સવાલ– કુરબાનીનું જાનવર ઝબહ કરી દેવામાં આવ્યુ. ઝબહ કરવા પછી તેનાં પેટમાંથી બચ્ચુ નિકળ્યુ તો તેનું શું હુકમ છે?
જવાબ- બચ્ચાને પણ ઝબહ કરી દેવામાં આવે. જો કોઈએ કુરબાનીનાં દિવસોમાં બચ્ચાને ઝબહ ન કર્યુ અને કુરબાનીનાં દિવસો પસાર થઈ ગયા, તો તેને જીવીત હાલતમાં સદકો કરી દે.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
أضحية خرج من بطنها ولد حي قال عامة العلماء يفعل بالولد ما يفعل بالأم (الهندية ۵/۳٠۲)દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન
ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા