عن ابي كاهل رضي الله عنه قال: قال لي رسول الله صلى الله عليه وسلم: يا ابا كاهل! من صلى علي كل يوم ثلاث مرات وكل ليلة ثلاث مرات حبا وشوقا الي كان حقا على الله أن يغفر له ذنوبه تلك الليلة وذلك اليوم (الترغيب والترهيب، الرقم: ۲۵۸٠)
હઝરત અબૂ કાહિલ રદ઼િયલ્લાહુ અન્હુથી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) મને ઈરશાદ ફરમાવ્યું કે હે અબૂ-કાહિલ! જે માણસ મારા ઊપર મારી મુહબ્બત અને મારા ઈશ્તિયાક (શોખ) માં દરરોજ દિવસે ત્રણ વખત અને રાતે ત્રણ વખત દુરૂદ મોકલે, તો અલ્લાહ તઆલા તે રાતના અને તે દિવસના તેના ગુનાહોની મગફિરતને પોતાના ઉપર લાઝિમ કરી લે છે (અલ્લાહ તઆલા તે માણસના તે દિવસના અને તે રાતના ગુનાહોને જરૂર માફ ફરમાવી દે છે).
તકલીફની હાલતમાં દુરૂદ શરીફ પઢવુ
અબ્દુર્રહીમ બિન અબ્દુર્રહમાન બિન અહમદે કહ્યુ કે હું હમ્મામ(બાથરૂમ)માં પડી ગયો હતો, જેનાંથી મારા હાથમાં લાગ્યુ હતુ અને સોજો પણ આવી ગયો હતો. રાતનાં મને ઘણી તકલીફ રહી મેં હુઝૂર(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને સપનાં માં જોયા. મેં અરજ કર્યુ યા રસૂલુલ્લાહ! હુઝૂર(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે હે મારા બેટા! તારા દર્દે મને વહશત(ગભરાટ)માં નાંખી દીધો. સવારનાં તે બઘો સોજો જતો રહ્યો અને હુઝૂર(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની બરકત થી તે તકલીફ પણ જતી રહી.
દુરૂદે-તુન્જીના હિફાઝત માટે
મુસા ઝરીર રહ઼િમહુલ્લાહ એક નેક સાલેહ બુઝુર્ગ હતા. એમણે એમના ભૂતકાળના દિવસોની એક ઘટના મને નકલ કરી કે એક જહાઝ ડૂબવા લાગ્યું અને હું એમા મૌજૂદ હતો. તે સમયે મને ગુનૂદગી જેવુ થયુ, તે હાલતમાં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) મને આ દુરૂદ તાલીમ ફરમાવી, ઈરશાદ ફરમાવ્યુ કે જહાઝવાળા આ દુરૂદને એક હઝાર વાર પઢો. હજી ત્રણસો વાર સુઘી પહોંચ્યા હતા કે જહાઝ ડુબવાથી બચી ગયુ. આ દુરૂદ શરીફ ની બરકત હતી જે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) ખ્વાબમાં સિખવ્યુ હતું. તે દુરૂદ આ છેઃ
أّللَّهُمَّ صَلِّ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ صَلَوةً تُنْجِينَا بِهَا مِن جَمِيعِ الْأَهْوَالِ وَالْآفَاتِ وَتَقْضِي لَنَا بِهَا جَمِيعَ الحَاجَاتِ وَتُطَهِّرُنَا بِهَا مِن جَمِيعِ السَّيِئَاتِ وَتَرْفَعُنَا بِهَا أَعْلَى الدَّرَجَاتِ وَتُبَلِّغُنَا بِهَا أَقْصَى الغَايَاتِ مِن جَمِيعِ الخَيرَاتِ فِي الحَيَوةِ وَبَعدَ الممَات (اِنَّكَ عَلَى كُلِّ شَيئٍ قَدِيرٌ)
એ અલ્લાહ! અમારા પ્યારા અને મહબૂબ મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) પર એવી રહમત નાઝિલ ફરમાવ, જે અમારા માટે દરેક મુસીબતો અને પરેશાનીઓ થી હિફાઝતનો ઝરીઓ હોય, જેનાથી અમારી જરૂરતો પૂરી થાય, જેનાથી અમે બઘા દરેક ગુનાહોથી પાક-સાફ થઈ જાય, જેની બરકતથી અમને ઉચ્ચ કોટિની જગ્યા નસીબ થાય (આખિરતમાં) અને જેના ઝરીએ અમે ઝિંદગી અને મોત પછી દરેક ભલાઈઓના બુલંદ અને અંતિમ સ્થાન પર પહોંચી જાય. બેશક, તુ દરેક વસ્તુ પર કાદિર છે.
يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الْخَلْقِ كُلِّهِمِ
Source: http://whatisislam.co.za/index.php/durood/item/576-reserving-a-special-time-for-reciting-durood , http://ihyaauddeen.co.za/?p=5969