દુરૂદ શરીફ કયામતનાં દિવસે નૂર નું કારણ

عن ابن عمر رضي الله عنهما قال: قال رسول الله صلى الله عليه وسلم: زينوا مجالسكم بالصلاة علي فإن صلاتكم علي نور لكم يوم القيامة (الفردوس بمأثور الخطاب، الرقم: ٣٣٣٠، وإسناده ضعيف كما في القول البديع صـ ۲۷۸)

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઈરશાદ ફરમાવ્યુ કે “મારા પર દુરૂદ મોકલી પોતાની મજલિસોને સજાવો, કારણકે તમારૂ દુરૂદ તમારા માટે કયામતનાં દિવસે નૂરનું કારણ બનશે.”

હઝરત બિલાલ (રદિ.) ની મદીના મુનવ્વરા વાપસી

હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ નાં વિસાલ બાદ મદીના તય્યિબામાં હઝરત બિલાલ (રદિ.) નાં માટે રેહવુ અને હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની જગ્યાને ખાલી જોવુ મુશ્કેલ થઈ ગયુ. એટલા માટે ઈરાદો કર્યો કે પોતાની જીંદગીનાં જેટલા દિવસો છે જીહાદમાં પસાર કરી દવું. એટલા માટે જીહાદમાં શામેલ થવાની નિય્યતથી ચાલી નિકળ્યા. એક સમય સુઘી મદીના મુનવ્વરા પાછા આવ્યા નહી.

એક વખત હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની ખ્વાબ માં ઝિયારત કરી. હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યુ હે બિલાલ આ શું ઝુલમ છે અમારી પાસે ક્યારે પણ નથી આવતા. તો આંખ ખુલવા પર મદીના તય્યિબા હાજર થયા.

હઝરત હસન હુસૈન (રદિ.) એ અઝાનની રજુઆત કરી. લાડલાઓની રજુઆત એવી ન હતી કે નકારવાની ગુંજાઈશ હોય.

અઝાન કેહવાનું શરૂ કર્યુ અને મદીનામાં હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ નાં ઝમાનાની અઝાન કાનોમાં પડવાથી કોહરામ મચી ગયો. ઔરતોં સુઘી રડતી રડતી ઘરોથી નિકળી પડી. થોડા દિવસોનાં કયામ બાદ પાછા ફર્યા અને નજીક સન ૨૦ હિજરીનાં દમિશ્ક શહેરમાં વિસાલ (ઈન્તેકાલ) થયો. (ફઝાઈલે આમાલ, હિકાયતે સહાબા, પેજ નં-૧૪)

નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની તરફથી ખુશખબરી

હઝરત મુહમ્મદ ઉતબી (રહ઼િમહુલ્લાહ) ફરમાવે છે કે મેં મદીના-મુનવ્વરહમાં હાજરી આપી તો હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ)ની મુબારક કબર પર ઝિયારત માટે હાજર થયો.

તે દરમિયાન એક આ’રાબી આવ્યો અને તેણે તેનો ઊંટ મસ્જીદે-નબવીના દરવાજા પાસે બેસાડી દીઘો. પછી તે મુબારક કબર તરફ અગાળી વધ્યો અને અત્યંત આજીઝી અને મોહબ્બતની સાથે સલાતો-સલામ પઢ્યું અને અલ્લાહ તઆલાથી ઘણાં ખૂબસૂરત અંદાજમાં દુઆ કરી.
(આ’રાબી = અરબી ગામડિયો)

પછી તેણે કહ્યું: હે અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) મારા માં-બાપ તમારા પર કુર્બાન. બેશક અલ્લાહ તઆલાએ આપને અંતિમ નબી બનાવ્યા છે અને આપ પર વહી (એટલે કુર્આન મજીદની વહ઼ી) નાઝિલ કરી છે. તથા આપ પર એવી અનોખી અને જામેઅ કિતાબ (કુર્આન મજીદ) ઉતારી છે, જેમાં બઘા અંબિયા-એ-કિરામ અને રસૂલોના ઉલૂમ છે.

તે કિતાબમાં અલ્લાહ તઆલાનો ઈરશાદ છેઃ

وَلَوْ أَنَّهُمْ إِذ ظَّلَمُوا أَنفُسَهُمْ جَاءُوكَ فَاسْتَغْفَرُوا اللَّهَ وَاسْتَغْفَرَ لَهُمُ الرَّسُولُ لَوَجَدُوا اللَّهَ تَوَّابًا رَّحِيمًا (سورة النساء: ٦٤)

અને જો આ લોકો જેઓએ પોતાની જાનો પર જુલમ કર્યો; તમારી પાસે આવી જતે અને અલ્લાહ તઆલાથી તેમના ગુનાહોની માફી માંગતે અને રસૂલ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) પણ તેઓના તરફથી માફી તલબ કરતે, તો જરૂર અલ્લાહ તઆલાને તૌબા કબૂલ કરવાવાળા અને ઘણાં રહમ કરવાવાળા પાતૃ.

પછી તે આ’રાબીએ કહ્યું હે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ! હું આ આયતે-કરીમાના હુકમને પૂરો કરવા માટે આપના રોઝા (મુબારક કબર) પર હાજર થયો છું. બેશક ગુનાહ કરીને મેં મારી જાત ઉપર જુલમ કર્યો છે. હું આપ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) થી સિફારિશની ભીક માંગતો છું. તમો અલ્લાહ તઆલાથી મારા ગુનાહોની બખશિશ માંગો.

પછી તેણે નીચે લખેલી કવીતા પઢીઃ

يَا خَيْرَ مَنْ دُفِنَتْ بِالْقَاعِ أَعْظُمُهُ ** فَطَابَ مِنْ طِيْبِهِنَّ الْقَاعُ وَالْأَكَمُ

હે જમીનમાં દફન કરવામાં આવેલી સૌથી બેહતરીન હસ્તી, આપની ખુશ્બુથી મૈદાન અને ટીલાઓ ખુશ્બુદાર થઈ ગયા.

نَفْسِيْ الْفِدَاءُ لِقَبْرٍ أَنْتَ سَاكِنُهُ ** فِيْهِ الْعَفَافُ وَفِيْهِ الْجُوْدُ وَالْكَرَمُ

મારી જાન તે કબર પર કુર્બાન થાય, જેમાં આપ રહી રહ્યા છે, તેમાં પાકીઝગી છે અને સખાવત તથા કરમ છે.

أَنْتَ الشَّفِيْعُ الَّذِي تُرْجَى شَفَاعَتُهُ ** عِنْدَ الصِّرَاطِ إِذَا مَا زَلَّتِ الْقَدَمُ

તમે ભલામણકર્તા છો જેની ભલામણ પર અમે ઉમેદવાર છીએ. જ્યારે પુલ-સિરાત પર લોકોના પગ લપસતા હશે.

وَصَاحِبَاكَ لَا أَنْسَاهُمَا أَبَدًا ** مِنِّي السَّلَامُ عَلَيكُمْ مَا جَرَى الْقَلَمُ

અને હું તમારા બે મિત્રોને ક્યારેય ભૂલી શકતો નથી. જ્યાં સુધી કલમ દુનિયામાં લખતી રહેશે ત્યાં સુધી તમને મારા સલામ.

આ શેર પઢવા પછી આ’રાબી તેની સવારી પર બેસીને જવા લાગ્યો .

મોહમ્મદ ઉત્બી (રહ઼િમહુલ્લાહ) ફરમાવે છે કે તેના જવા પછી મારી આંખ લાગી ગઈ. તો મેં સપનામાં જોયુ કે હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ઝિયારત કરી. હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) મને ફરમાવી રહ્યા છે કે હે ઉત્બી! જાવો તે આ’રાબી ને મારા તરફથી ખુશખબરી સંભળાવો કે અલ્લાહ તઆલાએ તેના ગુનાહોને માફ કરી દીઘા.

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Check Also

દરેક રાત અને દિવસમાં ત્રણ વખત દુરૂદ શરીફ પઢવાનો ષવાબ

عن ابي كاهل رضي الله عنه قال قال لي رسول الله صلى الله عليه وسلم...