દુરૂદ-શરીફ પઢવા વાળા માટે નબી સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની સિફારિશ

عن أبي هريرة رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال: من قال: اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وآل إبراهيم وبارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وآل إبراهيم وترحم على محمد وعلى آل محمد كما ترحمت على إبراهيم وآل إبراهيم شهدت له يوم القيامة بالشهادة وشفعت له (الأدب المفرد، الرقم: 641، وهو حديث حسن ورجاله رجال الصحيح لكن فيهم سعيد بن عبد الرحمن مولى ال سعيد بن العاص الراوي له عن حنظلة، وهو مجهول لا نعرف فيه جرحا ولا تعديلا، نعم ذكره ابن حبان على قاعدته كما في القول البديع صـ 112)

હઝરત અબૂ-હુરૈરહ (રદ઼િયલ્લાહુ અન્હુ) થી રિવાયત છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઈર્શાદ ફરમાવ્યું કે જે કોઈ (નીચે આપેલ) દુરૂદ પઢશે, હું તેના માટે કયામતના દિવસે ગવાહી આપીશ અને તેની સિફારિશ કરીશઃ

اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وآل إبراهيم وبارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وآل إبراهيم وترحم على محمد وعلى آل محمد كما ترحمت على إبراهيم وآل إبراهيم

હે અલ્લાહ! હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર અને હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ની ઔલાદ પર દુરૂદ (રહમત) નાઝિલ ફરમાવો, જેવી રીતે તમે હઝરત ઈબ્રાહીમ (અલૈહિસ્સલામ) અને હઝરત ઈબ્રાહીમ (અલૈહિસ્સલામ) ની ઔલાદ પર દુરૂદ (રહમત) નાઝિલ ફરમાવી. અને હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર અને હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ઔલાદ પર બરકત નાઝિલ ફરમાવો, જેવી રીતે તમે હઝરત ઈબ્રાહીમ (અલૈહિસ્સલામ) પર અને ઈબ્રાહીમ (અલૈહિસ્સલામ) ની ઔલાદ પર બરકત નાઝિલ ફરમાવી. હે અલ્લાહ! હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર અને હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ઔલાદ પર રહમત મોકલો, જેવી રીતે તમે હઝરત ઈબ્રાહીમ (અલૈહિસ્સલામ) અને હઝરત ઈબ્રાહીમ (અલૈહિસ્સલામ) ની ઔલાદ પર રહમત મોકલી.

સહાબએ કિરામ (રદિ.) નાં દીલોમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની બેપનાહ મુહબ્બત

એક વખત એક સહાબી હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની ખિદમતમાં હાજર થયા અને ફરમાવ્યુ, હે અલ્લાહનાં રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ! મારા દિલમાં તમારી એટલી બઘી મુહબ્બત છે કે જ્યારે પણ મને તમારો ખ્યાલ આવે છે, તો મારા ઉપર તમારી મુહબ્બત એવી રીતે ગાલિબ આવી જાય છે કે જ્યાં સુઘી તમારી ઝિયારત ન કરી લઉં, મને ચેન નથી આવતો.

(તેવણે વધારેમાં અરજ કર્યુ) હે અલ્લાહનાં રસૂલ સલ્લલલ્લાહુ અલયહિ વસલ્લમ! મને એ ખ્યાલ બેચેન કરી રહ્યો છે કે જો અલ્લાહ તઆલા મને જન્નત આપી, તો મારા માટે તમારી જિયારત કરવુ ઘણું અઘરું થશે, કારણકે તમો તો જન્નતનાં ઘણાં ઉચ્ચ સ્થાનમાં હશો.

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે તેમને તસલ્લી આપી અને નીચે પ્રમાણેની આયતની તિલાવત કરીઃ

وَمَن يُطِعِ اللَّـهَ وَالرَّسولَ فَأُولـٰئِكَ مَعَ الَّذينَ أَنعَمَ اللَّـهُ عَلَيهِم مِنَ النَّبِيّينَ وَالصِّدّيقينَ وَالشُّهَداءِ وَالصّالِحينَ وَحَسُنَ أُولـٰئِكَ رَفيقًا ﴿٦٩﴾

અને જેણે અલ્લાહ અને રસૂલ નું કહ્યું માની લીધુ તો તેઓ પણ તે લોકોની સાથે હશે, જેમના પર અલ્લાહ ત’આલા એ પોતાનું ઈનામ ફરમાવેલી છે, એટલે કે અંબિયા અને સિદ્દીકીન અને શુહદા અને સુલહા અને આ લોકો ઘણા સારા રફીક (સાથી) છે.

હઝરત અબૂ-બક્ર રદ઼િયલ્લાહુ અન્હુના દિલમાં નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ઇજ્જત અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના દિલમાં એમની મોહબ્બત

ફત્હે-મક્કા ના મૌકા પર હઝરત અબૂ-બક્ર રદ઼િયલ્લાહુ અન્હુ એમના વાલિદ સાહબ અબૂ-કુહાફા ને લઈને આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ખિદમતમાં હાજર થયા, જેથી તેઓ ઇસ્લામ કબૂલ કરે. તે સમયે અબૂ-કુહાફા નેવું વર્ષનાં હતા અને એમણે આંખોની રોશની ગુમાવી દીધી હતી.

જ્યારે તેઓ આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની પાસે પહોંચ્યા તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે અબૂ-બક્ર રદ઼િયલ્લાહુ અન્હુથી ફરમાવ્યું : તમે આ વૃદ્ધ માણસ (અબૂ-કુહાફા)ને તેમની જગ્યાએ કેમ ન છોડ્યા? જેથી હું જાતે તેમની મુલાકાત કરતે.

હઝરત અબૂ-બક્ર રદ઼િયલ્લાહુ અન્હુએ જવાબ આપ્યો: ના, આ કેવી રીતે બની શકે કે તમે ‌તેમની પાસે જાઓ ; જો કે તમે આ વાતના વધુ હકદાર છો કે તે તમારી પાસે આવે (એટલે ​​કે જો કે તે મારા વાલિદ સાહબ છે, પરંતુ તમે અલ્લાહના રસૂલ છો; આ માટે તમે વધુ આદર અને સન્માન ના હકદાર છો, તેથી અમારે તમારી ખિદમતમાં હાજર થવું જોઈએ).

એક બીજી રિવાયતમાં હઝરત અબૂ-બક્ર રદ઼િયલ્લાહુ અન્હુએ આ વાતનુ બીજું કારણ આપ્યું છે કે તેઓએ આ કેમ ઈચ્છ્યું કે તેમના વાલિદ સાહબ આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની પાસે આવે, ન કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ તેમની પાસે જાય.

હઝરત અબૂ-બક્ર રદ઼િયલ્લાહુ અન્હુએ ફરમાવ્યું: હે અલ્લાહના રસૂલ! હું ઈચ્છું છું કે મારા વાલિદ સાહબ તમારી પાસે આવે, જેથી તેમનુ આવવું તેમના માટે અલ્લાહ તઆલા ને ત્યાં સવાબનો ઝરીયો બની શકે. (કે તેમણે વૃદ્ધાવસ્થા અને અંધત્વ હોવા છતાં તમારી ખિદમતમાં હાજર થવાની તકલીફ ઉઠાવી.)

આ સાંભળીને આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: હું તેમનો આદર કરું છું (ખાસ રીતે અબૂ-કુહાફા રદ઼િયલ્લાહુ અન્હુનો ખ્યાલ રાખીશું), કારણ કે તેમના પુત્ર અબૂ-બક્ર (રદ઼િયલ્લાહુ અન્હુ)એ અમને ઘણો ફાયદો પહોંચાડ્યો છે.

આ પછી હઝરત અબૂ-બક્ર રદ઼િયલ્લાહુ અન્હુએ તેમના વાલિદ સાહબને નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની સામે બેસાડ્યા, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે તેમની છાતી પર હાથ ફેરવીને ફરમાવ્યું: ઇસ્લામ સ્વીકારો, તમને નજાત (મુક્તિ) મળશે.

અબૂ-કુહાફાએ આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની આ દાવતનો (આમંત્રણનો) સ્વીકાર કર્યો અને તેજ સમયે ઇસ્લામમાં દાખિલ થઈ ગયા. (મઝમુઉ-ઝવાઈદ અને મુસ્તદરક હકીમ)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source: http://whatisislam.co.za/index.php/durood/item/333-the-intercession-of-nabi-sallallahu-alaihi-wasallam , http://ihyaauddeen.co.za/?p=7440

 

Check Also

એક દુરૂદનાં બદલે સિત્તેર ઈનામો

عن عبد الرحمن بن مريح الخولاني قال سمعت أبا قيس مولى عمرو بن العاصي يقول: سمعت عبد الله بن عمرو يقول: من صلى على رسول الله صلى الله عليه وسلم صلاة صلى الله عليه وملائكته سبعين صلاة فليقل عبد من ذلك أو ليكثر...