સવાલ- શું હાજી માટે જરૂરી છે કે, તે રમી-એ-જમરાત, હલક(માંથુ મુંડાવુ) અને દમે-શુકર માં ખાસ તરતીબ ને ધ્યાન માં રાખે?
જવાબ- જી હાં, હાજીના માટે વાજીબ અને જરૂરી છે કે તે આ તરતીબ નો ખ્યાલ રાખે: પહેલા તે રમી-એ-જમરાત કરે, ત્યાર પછી તે દમે શુકર કરે અને પછી તે માંથાના વાળ મુંડાવે. આ હુકમ મુતમત્તે’ અને કારિન માટે છે.
જો મુતમત્તે અથવા કારિન ભુલથી યા જાણી જોઈને ઉલ્લેખનીય તરતીબ નાં ખીલાફ કરે તો એના પર દમ વાજીબ થશે.
જ્યાં સુધી મુફરદ ની વાત છે, તો એના માટે વાજીબ છે કે તે આ તરતીબ નો ખ્યાલ રાખે: પહેલા તે રમી-એ-જમરાત કરે અને પછી માથા ના વાળ મુંડાવે. આ હુકમ એટલા માટે છે કે એના પર દમે શુકર વાજીબ નથી.
જો મુફરદ ભૂલ થી અથવા જાણી જોઈને ઉપરોક્ત તરતીબ ના કરશે, તો એના પર દમ વાજીબ થશે.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
( أو قدم نسكا على آخر ) فيجب في يوم النحر أربعة أشياء الرمي ثم الذبح لغير المفرد ثم الحلق ثم الطواف لكن لا شيء على من طاف قبل الرمي والحلق نعم يكره لباب وقد تقدم كما لا شيء على المفرد إلا إذا حلق قبل الرمي لأن ذبحه لا يجب (الدر المختار)
قال العلامة الشامي: قوله ( لكن لا شيء على من طاف ) أي مفردا أو غيره شرح اللباب قوله ( قبل الرمي والحلق ) أي وكذا قبل الذبح بالأولى لأن الرمي مقدم على الذبح فإذا لم يجب ترتيب الطواف على الرمي لا يجب على الذبح (رد المحتار 2/555)
જવાબ આપનારઃ
મુફતી ઝકરીયા માંકડા
ઈજાઝત આપનારઃ
મુફતી ઈબ્રાહીમ સાલેહજી