ઈદની સુન્નતોં અને આદાબ

સવાલઃ- મુફતી સાહબ ! મેહરબાની કરી ઈદની સુન્નતો વિગતવાર બયાન કરી આપો અને એ વાતની વઝાહત ફરમાવો કે હમોએ આ મુબારક દિવસ કેવી રીતે ગુજારવો જોઈએ?

જવાબઃ- નિચે એક લેખની રજુઆત કરી રહ્યા છીએ, જે હમોએ ઈદની સુન્નતોં અને આદાબ નાં વિષય પર તૈયાર કર્યો છે.

(૧) મિસ્વાક થી મોઢુ સાફ કરવું.
(૨) ગુસલ કરવું.

عن ابن عباس رضي الله عنهما قال كان رسول الله صلى الله عليه و سلم يغتسل يوم الفطر ويوم الأضحى (ابن ماجة رقم ۱۳۱۵)

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ(રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઈદુલ ફિત્ર અને ઈદુલ અદહાનાં દિવસે ગુસલ ફરમાવતા હતા.

(૩) સૌથી સરસ કપડા પેહરવા એટલે પોતાની પાસે મૌજૂદ કપડામાંથી સૌથી બેહતર કપડા પેહરવુ. નવા કપડા પેહરવુ જરૂરી નથી.

عن جابر رضي الله عنهما قال كانت للنبي صلى الله عليه وسلم جبة يلبسها في العيدين، ويوم الجمعة. (ابن خزيمة رقم ۱۷٦٦)

હઝરત જાબિર(રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની પાસે એક ઝબ્બો હતો, જેને આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઈદૈન અને જુમઆનાં દિવસે પેહરતા હતા.

(૪) ખુશ્બુ લગાવવું.
(૫) ઈદની નમાઝ ઈદગાહ માં અદા કરવું.

عن أبي سعيد الخدري رضي الله عنه قال : كان رسول الله صلى الله عليه وسلم يخرج يوم الفطر والأضحى إلى المصلى فأول شيء يبدأ به الصلاة (البخاري رقم ۹۵٦)

હઝરત અબૂ સઈદ ખુદરી(રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઈદુલ ફિત્ર અને ઈદુલ અદહાનાં દિવસે ઈદગાહ તશરીફ લઈ જતા હતા અને(ત્યાં પહોંચીને) સૌથી પેહલા નમાઝ અદા ફરમાવતા હતા(ખુત્બાથી પેહલા નમાઝ અદા ફરમાવતા હતા).

(૬) બકરા ઈદનાં દિવસે, ઈદની નમાઝ થી પેહલા કંઈ પણ ન ખાવુ જોઈએ(બલકે તે દિવસે સૌથી પેહલી વસ્તુ જે માણસનાં પેટમાં જવી જોઈએ, તે કુરબાનીનું ગોશ્ત હોવુ જોઈએ) હાં, ઈદુલ ફિત્રનાં દિવસે ઈદની નમાઝનાં માટે જવા પેહલા એકી સંખ્યામાં ખજૂરો યા કોઈ પણ મીઠી વસ્તુ ખાવી જોઈએ.

عن أنس بن مالك رضي الله عنه قال كان النبي صلى الله عليه و سلم لا يخرج يوم الفطر حتى يطعم تمرات (ابن ماجة رقم ۱۷۵٤)

હઝરત અનસ બિન માલિક(રદિ.) ફરમાવે છે કે નબી(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ઈદુલ ફિત્રનાં દિવસે,ઈદની નમાઝનાં માટે જવા પેહલા થોડી ખજૂરો ખાતા હતા.

عن ابن بريدة عن أبيه رضي الله عنه أن رسول الله صلى الله عليه و سلم كان لا يخرج يوم الفطر حتى يأكل . وكان لا يأكل يوم النحر حتى يرجع (ابن ماجة رقم ۱۷۵٦)

હઝરત બુરૈદહ(રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલુયહિ વસલ્લમ)ની આદતે મુબારકા હતી કે ઈદુલ ફિત્રનાં દિવસે ઈદની નમાઝનાં માટે જવા પેહલા કંઈ ખાતા હતા અને ઈદુલ અદહાનાં દિવસે ઈદની નમાઝ પછીજ ખાતા હતા(ઈદુલ અદહાનાં દિવસે જે વસ્તુ આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)સૌથી પેહલા ખાતા હતા, તે કુરબાની નું ગોશ્ત હતુ.
અને બયહકીની રિવાયતથી ષાબિત છે કે કુરબાનીનાં જાનવરમાં કલેજી સૌથી પેહલી વસ્તુ હતી જે આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ખાતા હતા).

(૭) ઈદગાહ જલ્દી જવુ.
(૮) ઈદગાહ પેદલ(ચાલતા) જવુ.

عن سعد بن أبي وقاص رضي الله عنه أن النبي صلى الله عليه و سلم كان يخرج إلى العيد ماشيا ويرجع ماشيا. (ابن ماجة رقم ۱۲۹٤)

હઝરત સઅદ બિન અબી વક્કાસ(રદિ.) ફરમાવે છે કે નબી(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઈદની નમાઝનાં માટે પૈદલ જાતા હતા અને પૈદલ આવતા હતા.

(૯) બકરા ઈદ નાં દિવસે ઈદગાહ જાતા સમયે અવાજની સાથે તકબીર કેહવુ અને ઈદુલ ફિત્રનાં દિવસે ઈદગાહ જાતા સમયે આહિસ્તા તકબીર કેહવું.
(૧૦) એક રસ્તે થી ઈદગાહ જવુ અને બિજા રસ્તે થી આવવું.

وعن جابر رضي الله عنه قال كان النبي صلى الله عليه وسلم إذا كان يوم عيد خالف الطريق .(البخاري رقم ۹۸٦)

હઝરત જાબિર(રદિ.) ફરમાવે છે કે નબી(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઈદનાં દિવસે(ઈદગાહ) એક રસ્તે થી જતા હતા અને બિજા રસ્તાથી આવતા હતા.

(૧૧) ઈદની બે રકાત વાજીબ નમાઝ છ(૬) ઝાઈદ તકબીરોની સાથે વગર અઝાન અને ઈકામતે પઢવું.

عن ابن عباس رضي الله عنه أن النبي صلى الله عليه و سلم صلى يوم العيد بغير أذان ولا إقامة (ابن ماجة رقم ۱۲۷٤)

હઝરતઅબ્દુલ્લાહ બિન અબ્બાસ(રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈનનાં દિવસે(ઈદની) નમાઝ વગર અઝાન અને ઈકામતે અદા કરી.

(૧૨) ઈદની નમાઝની પેહલી રકાતમાં સુરતુલ આલા અને બિજી રકાતમાં સુરતુલ ગાશિયહ પઢવુ.

عن النعمان بن بشير رضي الله عنه قال كان رسول الله صلى الله عليه وسلم يقرأ في العيدين وفي الجمعة بسبح اسم ربك الأعلى، وهل أتاك حديث الغاشية. (مسلم رقم ۸۷۸)

હઝરત નોમાન બિન બશીર(રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઈદુલ ફિત્ર અને ઈદુલ અદહા અને જુમઆની નમાઝ માં સુરતુલ આલા અને સુરતુલ ગાશિયહ પઢતા હતા.

(૧૩) ઈદની નમાઝ પછી બેસી રેહવુ અને ખુત્બો સાંભળવુ. ખુત્બાનાં માટે બેસી રેહવુ સુન્નતે મુઅક્કદહ છે.

(૧૪) ખુત્બાનાં દરમિયાન ખામોશ રેહવુ અને ખુત્બો ધ્યાનથી સાંભળવુ વાજીબ છે.

(૧૫) ઈદગાહ માં ઈદની નમાઝથી પેહલા યા પછી કોઈપણ નમાઝ પઢવુ મમનુઅ છે.

عن ابن عباس رضي الله عنهما أن رسول الله صلى الله عليه و سلم خرج فصلى بهم العيد لم يصل قبلها ولا بعدها (ابن ماجة رقم ۱۲۹۱)

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ(રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઈદગાહ આવ્યા, લોકોને ઈદની નમાઝ પઢાવી અને ન તો તેનાંથી પેહલા અને ન તેનાં પછી કોઈ(નફલ) નમાઝ પઢી(એટલે ઈદગાહ માં).

(૧૬) ઈદૈનની રાતોમાં જાગવુ અને ઈબાદત કરવુ. ઈદૈન ની રાતોમાં જાગવા વાળાનાં દિલ તે દિવસે જીવિત રહેશે, જે દિવસે બઘાનાં દિલ મુરદા થઈ જશે.

عن أبي أمامة رضي الله عنه عن النبي صلى الله عليه و سلم قال من قام ليلتي العيدين محتسبا لله لم يمت قلبه يوم تموت القلوب (ابن ماجة رقم ۱۷۸۲)

હઝરત અબૂ ઉમામહ(રદિ.) ફરમાવે છે કે નબી(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ, “જે માણસ ઈદૈનની રાતોમાં અલ્લાહ તઆલાથી ષવાબની ઉમ્મીદ રાખી ઉભો રહી નમાઝ પઢે. તેનુ દિલ તે દિવસે મુરદા નહી થશે, જે દિવસે બઘાનાં દિલ મુરદા થઈ જશે.”
અલ્લાહ તઆલા વઘુ જાણનાર છે.

Check Also

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના …