કોઈ વસ્તુ ભૂલી જાય ત્યારે દુરૂદ શરીફ પઢવુ

عن أنس رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: إذا نسيتم شيئا فصلوا علي تذكروه إن ‏شاء الله تعالى (أخرجه أبو موسى المديني بسند ضعيف كما في القول البديع صـ ٤٤۸)‏

હઝરત અનસ (રદિ.) થી રિવાયત છે કે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જ્યારે તમે કોઈ વસ્તુ ભુલી જાવો, તો મારા પર દુરૂદ મોકલો. ઈનશાઅલ્લાહ દુરૂદની બરકતથી તે વસ્તુ તમને યાદ આવી જશે.

પગની ઘૂંટીથી ઉપર ઈજાર પહેરવુ

સુહૈલ બિન હન્જલા (રદિ.) બયાન કરે છે કે એક વખત રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ખુરૈમ અસદી (રદિ.)નાં વિષે ફરમાવ્યુ કે ખુરૈમ અસદી ઘણો સારો માણસ છે. માત્ર તેની બે આદતો બરાબર નથીઃ (૧) તેનાં માંથાના બાલ ઘણાં લાંબા છે (૨) તેની ઈજાર પગની ઘૂંટીથી નીચે રહે છે.

જ્યારે હઝરત ખુરૈમ અસદી (રદિ.) સુઘી આ વાત પહુંચી, તો તેવણે તરતજ માંથાનાં વાળ કાનો સુઘી કાપી નાંખ્યા અને પોતાની ઈજાર અડઘી પીંડલી સુઘી રાખવા લાગ્યા. (સુનને અબી દાવુદ)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Check Also

પુલ સિરાત પર મદદ

عن عبد الرحمن بن سمرة رضي الله عنه قال: خرج علينا رسول الله صلى الله عليه وسلم فقال: إني رأيت البارحة عجبا رأيت رجلا من أمتي يزحف على الصراط مرة ويحبو مرة ويتعلق مرة فجاءته صلاته علي فأخذت بيده فأقامته على الصراط حتى جاوزه...