હઝરત મૌલાન અશરફ અલી થાનવી(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ
“આ ઝમાનો ઘણા ફિતનાઓથી ભરેલો છે. આમાં તો ઈમાન નાં પણ ફાંફા પડે છે. એજ કારણે મેં બુઝુર્ગાને દીનની સંગતને ફર્ઝે ઐન(ઘણું જરૂરી) નિશ્રય કર્યો છે. હું તો ફતવો આપું છું કે બુઝુર્ગોની સંગત આ ઝમાનામાં ફર્ઝે ઐન(ઘણું જરૂરી) છે અને તેમાં શંકા શું હોઈ શકે છે એટલા માટે કે જે વસ્તુ પર અનુભવ થી દીનની હિફાઝત, ઈમાન ની હિફાઝત નિર્ભર છે તેનાં ફર્ઝ થવામાં શું શંકાની જગ્યા છે?” (મલફૂઝાતે હકીમુલ ઉમ્મત, ભાગ-૭, પેજ નં- ૧૦૭)
Source: https://ihyaauddeen.co.za/?p=8501