અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૨૦)

ઈકામત ની સુન્નતોં અને આદાબ

(૧) અફઝલ આ છે કે જે અઝાન આપે તેજ ઈકામત કહે. [૧]

عن زياد بن الحارث الصدائي قال أمرني رسول الله صلى الله عليه وسلم أن أؤذن في صلاة الفجر فأذنت فأراد بلال أن يقيم فقال رسول الله صلى الله عليه وسلم إن أخا صداء قد أذن ومن أذن فهو يقيم (سنن الترمذي رقم ۱۹۹)[૨]

હઝરત ઝિયાદ બિન હારિષ સુદાઈ(રદિ.) ફરમાવે છે કે એક વખત હું રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સાથે સફર માં હતો, મને રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) આદેશ આપ્યો કે હું ફજર ની અઝાન આપું, જેથી મેં ફજર ની અઝાન આપી. (જ્યારે ઈકામતનો સમય થયો તો) હઝરત બિલાલ(રદિ.) ઈકામત કેહવાની ચાહત કરી, તો રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) તેમને ફરમાવ્યુ, તમારા સુદાઈ ભાઈ(એટલે કબીલએ સુદાથી જોકે યમન નો એક પ્રખ્યાત કબીલો છે) એ અઝાન આપી છે. અને જે અઝાન આપે, તેણેજ ઈકામત કેહવી જોઈએ.

(૨) حي على الصلاة (હય્યા અલસ સલાહ) કેહતા સમયે ચેહરો જમણી તરફ અને  حي على الفلاح (હય્યા અલલ ફલાહ)કેહતા સમયે ચેહરો ડાબી તરફ ફેરવવુ. અલબત્તા અગર મસ્જીદ એટલી નાની હોય કે ચેહરો ફેરવવા વગર દરેક બાજુ અવાજ પહોંચી જતી હોય તો એવુ કરવાની(જમણી અને ડાબી બાજુ ચેહરો ફેરવવાની) જરૂરત નથી. [૩]

(૩)  ઈકામત શરૂ થઈ જવા પછી સુન્નતોં ન પઢે, બલકે તરતજ ફર્ઝ નમાઝમાં શામિલ થઈ જાય. અગર તમોએ ફર્ઝ નમાઝ થી પેહલા સુન્નત નથી પઢી, તો ફર્ઝ નમાઝ પછી સુન્નત પઢે, ઈકામત શરૂ થવા પછી સુન્નત ન પઢે. અલબત્તા ફજરની નમાઝ અને અસરની નમાજ તેનાંથી અલગ છે.

અસર ની નમાઝમાં ફર્ઝનાં પછી સુન્નત ન પઢે, કારણકે અસરની નમાઝ પછી સુર્યાસ્ત સુઘી નફલ નમાઝ દુરૂસ્ત નથી.

ફજરની નમાઝમાં અગર કોઈને યકીન હોય કે તે ઈમામનાં સલામ ફેરવવાથી પેહલા જમાઅતમાં શામિલ થઈ શકે, તો તે પેહલા ફજરની સુન્નત પઢી લે પછી જમાઅતમાં શામિલ થઈ જાય(ફજરનાં વગર બીજી નમાઝોમાં ઈકામત શરૂ થઈ જવા પછી સુન્નત અદા ન કરવી જોઈએ, એની દલીલ આ છે કે), [૪]

عن أبي هريرة عن النبي صلى الله عليه وسلم قال: إذا أقيمت الصلاة فلا صلاة إلا المكتوبة (صحيح مسلم رقم ۷۱٠)

હઝરત અબુ હુરૈરહ(રદિ.) થી રિવાયત છે કે નબી(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ, “જ્યારે ઈકામત કહેવામાં આવે, તો ફર્ઝ નમાજનાં વગર કોઈ નમાઝ દુરૂસ્ત નથી (પણ ફજરની સુન્નતનો હુકમ અલગ છે જેવી રીતે કેટલીક હદીષોથી સાબિત છે).”

 

Source: https://ihyaauddeen.co.za/?p=15175


[૧] عن زياد بن الحارث الصدائي قال كنت مع رسول الله صلى الله عليه وسلم في سفر فأمرني فأذنت فأراد بلال أن يقيم فقال رسول الله صلى الله عليه وسلم إن أخا صداء قد أذن ومن أذن فهو يقيم (سنن ابن ماجه رقم ۷۱۷)

( أقام غير من أذن بغيبته ) أي المؤذن ( لا يكره مطلقا ) وإن بحضوره كره إن لحقه وحشة كما كره مشيه في إقامته

قال الشامي : قوله ( مطلقا ) أي لحقه وحشة أو لا قوله ( كره إن لحقه وحشة ) أي بأن لم يرض به وهذا اختيار خواهر زاده ومشى عليه في الدرر والخانية لكن في الخلاصة إن لم يرض به يكره وجواب الرواية أنه لا بأس به مطلقا اهـ قلت وبه صرح الإمام الطحاوي في مجمع الآثار معزيا إلى أئمتنا الثلاثة الأفضل أن يكون المؤذن هو المقيم ا هـ أي لحديث من أذن فهو يقيم وتمامه في حاشية نوح وقال في البحر ويدل عليه إطلاق قول المجمع ولا نكرهها من غيره فما في شرحه لابن ملك من أنه لو حضر ولم يرض يكره اتفاقا فيه نظر اهـ وكذا يدل عليه إطلاق الكافي معللا بأن كل واحد ذكر فلا بأس بأن يأتي بكل واحد رجل آخر ولكن الأفضل أن يكون المؤذن هو المقيم ا هـ أي لحديث من أذن فهو يقيم وتمامه في حاشية نوح (رد المحتار ۱/۳۹۵)

[૨] قال أبو عيسى : وفي الباب عن ابن عمر وحديث زياد إنما نعرفه من حديث الإفريقي والإفريقي هو ضعيف عند أهل الحديث ضعفه يحيى بن سعيد القطان وغيره قال أحمد لا أكتب حديث الإفريقي ورأيت محمد بن إسماعيل يقوي أمره ويقول هو مقارب الحديث والعمل على هذا عند أكثر أهل العلم أن من أذن فهو يقيم

[૩] وأطلق في الالتفات ولم يقيده بالأذان وقدمنا عن القنية أنه يحول في الإقامة أيضا وفي السراج الوهاج لا يحول فيها لأنها لإعلام الحاضرين بخلاف الأذان فإنه إعلام للغائبين وقيل يحول إذا كان الموضع متسعا (البحر الرائق ۱/۲۷۲)

( ويلتفت فيه ) وكذا فيها مطلقا وقيل إن المحل متسعا ( يمنا ويسارا ) فقط لئلا يستدبر القبلة ( بصلاة وفلاح ) (الدر المختار ۱/۳۸۷)

قوله ( ويلتفت ) أي يحول وجهه لا صدره قهستاني ولا قدميه نهر قوله ( وكذا فيها مطلقا ) أي في الإقامة سواء كان المحل متسعا أو لا قوله ( لئلا يستدبر ) تعليل لقوله فقط أي انته عن القول بالالتفات خلفا لئلا يستدبر المؤذن أو المقيم القبلة ح قوله ( بصلاة وفلاح ) لف ونشر مرتب يعني يلتفت فيهما يمينا بالصلاة ويسارا بالفلاح وهو الأصح كما في القهستاني عن المنية وهو الصحيح كما في البحر والتبيين وقال مشايخ مرو يمنة ويسرة في كل كذا في القهستاني ح قال في الفتح والثاني أوجه ورده الرملي بأنه خلاف الصحيح المنقول عن السلف (رد المحتار ۱/۳۸۷)

[૪] عن حارثة بن مضرب أن ابن مسعود وأبا موسى خرجا من عند سعيد بن العاص فأقيمت الصلاة فركع ابن مسعود ركعتين ثم دخل مع القوم في الصلاة وأما أبو موسى فدخل في الصف رواه أبو بكر ابن أبي شيبة في مصنفه (رقم ٦٤۷٦) وإسناده صحيح (آثار السنن ص۳۵۹)

عن أبي الدرداء أنه كان يدخل المسجد والناس صفوف في صلاة الفجر فيصلي الركعتين في ناحية المسجد ثم يدخل مع القوم في الصلاة رواه الطحاوي في شرح معاني الآثار (رقم ۲۲٠۵) وإسناده حسن (آثار السنن ص۳۵۹)

 

Check Also

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના …