પુલ-સિરાત પર મદદ

عن عبد الرحمن بن سمرة رضي الله عنه قال: خرج علينا رسول الله صلى الله عليه وسلم فقال: … ورأيت رجلا من أمتي يزحف على الصراط مرة ويجثو مرة ويتعلق مرة فجاءته صلاته علي فأخذت بيده فأقامته على الصراط حتى جاوز (الأحاديث الطوال للطبراني صـ 273، وإسناده ضعيف كما في مجمع الزوائد، الرقم: 11764)

હઝરત અબ્દુર્રહ઼્માન બિન સમુરા (રદ઼િયલ્લાહુ અન્હુ) થી રિવાયત છે કે એક વખત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ અમારી સામે આવ્યા અને ફરમાવ્યું, “કાલે રાત્રે મેં એક અજીબ મંઝર જોયો. મેં જોયુ કે મારી ઉમ્મત નો એક માણસ પુલ-સિરાત પર ક્યારેક પેટના બલ ઘસડી ને ચાલે છે, ક્યારેક ઘૂંટણના બલ પર ચાલે છે અને ક્યારેક કોઈ ચીજ માં અટકી જાય છે. તો અચનાક તેનું દુરૂદ (જે તે મારા પર મોકલ્યા કરતો હતો) તેની પાસે પહોંચ્યું અને તેનો હાથ પકડીને તેને પુલ-સિરાત પર ઊભો કરી દીધો, ત્યાં સુઘી કે તે ત્યાંથી (પુલ-સિરાત પરથી) પસાર થઈ ગયો.

હઝરત ઈમામ માલિક (રહ.) નાં દિલમાં મદીના મુનવ્વરા ની મુહબ્બત અને અઝમત

હઝરત ઈમામ માલિક (રહ.) નાં દિલમાં મદીના મુનવ્વરહની બેપનાહ મોહબ્બત હતી, તેમની આ મોહબ્બત મદીના મુનવ્વરહનાં માટે આ કારણેથી હતી કે આ મુબારક શહર હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ નું શહર છે અને હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ અહિંયા મદફૂન છે.

નીચે આપેલ લખાણથી ઈમામ માલિક (રહ.) ની મદીના મુનવ્વરથી બેપનાહ મોહબ્બતનો અંદાજો લગાવો.

અલ્લામા ઈબ્ને ખલ્લિકાન (રહ.) લખે છેઃ

હઝરત ઈમામ માલિક (રહ.) મદીના મુનવ્વરાનાં અંદર ક્યારેય કોઈ સવારી પર સવાર નહીં થયા, ત્યાંસુઘી કે ઘડપણ અને કમઝોરીનાં ઝમાનામાં પણ સવારી વગર ચાલવાનું પસંદ ફરમાવતા હતા. કોઈએ ઈમામ માલિક (રહ.) ને તેનું કારણ પુછ્યુ, તો તેવણે જવાબ આપ્યો કે હું કેવી રીતે આ મુબારક શહેર (મદીના મુનવ્વરા) માં કોઈ સવારી પર સવાર થવું, જ્યારે કે તેની જમીનનાં અંદર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ દફન છે. (મુકદ્દમા અવજઝ, પેજ નં-૮૩)

દરુદ – જીવતા અને વફાત પામેલ, બંને માટે રહમત છે

“રૌઝુલ-ફાઇક” નામની કિતાબમાં એક કિસ્સો લખ્યો છે કે એક ઔરત હતી. જેનો છોકરો ખુબજ ગુનેહગાર હતો. તેની મા તેને વારંવાર નસીહત કરતી, પરંતુ તે એક ન માનતો. એ જ હાલતમાં એ મરી ગયો.

તેની માતાને ખુબજ દુઃખ થયુ કે તે તૌબા વગર દુનિયાથી ચાલ્યો ગયો. તેને ખૂબજ તમન્ના હતી કે કોઈ રીતે તે દીકરાને ખ્વાબમાં જોઈ શકે.

કેટલાક સમય પછી તેણે દીકરાને ખ્વાબમાં જોયો – પરંતુ અઝાબમાં મુકાયેલો હતો. આ જોઈને માને વધુ દુઃખ થયું.

એક ટાઇમ પછી ફરી તેણે ખ્વાબમાં જોયો – આ વખતે તે ખુશહાલ અને સારી હાલતમાં હતો.

માએ પૂછ્યું: “આ કેવી રીતે થયું?

કહ્યું: “એક દિવસ એક ખુબજ ગુનેહગાર આ કબ્રસ્તાન પાસેથી પસાર થયો. જ્યારે તેણે કબ્રો જોઈ, તો ઇબ્રત લીધી. તે પોતાની હલત પર રડી પડ્યો અને સાચા દિલથી તૌબા કરી. થોડુ-ઘણુ કુરઆન-શરીફ અને વીસ વાર દરુદ-શરીફ પઢીને આખા કબ્રસ્તાન વાળાને ઈસાલે-સવાબ કરી દીધો – જેમાં હું પણ શામેલ હતો. એમાંથી જે હિસ્સો મને મળ્યો, એનું ફળ છે જે તમે જોઈ રહ્યા છો.”

“મારી મમ્મી! હઝરત રસૂલુલ્લાહ ﷺ પર દરુદ-શરીફ દિલ માટે નૂર છે, ગુનાહ માટે કફ્ફારો છે અને જીવતા અને મરેલા – બંને માટે રહમત છે।” (ફઝાઇલે-દરુદ, પેજ નંબર ૧૭૧)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source: http://whatisislam.co.za/index.php/durood/item/626-assistance-over-the-siraat , http://ihyaauddeen.co.za/?p=7663

Check Also

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ ને દુરૂદ-શરીફ પહોંચાડવા વાળો ફરિશ્તો

عن عمار بن ياسر رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم : إن لله ملكا أعطاه أسماع الخلائق، فهو قائم على قبري إذا مت، فليس أحد يصلي علي صلاة إلا قال : يا محمد صلى عليك فلان ابن فلان...