મસ્જીદમાં જનાઝાની નમાઝ પઢવાનો હુકમ

જનાઝાની નમાઝ મસ્જીદથી બાહર પઢવુ જરૂરી છે. મસ્જીદની અંદર જનાઝાની નમાઝ પઢવુ મકરૂહે તહરીમી છે.

عن أبى هريرة قال: قال رسول الله صلى الله عليه وسلم: من صلى على جنازة فى المسجد فلا شىء له (سنن أبي داود، الرقم: ٣١٨٤)

હઝરત અબુ હુરૈરહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે કોઈ વ્યક્તિ મસ્જીદની અંદર જનાઝાની નમાઝ પઢે, તેને કંઈ પણ ષવાબ નહી મળશે.”

નીચે આપેલ દેરક સૂરતોમાં મસ્જીદમાં જનાઝાની નમાઝ પઢવુ મકરૂહે તહરીમી છેઃ

(૧) મય્યિત અને જનાઝાની નમાઝ અદા કરવા વાળા બન્નેવ મસ્જીદનાં અંદર હોય.

(૨) મય્યિત મસ્જીદનાં અંદર હોય અને નમાઝી મસ્જીદથી બાહર હોય.

(૩) મય્યિત મસ્જીદથી બહાર હોય અને નમાઝી મસ્જીદનાં અંદર હોય.

(૪) મય્યિત અને કેટલાક લોકો મસ્જીદથી બહાર હોય અને કેટલાક લોકો મસ્જીદનાં અંદર હોય.

મસ્જીદમાં જનાઝાની નમાઝ પઢવુ ના જાઈઝ છે. અલબત્તા અગર કોઈને ગંભીર જરૂરત પેશ આવે દાખલા તરીકે વરસાદ પડી રહ્યો હોય અને જનાઝાની નમાઝનાં માટે મસ્જીદ નાં સિવાય કોઈ જગ્યા ન હોય, તો એવી સૂરતમાં મસ્જીદમાં જનાઝાની નમાઝ પઢવુ જાઈઝ છે, પણ આજકાલ સામાન્ય રીતે મસ્જીદોમાં સહન (કોર્ટયાર્ડ, આંગણાં) હોય છે (મસ્જીદથી બહારનો ભાગ), એટલા માટે મય્યિતને મસ્જીદનાં અંદર લઈ જવાની જરૂરત નથી. [૧]

નોંધઃ- ઉપર જણાવેલ હુકમ મસ્જીદમાં જનાઝાની નમાઝની પ્રતિબંધિતતા (મનાઈ) હનફી અને માલિકી મઝહબ નાં પ્રમાણે છે. શાફિઈ અને હંબલી મઝહબનાં પ્રમાણે મસ્જીદમાં જનાઝાની નમાઝ પઢવુ જાઈઝ છે. [૨]

Source: http://ihyaauddeen.co.za/?p=1858


 

[૧] (وكرهت تحريما) و قيل (تنزيها في مسجد جماعة هو) أي الميت (فيه) وحده أو مع القوم (و اختلف في الخارجة) عن المسجد وحده أو مع بعض القوم (والمختار الكراهة) مطلقا خلاصة بناء على أن المسجد إنما بني للمكتوبة وتوابعها كنافلة وذكر وتدريس علم وهو الموافق لإطلاق حديث أبي داود من صلى على ميت في المسجد فلا صلاة له (الدر المختار ٢/٢٢٤-٢٢٦)

قال العلامة ابن عابدين – رحمه الله -: إنما تكره في المسجد بلا عذر فإن كان فلا ومن الأعذار المطر (رد المحتار ٢/٢٢٦)

وصلاة الجنازة في المسجد الذي تقام فيه الجماعة مكروهة سواء كان الميت والقوم في المسجد أو كان الميت خارج المسجد والقوم في المسجد أو كان الإمام مع بعض القوم خارج المسجد والقوم الباقي في المسجد أو الميت في المسجد والإمام والقوم خارج المسجد هو المختار كذا في الخلاصة ولا تكره بعذر المطر ونحوه هكذا في الكافي (الفتاوى الهندية ١/١٦٥)

[૨] الدر المنضود على سنن أبي داود ٥/٢٥٩

Check Also

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૭

શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહિમહુલ્લાહ શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહ઼િમહુલ્લાહ સૈયદ …