વિવિધ મસ્અલા

જોડા/ચંપલ પેહરીને જનાઝાની નમાઝ અદા કરવુ(પઢવુ)

અગર જનાઝાની નમાઝ જોડા/ચંપલ પેહરીને અદા કરવામાં આવે, તો જરૂરી છે કે જોડા/ચંપલ અને જમીન બન્નેવ પાક હોય. અને અગર કોઈ જોડા ઉતારી તેનાં ઉપર ઊભો રહીને જનાઝાની નમાઝ અદા કરે, તો જરૂરી છે કે જોડા/ચંપલ પાક હોય(આ સૂરત માં જમીનનું પાક હોવુ શર્ત નથી), અગર જોડા નાપાક હોય, તો જનાઝાની નમાઝ સહીહ નહી થશે. [૧]

મકરૂહ સમયોમાં જનાઝાની નમાઝ અદા કરવુ

અગર જનાઝો મકરૂહ સમયનાં શરૂ થવા પછી લાવવામાં આવે, તો મકરૂહ સમયમાં જનાઝાની નમાઝ અદા કરવુ જાઈઝ છે, અલબત્તા અગર જનાઝો મકરૂહ સમયથી પેહલા લાવવામાં આવે અને જનાઝાની નમાઝ મકરૂહ સમય સુઘી તાખીર કરવામાં આવે(રાહ જોવામાં આવે), તો મકરૂહ સમયમાં જનાઝાની નમાઝ અદા કરવુ નાજાઈઝ છે(મકરૂહે તહરીમી) છે.

નોટઃ- મકરૂહ સમયોથી મુરાદ સુરજનું નિકળવુ, ડુબવુ અને ઝવાલનાં સમયો છે. સૂરજ ડુબવાથી મુરાદ તે સમય છે જ્યારે સુરજનો રંગ બદલાવા લાગે છે, ત્યાંસુઘી કે સુરજ ગુરૂબ થઈ જાય(આથમી જાય,ડુબી જાય). [૨]

જનાઝાની નમાઝ દુઆ છે

જનાઝાની નમાઝ હકિકતમાં મય્યિતનાં માટે દુઆ છે, તેથી જનાઝાની નમાઝની અદાયગી પછી વધારેની દુઆની જરૂરત નથી. જનાઝાની નમાઝની અદાયગી પછી વધારેની દુઆ કરવુ હદીષથી ષાબિત નથી. એવુ ન તો નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલમ)નાં ઝમાનાંમાં કરવામાં આવ્યુ અને ન સહાબએ કિરામ(રદિ.), તાબિઈને ઈઝામ અને ન તેમનાં પછીનાં કેટલાય વર્ષોમાં કરવામાં આવ્યુ. તેથી જાણવા એ મળ્યુ કે જનાઝાની નમાઝનાં પછી વધારાની દુઆ કરવું બિદઅત છે અને તેને છોડવુ જરૂરી છે. [૩]

બાગિયોં(બળવાખોરો) અને ડાકુવોંની જનાઝાની નમાઝ

તે મુસલમાનોંની જનાઝાની નમાઝ પઢવામાં નહી આવશે જે ઇસ્લામી દેશમાં આદિલ (ન્યાયનિષ્ઠ) મુસલમાન હાકિમ (પદાધિકારી)નાં ખિલાફ (વિરૂદ્ધ) લડતા માર્યા જાય. અલબત્તા અગર બાગિયોં(બળવાખોરો)ની ધરપકડ કરીને જંગ (લડાઈ) પછી કતલ કરી દેવામાં આવે અથવા તેઓ કુદરતી મૃત્યુથી મરી જાય, તો તેઓની જનાઝાની નમાઝ પઢવામાં આવશે. એવીજ રીતે અગર ડાકુવો ઈસ્લામી દેશમાં લૂંટનો ગુનો કરતા માર્યા જાય, તો તેઓની જનાઝાની નમાઝ પઢવામાં નહી આવશે. [૪]

Source: http://ihyaauddeen.co.za/?p=1782


[૧] وقد قدمنا في باب شروط الصلاة أنه لو قام على النجاسة وفي رجليه نعلان لم يجز ولو افترش نعليه وقام عليهما جازت وبهذا يعلم ما يفعل في زماننا من القيام على النعلين في صلاة الجنازة لكن لا بد من طهارة النعلين كما لا يخفى (البحر الرائق ۲/۱۹۳)

ولو قام على النجاسة وفي رجليه نعلان أو جوربان لم تجز صلاته لأنه قام على مكان نجس ولو افترش نعليه وقام عليهما جازت الصلاة بمنزلة ما لو بسط الثوب الطاهر على الأرض النجسة وصلى عليه جاز (البحر الرائق ۱/۲۸۲)

[૨] ثلاث ساعات لا تجوز فيها المكتوبة ولا صلاة الجنازة ولا سجدة التلاوة إذا طلعت الشمس حتى ترتفع وعند الانتصاف إلى أن تزول وعند احمرارها إلى أن تغيب إلا عصر يومه ذلك فإنه يجوز أداؤه عند الغروب هكذا في فتاوى قاضي خان … هذا إذا وجبت صلاة الجنازة وسجدة التلاوة في وقت مباح وأخرتا إلى هذا الوقت فإنه لا يجوز قطعا أما لو وجبتا في هذا الوقت وأديتا فيه جاز لأنها أديت ناقصة كما وجبت كذا في السراج الوهاج وهكذا في الكافي والتبيين لكن الأفضل في سجدة التلاوة تأخيرها وفي صلاة الجنازة التأخير مكروه هكذا في التبيين (الفتاوى الهندية ۱/۵۲)

[૩] لا يقوم بالدعاء بعد صلاة الجنازة ( الفتاوى البزازية على حاشية الهندية ٤/۸٠)

أي صلاة يكره الدعاء بعدها ؟ أقول هي صلاة الجنازة على رواية قال الزاهدي في القنية عن أبي بكر بن حامد الدعاء بعد الجنازة مكروه اهـ (فتاوى اللكنوي ص ۵٠۵)

وفي صلاة الجنازة ينوي الصلاة لله تعالى والدعاء للميت (الفتاوى الهندية ۱/٦٦)

فتاوى محمودية ۱۳/۱۹٤

[૪] ( وهي فرض على كل مسلم مات خلا ) أربعة ( بغاة و قطاع الطريق ) فلا يغسلوا ولا يصلى عليهم ( إذا قتلوا في الحرب ) ولو بعده صلي عليهم لأنه حد أو قصاص  قال الشامي : قوله ( بغاة ) هم قوم مسلمون خرجوا عن طاعة الإمام بغير حق قوله ( فلا يغسلوا الخ ) في نسخة فلا يغسلون وهي أصوب وإنما لم يغسلوا ولم يصل عليهم إهانة لهم وزجرا لغيرهم عن فعلهم وصرح بنفي غسلهم لأنه قيل يغسلون ولا يصلى عليهم للفرق بينهم وبين الشهيد كما ذكره الزيلعي وغيره وهذا القيل رواية وفيه إشارة إلى ضعفها لكن مشى عليها في الدرر و الوقاية وفي التاترخانية وعليه الفتوى قوله ( ولو بعده الخ ) قال الزيلعي وأما إذا قتلوا بعد ثبوت يد الإمام عليهم فإنهم يغسلون ويصلى عليهم وهذا تفصيل حسن أخذ به كبار المشايخ لأن قتل قاطع الطريق في هذه الحالة حد أو قصاص ومن قتل بذلك يغسل ويصلى عليه وقتل الباغي في هذه الحالة للسياسة أو لكسر شوكتهم فينزل منزلته لعود نفعه إلى العامة اهـ وقوله أو قصاص أي بأن كان ثم ما يسقط الحد كقطعة على محرم ونحوه مما ذكر في بابه وقد علم من هذا التفصيل أنه لو مات أحدهم حتف أنفه قبل الأخذ أو بعده يصلى عليه كما بحثه في الحلية وقال ولم أره صريحا قلت وفي الأحكام عن أبي الليث ولو قتلوا في غير الحرب أو ماتوا يصلى عليهم اهـ وهو صريح في المطلوب (رد المحتار ۲/۲۱٠)

Check Also

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૭

શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહિમહુલ્લાહ શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહ઼િમહુલ્લાહ સૈયદ …