મુલાકાતનાં સમયે દુરૂદ શરીફ પઢવુ

عن أنس عن النبي صلى الله عليه وسلم قال: ما من عبدين متحابين في الله يستقبل أحدهما صاحبه فيصافحه ويصليان على النبي صلى الله عليه وسلم إلا لم يفترقا حتى تغفر ذنوبهما ما تقدم منهما وما تأخر (مسند أبي يعلى الموصلي، الرقم: ۲۹٦٠، وفيه درست بن حمزة وهو ضعيف كما في مجمع الزوائد، الرقم: ۱۷۹۸۷)

હઝરત અનસ (રદિ.) થી રિવાયત છે કે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે બે એવા મુસલમાન જે માત્ર અલ્લાહ તઆલાનાં વાસ્તે એક-બીજાની સાથે મુહબ્બત કરે છે, જ્યારે તે એક-બીજાની સાથે મુલાકાત કરે છે અને મુસાફહો કરે છે પછી નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ મોકલે છે, તો તે બન્નેવ હજી સુઘી જુદા પણ ન થાય કે તેમનાં આગલા-પાછલા (સગીરા) ગુનાહ માફ કરી દેવામાં આવે છે.

જન્નતનાં કપડા પેહરાવી માન-સન્માન

હઝરત સુફિયાન બિન ઉયયના (રહ.) ફરમાવે છે કે ખલફ (રહ.) ફરમાવ્યુ કે મારો એક સાથી હતો. અમે બન્નેવ એક સાથે હદીષનો ઈલ્મ હાસિલ કરી રહ્યા હતા. જ્યારે તેનો ઈન્તેકાલ થઈ ગયો, તો મેં તેને સપનામાં ખુબ સુંદર, લીલા રંગનાં કપડા પેહરલો જોયો. તો મેં તેને સવાલ કર્યો કે, “આપણે બન્નેવ એક સાથે હદીષ પઢતા હતા, અંતે તને આ ઉચ્ચ તરીન સ્થાન અને સ્થાન અને સન્માન કેવી રીતે મળ્યો?” તેણે જવાબ આપ્યોઃ હાં, આપણે બન્નેવ એક સાથે હદીષ લખ્યા કરતા હતા, પરંતુ મારો નિયમ હતો કે જ્યારે પણ નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું મુબારક નામ આવતુ હતુ, હું “સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) લખતો હતો. જેથી તે અમલનાં બદલામાં અલ્લાહ સુબ્હાનહુ વતઆલાએ મને આ માન-સન્માન અતા ફરમાવ્યો છે. (અલવલુલ બદીઅ, પેજ નં-૪૮૬)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source: https://ihyaauddeen.co.za/?p=17212

Check Also

સવાર-સાંજ દુરૂદ શરીફ પઢવું

عَن ابي الدرداء رضي الله عنه قال قال رسول الله صلى الله عليه و سلم مَن صَلَّى عَلَيَّ حِينَ يُصْبِحُ عَشرًا وَحِينَ يُمسِي عَشرًا أَدْرَكَتْهُ شَفَاعَتِى يَومَ القِيَامَة (فضائل درود)...