અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૨)

અઝાન અને ઈકામતની સુન્નતો અને આદાબ

અઝાન, દીને ઈસ્લામનો એક મહાન અને સ્પષ્ટ શિઆર(નિશાન) છે. ઈસ્લામમાં અઝાન આપવા વાળાને અતી ઊંચો અને સર્વક્ષ્રેષ્ઠ દરજ્જો અર્પણ કરવામાં આવ્યો છે. કયામતનાં દિવસે જ્યારે લોકો અઝાન આપવા વાળાઓનો મહાન દરજ્જો અને રૂતબો જોશે, તો ઈર્ષ્યા કરશે. ઘણીબઘી હદીષોમાં અઝાન આપવા વાળાનાં ફઝાઈલ(ક્ષ્રેષ્ઠતા) અને એમનાં અઝીમુશ્શાન અજરોષવાબ(પુણ્યનાં બદલા)નો ઝિકર આવ્યો છેઃ

મુઅઝ્ઝિન(અઝાન આપવા વાળા)નાં ફઝાઈલ(ક્ષ્રેષ્ઠતા)

  • કયામતનાં દિવસે મુઅઝ્ઝિનનો મકામ(પ્રતિષ્ઠા).

عن معاوية رضي الله عنه قال: سمعت رسول الله صلى الله عليه وسلم يقول: المؤذنون أطول الناس أعناقا يوم القيامة (صحيح مسلم رقم ۳۸۷)

હઝરત મુઆવિયહ(રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુઃ “કયામતનાં દિવસે મુઅઝ્ઝીનો ની ગરદનો સૌથી વધુ લાંબી હશે.”

આ હદીષમાં “أطول الناس أعناقا”થી લુગવી અર્થ મુરાદ(મતલબ) નથી, બલ્કે એનાથી મુરાદ(મતલબ) એ છે કે મુઅઝ્ઝિનો કયામતનાં દિવસે ખૂબ મહાન સ્થાન અને મરતબાનાં હામિલ હશે(આપવામાં આવશે).

  • ઈસ્લામનાં સૌથી પેહલા મુઅઝ્ઝિન હઝરત બિલાલ(રદિ.) હતા. એમનો આ વિશેષ ગુણ(ક્ષ્રેષ્ઠતા) છે. બીજો ગુણ(ક્ષ્રેષ્ઠતા) એ છે કે હઝરત બિલાલ(રદિ.) રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં મુઅઝ્ઝિન હતા.

عن عبد الله بن عمر قال: قال رسول الله صلى الله عليه وسلم: ثلاثة على كثبان المسك أراه قال يوم القيامة يغبطهم الأولون والآخرون رجل ينادي بالصلوات الخمس في كل يوم وليلة ورجل يؤم قوما وهم به راضون وعبد أدى حق الله وحق مواليه (سنن الترمذي رقم ۲۵٦٦) [૧]

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર(રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુઃ “ત્રણ જણાં(કયામતનાં દિવસે) મુશ્ક(કસ્તુરી) નાં ટેકરાઓ પર હશે અગાળીનાં અને પછાળીનાં લોકો તેઓને જોઈને ઈર્ષ્યા(રશ્ક) કરશે. આ ત્રણ લોકોમાં એક તે માણસ છે જે દરેક રાત્રી અને દિવસમાં પાચેંય સમયની નમાઝ માટે અઝાન આપે છે. બીજો તે માણસ છે જે એવા લોકોની ઈમામત કરાવે છે જે એનાંથી રાજી છે. ને ત્રીજો તે ગુલામ છે જે અલ્લાહ તબારક અને પોતાનાં આકાવોનાં અધિકારો(હુકુક) અદા કરે છે.”

 

Source: http://ihyaauddeen.co.za/?cat=379


 

[૧] قال أبو عيسى هذا حديث حسن غريب

قال المنذري في الترغيب والترهيب (رقم ۳۷٤): رواه أحمد والترمذي من رواية سفيان عن أبي اليقظان عن زاذان عنه وقال حديث حسن غريب قال الحافظ وأبو اليقظان واه وقد روى عنه الثقات واسمه عثمان بن قيس قاله الترمذي وقيل عثمان بن عمير وقيل عثمان بن أبي حميد وقيل غير ذلك ورواه الطبراني في الأوسط والصغير بإسناد لا بأس به ولفظه (رقم ۳۷۵) قال رسول الله صلى الله عليه وسلم ثلاثة لا يهولهم الفزع الأكبر ولا ينالهم الحساب هم على كثب من مسك حتى يفرغ من حساب الخلائق رجل قرأ القرآن ابتغاء وجه الله وأم به قوما وهم به راضون وداع يدعو إلى الصلاة ابتغاء وجه الله وعبد أحسن فيما بينه وبين ربه وفيما بينه وبين مواليه ورواه في الكبير ولفظه (رقم ۳۷٦) عن ابن عمر رضي الله عنهما قال لو لم أسمعه من رسول الله صلى الله عليه وسلم إلا مرة ومرة ومرة حتى عد سبع مرات لما حدثت به سمعت رسول الله صلى الله عليه وسلم يقول ثلاثة على كثبان المسك يوم القيامة لا يهولهم الفزع ولا يفزعون حين يفزع الناس رجل علم القرآن فقام به يطلب به وجه الله وما عنده ورجل نادى في كل يوم وليلة خمس صلوات يطلب وجه الله وما عنده ومملوك لم يمنعه رق الدنيا من طاعة ربه

 

Check Also

દુઆની સુન્નતો અને આદાબ – ૫

(૧) દુઆની શરૂઆતમાં, અલ્લાહ તઆલાની હમ્દ-ઓ-સના (પ્રશંસા) કરો અને તે પછી નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ …