(૧) અલ્લાહ રબ્બુલ ઈઝ્ઝત પોતાનાં બંદાઓ પર અમર્યાદિત મહેરબાન છે. પોતાનાં બંદાઓથી અનંત મુહબ્બત કરવાવાળા છે અને અલ્લાહ તઆલા ખૂબ જ નમ્ર અને સહિષ્ણુ છે. ગુનાહો(પાપો)ને ક્ષમાકરવાવાળા છે અને તૌબ(પસ્તાવો) કબૂલ કરવાવાળા છે. [૧]
(૨) અલ્લાહ તઆલા અતિશય ન્યાયનિષ્ઠ અને પૂરે પૂરો ઈન્સાફ કરવાવાળા છે.[૨]
(૩) અલ્લાહ તઆલાએ દરેક ઈન્સાનને અકલ તથા સમજ અને અચ્છાઈ તથા બુરાઈનાં વચ્ચે તફાવત કરવાની ક્ષમતા અર્પણ કરી છે. અલ્લાહ તઆલા તે મોમીનોથી રાઝી(ખુશ) થાય છે, જે અલ્લાહ તઆલાની ખ઼ુશનૂદીનાં(ખુશ કરવા) માટે નેક આમાલ(સારા કાર્યો) કરે છે અને તે લોકોથી નારાજ થાય છે, જે ગુનાહોનો ઈર્તિકાબ(બૂરા કામની શરૂઆત) કરે છે.[૩]
(૪) અલ્લાહ તઆલાનાં માટે સંપૂર્ણ સન્માન તથા મહાનતા છે. અલ્લાહ તઆલા મુખ઼્તારે કુલ(પૂરેપૂરો અધિકાર રાખવાવાળા) અને ક઼ાદિરે મુતલક (સર્વશક્તિતમાન) છે. કોઈની મજાલ નથી કે તે અલ્લાહ તઆલાનાં નિર્ણયમાં દખલ કરે(ચાંચ મારે). સન્માનતા(ઈઝ્ઝત) અને અપમાનતા(ઝિલ્લત)નો માલિક અલ્લાહ તઆલા છે. તેવણ જેને ચાહે છે સન્માન આપે છે અને જેને ચાહે છે અપમાનીત કરે છે. અલ્લાહ તઆલા જે ઈચ્છે છે કરે છે. તેવણ કોઈકની સામે કોઈ પણ વસ્તુનાં ઉત્તરદાયી નથી. [૪]
(૫) અલ્લાહ તઆલા જ અન્નદાતા(રાઝિક) છે. તેવણજ દરેક મખલૂકને રોઝ઼ી(આજીવિકા) આપવા વાળા છે. તેવણ જેને ઈચ્છે છે, વધારે રિઝ઼ક઼(રોજી) આપે છે અને જેને ઈચ્છે છે, ઓછુ રિઝ઼ક઼(રોજી) આપે છે. [૫]
(૬) અલ્લાહ તઆલાનાં દરેક નિર્ણયમાં હિકમત(શાણપણ) છુપાયેલી હોય છે, છતાં મનુષ્ય આ હિકમત(શાણપણ)નો ઈદરાક(ખ્યાલ) કરવાથી કાસિર તથા આજીઝ(અસમર્થ તથા લાચાર) છે. તેથી દરેક બંદાઓએ બધા સમયે અલ્લાહ તઆલાનાં ફેસલા પર રાઝી(ખુશ) રેહવુ જોઈએ.[૬]
(૭) દરેક વસ્તુ અલ્લાહ તઆલાનાં હુકમ અને મૃશિય્યત(ઈરાદા)નાં તાબેઅ(અનુસર) છે. અલ્લાહ તઆલાનાં હુકમ અને મૃશિય્યત(ઈરાદા)નાં વગર કંઈ પણ નથી થઈ શકતુ. ત્યાં સુઘી કે એક કણ પણ અલ્લાહ તઆલાની ઈજાઝત વગર હરકત નથી કરી શકતુ. [૭]
(૮) અલ્લાહ તઆલા પર કોઈ પણ વસ્તુ વાજીબ તથા જરૂરી નથી. અલ્લાહ તઆલાનું મખલૂક(જીવો) પર મહેરબાન થવુ માત્ર તેમનો ફઝલ તથા કરમ છે અને તેમની શફકત અને હમદર્દી(કરુણતા અને સહાનુભુતિ) છે.[૮]
(૯) અલ્લાહ તઆલાએ આપણને કોઈ પણ એવા કામનાં મુકલ્લફ(જીમ્મેદાર) નથી બનાવ્યા, જેને પૂરા કરવા પર આપણે કાદિર ન(શક્તી ન રાખતા) હોય.[૯]
(૧૦) દુન્યા માં જે પણ ખૈર કે શર (સારું કે ખરાબ) થાય છે, તે પેહલાથીજ અલ્લાહ તઆલાનાં ઈલ્મ(જ્ઞાન)માં છે. જે પણ ખૈર કે શર(સારું કે ખરાબ) દુન્યા માં થાય છે તે અલ્લાહ તઆલાની મૃશિય્યત(ઈરાદા) થી થાય છે. તેનેજ “તકદીર” કેહવામાં આવે છે.[૧૦]
[૧] وَرَحْمَتىْ وَسِعَتْ كُلَّ شَىءٍ (سورة الاعراف: ۱۵٦)
إِنَّ اللّٰـهَ يَغْفِرُ الذُّنُوْبَ جَمِيْعًا ۚ إِنَّهُ هُوَ الغَفُوْرُ الرَّحِيْمُ (سورة الزمر: ۵۳)
(ويغفر ما دون ذلك لمن يشاء من الصغائر والكبائر) مع التوبة أو بدونها (شرح العقائد النسفية صـ ۱٤۲)
[૨] إِنَّ اللّٰـهَ لا يَظْلِمُ مِثْقَالَ ذَرَّةٍ (سورة النساء: ٤٠)
إنه لا يظلم أحدا إثبات أنه عدل في حكمه (الأسماء والصفات للبيهقي ۱/ ۱٠۸)
[૩] وللعباد أفعال اختيارية يثابون بها ويعاقبون عليها (العقائد النسفية صـ ۱۱۳)
وَهَدَيْنٰهُ النَّجْدَيْنِ (سورة البلد: ١٠)
[૪] مَنْ كَانَ يُرِيْدُ الْعِزَّةَ فَلِلّٰـهِ الْعِزَّةُ جَمِيْعًا (سورة فاطر: ۱٠)
وَتُعِزُّ مَنْ تَشَاءُ وَتُذِلُّ مَنْ تَشَاءُ (سورة آل عمران: ۲٦)
لا يُسْـَٔلُ عَمَّا يَفْعَلُ وَهُمْ يُسْـَٔلُوْنَ (سورة الأنبياء: ۲۳)
إِنَّ رَبَّكَ فَعَّالٌ لِما يُريدُ (سورة هود: ۱٠۷)
ذلك بأنه على كل شيء قدير وكل شيء إليه فقير وكل أمر عليه يسير لا يحتاج إلى شيء (العقيدة الطحاوية صـ ۲٦)
[૫] اللَّـهُ يَبْسُطُ الرِّزْقَ لِمَنْ يَشَاءُ وَيَقْدِرُ (سورة الرعد: ۲٦)
خالق بلا حاجة رازق لهم بلا مؤنة (العقيدة الطحاوية صـ ۲۵)
[૬] فلا يكون فى الدنيا ولا فى الأخرى صغير أو كبير قليل أو كثير خير أو شر نفع أو ضر حلو أو مر إيمان أو كفر عرفان أو نكر فوز أو خسران زيادة أو نقصان طاعة أو عصيان إلا بإرادته ووفق حكمته وطبق تقديره وقضائه فى خليقته (شرح الفقه الأكبر للقاري صـ ۱۹)
اِنَّكَ أَنْتَ العَلِيْمُ الحَكِيْمُ (سورة البقرة: ۳۲)
[૭]كل شيء يجري بقدرته ومشيئته ومشيئته تنفذ لا مشيئة للعباد إلا ما شاء لهم فما شاء لهم كان وما لم يشأ لم يكن (العقيدة الطحاوية صـ ۲٦)
قُلْ لَّنْ يُّصِيْبَنَا إِلَّا مَا كَتَبَ اللّٰـهُ لَنَا هُوَ مَوْلٰنَا ۚ وَعَلَى اللّٰـهِ فَلْيَتَوَكَّلِ الْمُؤمِنُوْنَ (سورة التوبة: ۵۱)
[૮] وما هو الأصلح للعبد فليس ذلك بواجب على الله تعالى (شرح العقائد النسفية صـ ۱۲۷)
إنه لايجب على الله شيء من رعاية الأصلح للعباد وغيرها ( شرح الفقه الاكبر للقاري صـ ۱۲۷)
[૯] لَا يُكَلِّفُ اللّٰـهُ نَفْسًا إِلَّا وُسْعَهَا (سورة البقرة: ۲۸٦)
لا يكلف العبد بما ليس في وسعه (العقائد النسفية صـ۱۲٠)
[૧૦] فالله تعالى عالم بجميع الموجودات لا يعزب عن علمه مثقال ذرة فى العلويات والسفليات وأنه تعالى يعلم الجهر والسر وما يكون أخفى منه من المغيبات بل أحاط بكل شيء علما من الجزئيات والكليات والموجودات والمعدومات والممكنات والمستحيلات (شرح الفقه الأكبر للقاري صـ ۱٦)