ગુસલની સુન્નતો અને આદાબ-૩

ગુસલ કરવાનો મસ્નૂન તરીકો

(૧) માંથા પર ત્રણ વખત પાણી નાંખવુ. [૧]

عن عائشة قالت كان رسول الله صلى الله عليه وسلم إذا أراد أن يغتسل من الجنابة بدأ فغسل يديه قبل أن يدخلهما الإناء ثم غسل فرجه ويتوضأ وضوءه للصلاة ثم يشرب شعره الماء ثم يحثي على رأسه ثلاث حثيات (سنن الترمذي، الرقم: ۱٠٤) [૨]

હઝરત આંઈશા (રદિ.) બયાન કરે છે કે જ્યારે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) જનાબતનું ગુસલનો ઈરાદો ફરમાવતા હતા, તો પેહલા પોતાનાં હાથોને ધોતા (પેહલા હાથોને વાસણમાં નાંખવાથી પેહલા) પછી પોતાની શર્મગાહ ધોતા હતા અને નમાઝવાળો વુઝુ ફરમાવતા હતા પછી પોતાનાં માંથાનાં વાળને ભિનાવતા હતા, ત્યારબાદ પોતાનાં માથા પર ત્રણ વખત પાણી નાંખતા હતા.

(૨) શરીરનાં જમણાં ભાગ પર ઉપરથી લઈને નીચે સુઘી ત્રણ વખત પાણી વહેડાવવુ પછી ડાબા ભાગ પર ઉપરથી લઈને નીચે સુઘી ત્રણ વખત પાણી વહેડાવવુ. આ વાતનો પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવે કે પાણી શરીરનાં એક એક ભાગ સુઘી પહોંચી જાય. કોઈ ભાગ સૂકો ન રહે. [૩]

(૩) અગર કોઈ ફર્ઝ ગુસલ કરી રહ્યો હોય, તો તે આ વાતનું ધ્યાન રાખે કે પાણી શરીરનાં દરેક ભાગ સુઘી પહોંચી જાય, ખાસ કરીને મોં માં, નાકનાં અંદર, આંખોનાં કિનારામાં અને નાફનાં અંદર પાણી પહોંચાડવાનો પ્રયાસ કરે. શરીરનો કોઈ અંગ કદાપી સૂકો ન રહે, એટલા માટે કે અગર બાલનાં બરાબર પણ કોઈ ભાગ સૂકો રહી ગયો તો ફર્ઝ ગુસલ સંપૂર્ણ નહી થશે.[૪]

عن علي رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال من ترك موضع شعرة من جنابة لم يغسلها فعل بها كذا وكذا من النار قال علي فمن ثم عاديت رأسي ثلاثا وكان يجز شعره (سنن أبي داود، الرقم: ۲٤۹)[૫]

હઝરત અલી (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જે વ્યક્તિ જનાબતનું ગુસલમાં એક બાલનાં બરાબર પણ જગ્યા છોડશે તે હિસ્સાની સાથએ જહન્નમ માં એવુ એવુ કરવામાં આવશે (સજા આપવામાં આવશે) હઝરત અલી (રદિ.) ફરમાવે છે, એટલા માટે હું મારા માથી પર બાલ નથી રાખતો છું (રાવી કહે છે હઝરત અલી (રદિ.) આ વાક્યા ત્રણ વખત દોહરાવ્યો) રાવી હઝરત અલી (રદિ.)નો અમલ બયાન કર્યો છે કે તેવણ હંમેશા પોતાનાં માંથાને મુંડાવતા હતા(આ અંદેશાથી કે ગુસલમાં કોઈ બાલ સુકૂ ન રહી જાય જેનાં કારણે ગુસલ સંપૂર્ણ નહી થાય).


[૧] (بادئا بمنكبه الأيمن ثم الأيسر ثم رأسه) على (بقية بدنه مع دلكه) ندبا وقيل يثني بالرأس وقيل يبدأ بالرأس وهو الأصح وظاهر الرواية والأحاديث قال في البحر وبه يضعف تصحيح الدرر

قال العلامة ابن عابدين رحمه الله: (قوله وظاهر الرواية) كذا عبر في النهر والذي في البحر وغيره التعبير بظاهر الهداية (قوله والأحاديث) قال الشيخ إسماعيل وفي شرح البرجندي وهو الموافق لعدة أحاديث أوردها البخاري في صحيحه اهـ فافهم (قوله تصحيح الدرر) هو ما مشى عليه المصنف في متنه هنا (رد المحتار ۱/۱۵۹)

[૨] قال أبو عيسى: هذا حديث حسن صحيح

[૩] قال أبو عيسى: هذا حديث حسن صحيح

[૪] (وأما) ركنه فهو إسالة الماء على جميع ما يمكن إسالته عليه من البدن من غير حرج مرة واحدة حتى لو بقيت لمعة لم يصبها الماء لم يجز الغسل وإن كانت يسيرة (بدائع الصنائع ۱/۲٦۷)

ويجب إيصال الماء إلى داخل السرة وينبغي أن يدخل أصبعه فيها للمبالغة كذا في محيط السرخسي (الفتاوى الهندية ۱/۱٤)

[૫] سكت الحافظ عن هذا الحديث في الفصل الثاني من هداية الرواة (۱/۲۳۵) فالحديث حسن عنده

Check Also

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના …