સવાલ- જો કર્ઝખ્વાહ (ઉધાર આપનાર) કર્ઝદાર (ઉધાર લેનારને)ને કર્ઝ અને દૈન(તે ઉધાર જે વેચેલા સામાનના બદલામાં હોય) માફ કરી દે અને માફ કરવાના સમયે એમણે ઝકાત અદા કરવાની નિય્યત કરી,તો શું માત્ર કર્ઝ અને દૈનને ઝકાતની નિય્યતથી માફ કરવાથી ઝકાત અદા થઈ જશે?
અને જો કર્ઝ અને દૈન(તે ઉધાર જે વેચેલા સામાનના બદલામાં હોય)ની ઝકાત ઘણા વર્ષો સુધીની અદા નથી થઈ, તો શું કર્ઝો અને દૈનને ઝકાતની નિય્યતથી માફ કરવાથી પાછલા વર્ષોની ઝકાત અદા થઈ જશે?
જવાબ- આ મસઅલા માં થોડી તફસીલ (વર્ણન) છે.
જો કર્ઝદાર (ઉધાર લેનાર) ગરીબ માણસ છે અને કર્ઝખ્વાહ(ઉધાર આપનાર) પોતાનાં કર્ઝ અને દૈન(તે ઉધાર જે વેચેલા સામાનના બદલામાં હોય) માફ કરી દે, (તો એટલા માટે કે ગરીબ માણસ ઝકાત નો હકદાર છે) તો કર્ઝખ્વાહ (ઉધાર આપનાર) નું પોતાનું કર્ઝ અને દૈન(તે ઉધાર જે વેચેલા સામાનના બદલામાં હોય) માફ કરવાથી ઝકાત તેનાં મુસ્તહિક (હકદાર) ને પહોંચી ગઈ, એટલા માટે તે માલ પર જકાત ફર્ઝ ન થશે ન તો મૌજૂદા વર્ષ માટે (ચાલુ વર્ષ) ન પાછલા વર્ષો માટે.
જો કર્ઝખ્વાહ(ઉધાર દેનાર) કોઈ માલદાર માણસનું કર્ઝ અને દૈન(તે ઉધાર જે વેચેલા સામાનના બદલામાં હોય) માફ કરી દે, તો કર્ઝ અને દૈન(તે ઉધાર જે વેચેલા સામાનના બદલામાં હોય) ની ઝકાત મૌજૂદા વર્ષ (ચાલુ વર્ષ) નાં માટે ફર્ઝ નહી થશે (આ તે સૂરતમાં છે, જેયારે કે તેની ઝકાત ની તારીખ હજી સુઘી નથી આવી); પણ કર્ઝો અને દૈનની ઝકાત પાછલા વર્ષોનાં માટે માફ નહી થશે; બલ્કે તે તેમનાં ઝિમ્મે ફર્ઝ રહેશે.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
ولو أبرأ رب الدين المديون بعد الحول فلا زكاة سواء كان الدين قويا أو لاخانية وقيده في المحيط بالمعسر أما الموسر فهو استهلاك فليحفظ بحر قال في النهر وهذا ظاهر في أنه تقييد للإطلاق وهو غير صحيح في الضعيف كما لا يخفى (الدر المختار ۲/۳٠۷)
أما إذا أبرأ المديون منه بعد الحول فإنه لا زكاة عليه فيه سواء كان ثمن مبيع أو قرضا أو غير ذلك صرح به قاضي خان في فتاويه لكن قيده في المحيط بكون المديون معسرا أما لو كان موسرا فهو استهلاك وهو تقييد حسن يجب حفظه (البحر الرائق ۲/۲۲۵)
لو كان له دين على فقير فأبرأه منه سقط زكاته عنه نوى به عن الزكاة أو لم ينو؛ لأنه كالهلاك فلو أبرأه عن البعض سقط زكاة ذلك البعض لما قلنا وزكاة الباقي لا تسقط عنه ولو نوى به الأداء عن الباقي لأن الساقط ليس بمال والباقي يجوز أن يكون مالا فكان الباقي خيرا منه فلا يجوز الساقط عنه وكذا لا يجوز أداء الدين عن العين بخلاف العكس ولو كان الدين على غني فوهبه منه بعد وجوب الزكاة عليه قيل يضمن قدر الواجب عليه وقيل لا يضمن والله أعلم (تبيين الحقائق ۱/۲۵۸)
ولو كان له دين على فقير فأبرأه عنه سقط عنه زكاته نوى به عن الزكاة أو لا لأنه كالهلاك ولو أبرأه عن البعض سقط زكاة ذلك البعض لما قلنا وزكاة الباقي لا تسقط ولو نوى به إلا الأداء عن الباقي كذا في التبيين ولو كان من عليه الدين غنيا فوهبه منه بعد الحول ففي رواية الجامع يضمن قدر الزكاة وهو الأصح هكذا في محيط السرخسي (الفتاوى الهندية ۱/۱۷۱)
દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન
ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા
Source: http://muftionline.co.za/node/40