩] عن أبي هريرة أن رسول الله صلى الله عليه وسلم فقد ناسا في بعض الصلوات فقال لقد هممت أن آمر رجلا يصلي بالناس ثم أخالف إلى رجال يتخلفون عنها فآمر بهم فيحرقوا عليهم بحزم الحطب بيوتهم ولو علم أحدهم أنه يجد عظما سمينا لشهدها يعني صلاة العشاء (صحيح مسلم، الرقم: ٦۵۱)
عن أبي هريرة قال قال رسول الله صلي الله عليه وسلم لولا ما في البيوت من النساء والذرية لأقمت صلاة العشاء وأمرت فتياني يحرقون ما في البيوت بالنار (مسند أحمد، الرقم: ۸۷۸۲)
[૪] عن ابن عباس رضي الله عنهما قال لما حج النبي صلى الله عليه وسلم حجة الوداع أخذ بحلقتي باب الكعبة ثم أقبل بوجهه على الناس فقال يا أيها الناس قالوا لبيك يا رسول الله يفديك آباؤنا وأمهاتنا ثم بكى حتى علا انتحابه فقال يا أيها الناس إني أخبركم بأشراط القيامة إن من أشراط القيامة إماتة الصلوات واتباع الشهوات والميل مع الهوى وتعظيم رب المال (الإشاعة لأشراط الساعة صـ ۱۷۱)
[૫] عن عبد الله بن مسعود قال حافظوا على هؤلاء الصلوات الخمس حيث ينادى بهن فإنهن من سنن الهدى وإن الله شرع لنبيه صلى الله عليه وسلم سنن الهدى ولقد رأيتنا وما يتخلف عنها إلا منافق بين النفاق ولقد رأيتنا وإن الرجل ليهادى بين الرجلين حتى يقام في الصف وما منكم من أحد إلا وله مسجد في بيته ولو صليتم في بيوتكم وتركتم مساجدكم تركتم سنة نبيكم صلى الله عليه وسلم ولو تركتم سنة نبيكم صلى الله عليه وسلم لكفرتم (سنن أبي داود، الرقم: ۵۵٠)
[૬] وسئل ابن عباس عن رجل يصوم النهار ويقوم الليل لا يشهد جمعة ولا جماعة فقال هو في النار (سنن الترمذي، الرقم: ۲۱۸)