હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ
“ઈમાન આ છે કે અલ્લાહ અને રસૂલ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને જે વસ્તુથી ખુશી અને રાહત થાય, બંદાને પણ એનાથી ખુશી અને રાહત થાય અને જે વસ્તુથી અલ્લાહ અને તેનાં માનવંત રસૂલ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને અણગમો અને તકલીફ પહોંચે, બંદાને પણ તે વસ્તુથી અણગમો અને તકલીફ થાય અને તકલીફ જે રીતે તલવારથી થાયછે તેવી રીતે સોય વડે પણ થાય છે. તો અલ્લાહ અને તેનાં રસૂલે પાક(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને અણગમો અને તકલીફ કુફ્ર અને શિર્કથી પણ થાય છએ અને ગુનાહોથી પણ. માટે આપણને પણ ગુનાંહોથી અણગમો અને તકલીફ થવી જોઈએ.” (મલફૂઝાત હઝરત મૌલાના મુહમ્મદ ઈલ્યાસ(રહ.), પેજ નં- ૧૨૩)
Source: https://ihyaauddeen.co.za/?p=8568