عن ابن عباس رحمه الله قال: قال رسول الله صلى الله عليه وسلم: من قال جزى الله عنا محمدا صلى الله عليه وسلم بما هو أهله أتعب سبعين كاتبا ألف صباح (حلية الأولياء 3/206، المعجم الأوسط للطبراني، الرقم: 235 ، وفي سنده هاني بن المتوكل وهو ضعيف كما في القول البديع صـ 116)
હઝરત ઈબ્ને અબ્બાસ રદ઼િયલ્લાહુ અન્હુમા, હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ નો ઈર્શાદ નકલ કરે છે કે જે માણસ આ દુઆ પઢે:
جَزٰى اللهُ عَنَّا مُحَمَّدًا صَلّٰى اللهُ عَلَيْهِ وَسَلَّمَ بِمَا هُوَ أَهْلُهُ
બદલો અતા કરો (હે) અલ્લાહ તઆલા અમારા તરફથી મુહ઼મ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ને, જે બદલાના તેવણ લાયક (હકદાર) છે.
તો તેનો સવાબ સીત્તેર (૭૦) ફરિશ્તાઓ ને એક હજાર દિવસ સુઘી મશક્કતમાં નાંખી દેશે.
રસુલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ નાં દિલમાં પોતાની ઊમ્મતની મુહબ્બત
મવાહિબે લદુન્યા માં તફસીરે કુશૈરી થી નકલ કર્યુ છે કે કયામત નાં દિવસે કોઈ ઈમાનવાળાની નેકિઓ વજનમાં ઓછી થઈ જશે તો રસુલુલ્લલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) એક પરચો(કાગળનો ટુકડો) આંગળીનાં પોરાની બરાબર કાઢી મીઝાન(વજન કાંટા)માં મુકી દેશે. જેના કારણે નેકિયોંનુ પલળુ વજનવાળુ થઈ જશે. તે ઈમાનવાળો કહેશે મારાં માં-બાપ તમારા પર કુર્બાન તમે કોણ છો?તમારો ચેહરો અને સ્વભાવ કેવો સારો (સરસ) છે. આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) ફરમાવશે, હું તારો નબી છું અને આ દુરૂદ શરીફ છે જે તમે મારા પર પઢ્યુ હતુ. મેં તારી જરૂરત નાં સમયે એને અદા કરી દીઘુ. (ફઝાઈલે દુરૂદ, પેજ નંઃ૧૫૦)
હઝરત અબૂ-હુરૈરહ રદ઼િયલ્લાહુ અન્હુનું દરેક સમયે રસૂલે-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ખિદમતમાં હાજર રેહવુ
હઝરત અબૂ-હુરૈરહ રદ઼િયલ્લાહુ અન્હુ રસૂલે-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મશહૂર સહાબી છે. તેમનાથી જેટલી હદીસો મનકૂલ છે, એટલી બીજા કોઈ સહાબી થી મનકૂલ નથી. તેવણને નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની સોબતમાં (સંગાતમાં) ચાર વર્ષ રેહવાનો કરવાનો મોકો મળ્યો. જોકે તેમણે સન ૭ હિજરીમાં ઈસ્લામ કબૂલ કર્યુ અને સન ૧૧ હિજરીમાં રસૂલે-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ આ દુનિયાથી પર્દો ફરમાવી ગયા, પણ તેમણે ઘણી બઘી હદીસો રિવાયત કરી છે. તે કારણે લોકોને તાજ્જુબ થતો હતો કે આટલા ઓછા સમયમાં તેમણે આટલી બઘી હદીસો કેવી રીતે યાદ કરી લીઘી.
હઝરત અબૂ-હુરૈરહ રદ઼િયલ્લાહુ અન્હુ તેની સફાઈ આપતા કહે છે:
લોકોને આ વાત પર તાજ્જુબ થાય છે કે મેં ઘણી બઘી હદીસો કેવી રીત રિવાયત કરું છું. વાત અસલમાં આ છે કે મારા મુહાજીર ભાઈ વ્યાપારમાં વ્યસ્ત રેહતા હતા અને મારા અન્સાર ભાઈ ખેતીમાં લાગેલા રેહતા હતા, જ્યારે કે હું દરેક સમયે રસૂલે-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ખિદમતમાં હાજર રેહતો હતો. અને હું અસહાબે-સુફ્ફામાંથી હતો.
હું કમાવવાની જરાપણ ફિકર કરતો ન હતો. હું હંમેશા રસૂલે-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ખિદમતમાં હાજર રેહતો હતો અને જે વસ્તુ પણ ખાવા માટે મળતી, તેના પર બસ કરતો. ઘણી વખતે ફક્ત અને ફક્ત હું જ નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની સાથે રેહતો હતો.
એક વખત મેં નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમથી યાદશક્તીની કમઝોરી ની શિકાયત કરી. તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું કે પોતાની ચાદર ફેલાવી દો. મેં તરતજ પોતાની ચાદર ફેલાવી દીઘી. પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે મારી ચાદર પર પોતાના મુબારક હાથથી અમુક લાઈનો ખેંચી અને મને ફરમાવ્યું: આ ચાદરને તમારા શરીર પર લપેટી લો.
મેં તેને પોતાના સીના પર લપેટી લીઘી. તે દિવસથી મારી કૈફિયત આ છે કે જે કંઈ પણ મેં યાદ રાખવા માંગ્યું, ક્યારેય પણ હું નથી ભુલ્યો. (સહીહ બુખારી)
يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الْخَلْقِ كُلِّهِمِ
Source: http://ihyaauddeen.co.za/?p=3854