નિકાહ ની સુન્નતોં અને આદાબ – ૧

નિકાહ આપણાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની મુબારક સુન્નતોંમાંથી છે અને દુનિયા માં અલ્લાહ તઆલાનાં ઈનામોમાંથી એક ઘણીજ મહાન નેમત છે. કુર્આને મજીદમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ નિકાહને પોતાની કુદરતની મોટી નિશાનિયોમાંથી એક નિશાની ગણી છે. સુરએ રૂમમાં અલ્લાહ તઆલા ઈરશાદ ફરમાવે છેઃ

وَ مِنۡ اٰیٰتِہٖۤ  اَنۡ خَلَقَ لَکُمۡ مِّنۡ اَنۡفُسِکُمۡ اَزۡوَاجًا لِّتَسۡکُنُوۡۤا اِلَیۡہَا وَ جَعَلَ بَیۡنَکُمۡ  مَّوَدَّۃً  وَّ رَحۡمَۃً ؕ

અને તેની નિશાનીઓમાંથી એ છે કે તમારા માટે તમારી પ્રજાતિમાંથી જોડાં બનાવી દીધા કે તેમની પાસે સુકૂનથી રહો અને તમારા દરમિયાન પ્યાર અને દયાભાવ રાખ્યો.[૧]

 

હદીષ શરીફમાં વારિદ છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ “નિકાહ મારી સુન્નત છે.” [૨] બીજી હદીષમાં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્તિ મારી સુન્નતોથી મોઢુ ફેરવી લે તે મારાથી નથી.” [૩]

નિકાહ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સુન્નતની સાથે સાથે પાછલા અંબિયાએ કિરામ (અલૈ.)ની પણ સુન્નત છે. નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો ઈરશાદ છેઃ ચાર વસ્તુઓ પાછલા અંબિયાએ કિરામ (અલૈ.) ની સુન્નતોંમાંથી છેઃ (૧) ઝિંદગીનાં દરેક કાર્યોમાં હયા (શરમ) અપનાવે, (૨) ખુશ્બૂ લગાવે, (૩) મિસ્વાક કરે, (૪) નિકાહ કરે. [૪]

જેથી અગર કોઈની પાસે નિકાહ કરવાની ક્ષમતા હોય, તો તેને જોઈએ કે નિકાહ કરીને આ મહાન સુન્નત પર અમલ કરે.


[૧]سورة الروم: ۲۱

[૨] سنن ابن ماجه، الرقم: ۱۸٤٦، وقال البوصيري في مصباح الزجاجة ۲/۹٤: هذا إسناد ضعيف لضعف عيسى بن ميمون المديني لكن له شاهد صحيح وله شاهد في الصحيحين وغيرهما من حديث عبد الله بن مسعود ورواه البزار في مسنده من حديث أنس

[૩] صحيح البخاري، الرقم: ۵٠٦۳

[૪]سنن الترمذي، الرقم: ۱٠۸٠، وقال: حديث أبي أيوب حديث حسن غريب

Check Also

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના …