હઝરત મૌલાના અશરફ અલી થાનવી(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ
“સૌથી વધારે નફરત વાળી વસ્તુ મારા ધ્યાનમાં તકબ્બુર છે આટલી નફરત મને કોઈ ગુનાહથી નથી જેટલી તેનાંથી છે. એમતો બીજા બઘા પણ મોટા મોટા ગુનાહ છે જેવી રીતે કે ઝીના, શરાબ પીવુ વગૈરહ, પણ પ્રાકૃતિક નફરત જેટલી તકબ્બુર થી છે બીજા કોઈથી નથી. અને એ ધ્યાન રહે કે તકબ્બુર શિર્કનો ભાગ છે. પોતાને મોટુ સમજવુ અલ્લાહ તઆલાનાં મોટા હોવા છતા એક દરજાનો શિર્ક નથી તો બીજુ શું છે. કારણકે મુતકબ્બિર માણસ બંદો હોવા છતા એ પોતાનાં માટે તે સિફત ષાબિત કરે છે જે અલ્લાહ તઆલાની સાથે ખાસ છે.” (મલફૂઝાતે હકીમુલ ઉમ્મત, ભાગ નં-૧૦, પેજ નં-૫૫)
Source: https://ihyaauddeen.co.za/?p=6245