અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૬)

મુઅઝ્ઝિનનાં અવસાફ(વિશેષતાઓ)

(૧) મુઅઝ્ઝિન મર્દ હોય.[૧]

عن ابن عمر رضي الله عنهما قال: ليس على النساء أذان ولا إقامة (السنن الكبرى للبيهقي رقم ۱۹۹٦)

હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર(રદિ.)થી રિવાયત છે કે તેવણે ફરમાવ્યુઃ ઔરતનાં શિરે અઝાન અને ઈકામત નથી.

(૨) મુઅઝ્ઝિનનાં માટે નિચે પ્રમાણેનાં અવસાફ(વિશેષતાઓ)નો જાણકાર હોવુ જરૂરી છેઃ

  • અકલમંદ હોય,
  • સમજદારીની ઉમર(પુખ્તવયના) સુઘી પહોંચી ગયો હોય(એટલી ઉમર હોય, જેમાં માણસમાં સમજ આવી જાય છે) સમજદારીની ઉમરથી નાની ઉમરનાં છોકરાની અઝાન દુરૂસ્ત(સહીહ) નથી.
  • અઝાનથી સંબંધીત મસાઈલનું ઈલ્મ હોય.
  • નમાઝનાં સમયોનો ઈલ્મ(જ્ઞાન) હોય.
  • નેક સાચો મુસલમાન હોય.[૨]

 عن أبى هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: الإمام ضامن والمؤذن مؤتمن اللهم أرشد الأئمة واغفر للمؤذنين (سنن أبي داود رقم ۵۱۷)[૩]

હઝરત અબૂ હુરૈરહ(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુઃ “ઈમામ જવાબદાર છે(મુક્તદીઓની નમાઝનો જવાબદાર છે) અને મુઅઝ્ઝિન વિશ્વાસપાત્ર છે(લોકો એ તેના પર ભરોસો કર્યો છે કે તે સહીહ સમય પર અઝાન આપે) એ અલ્લાહ ! ઈમામોંની રેહનુમાઈ(માર્ગદર્શન) ફરમાવ અને મુઅઝ્ઝિનોની બખશીશ ફરમાવ.

عن ابن عباس رضي الله عنهما قال: قال رسول الله صلى الله عليه وسلم: ليؤذن لكم خياركم وليؤمكم قراؤكم (سنن أبي داود رقم ۵۹٠)[૪]

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુઃ “તમારામાંથી બેહતરીન માણસ તમારા માટે અઝાન આપે(બેહતરીન માણસને અઝાન આપવા માટે મુકર્રર(નક્કિ) કરવામાં આવે) અને તમારામાંથી સૌથી વધારે ભણેલો ગણેલો હોય(કુર્આને કરીમ સૌથી સારૂ પઢવા વાળો અને નમાઝ નાં મસાઈલનો જાણકાર હોય) તમારી ઈમામત કરાવે(ઈમામ એવો માણસ હોય જે કુર્આને કરીમ સૌથી સારૂ પઢવાનું જાણતો હોય અને નમાઝ નાં મસાઈલ ને સારી રાટે જાણતો હોય).

Source: http://ihyaauddeen.co.za/?cat=379


 

[૧] ( ويكره أذان جنب وإقامته وإقامة محدث لا أذانه ) على المذهب ( و ) أذان ( امرأة ) وخنثى ( وفاسق ) ولو عالما لكنه أولى بإمامة وأذان من جاهل تقي ( وسكران ) ولو بمباح كمعتوه وصبي لا يعقل ( وقاعد إلا إذا أذن لنفسه ) وراكب إلا لمسافر ( ويعاد أذان جنب ) ندبا وقيل وجوبا ( لا إقامته ) لمشروعية تكراره في الجمعة دون تكرارها ( وكذا ) يعاد ( أذان امرأة ومجنون ومعتوه وسكران وصبي لا يعقل )  (الدر المختار ۱/۳۹۲)

وأما الذي يرجع إلى صفات المؤذن فأنواع أيضا منها أن يكون رجلا فيكره أذان المرأة باتفاق الروايات (بدائع الصنائع ۱/۱۵٠)

[૨] وأهلية الأذان تعتمد بمعرفة القبلة والعلم بمواقيت الصلاة كذا في فتاوى قاضي خان وينبغي أن يكون المؤذن رجلا عاقلا صالحا تقيا عالما بالسنة كذا في النهاية وينبغي أن يكون مهيبا ويتفقد أحوال الناس ويزجر المتخلفين عن الجماعات كذا في القنية وأن يكون مواظبا على الأذان هكذا في البدائع والتتارخانية (الهندية ۱/۵۳)

[૩] سكت الحافظ عن هذا الحديث في الفصل الثاني من هداية الرواة (۱/۳۱۸) ، فالحديث حسن عنده.

قال المنذري في الترغيب والترهيب: وعن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: الإمام ضامن والمؤذن مؤتمن اللهم أرشد الأئمة واغفر للمؤذنين رواه أبو داود والترمذي وابن خزيمة وابن حبان في صحيحيهما إلا أنهما قالا فأرشد الله الأئمة وغفر للمؤذنين ولابن خزيمة رواية كرواية أبي داود (الترغيب والترهيب رقم ۳٦۵)

 وفي أخرى له قال رسول الله صلى الله عليه وسلم: المؤذنون أمناء والأئمة ضمناء اللهم اغفر للمؤذنين وسدد الأئمة ثلاث مرات ورواه أحمد من حديث أبي أمامة بإسناد حسن (الترغيب والترهيب رقم ۳٦٦)

وعن عائشة رضي الله عنها قالت: سمعت رسول الله صلى الله عليه وسلم يقول: الإمام ضامن والمؤذن مؤتمن فأرشد الله الأئمة وعفا عن المؤذنين رواه ابن حبان في صحيحه (الترغيب والترهيب رقم ۳٦۷)

[૪] سكت الحافظ عن هذا الحديث في الفصل الثاني من هداية الرواة (۲/٤) ، فالحديث حسن عنده.

قال صاحب بذل المجهود (۳/٤٦۷) : (خياركم) أي من هو أكثر صلاحًا ليحفظ نظره عن العورات، ويبالغ في محافظة الأوقات، (وليؤمكم قراؤكم) بضم القاف وتشديد الراء جمع قارئ، وكل ما يكون أقرأ فهو أفضل إذا كان عالمًا بمسائل الصلاة

Check Also

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના …