અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૩)

મુઅઝ્ઝિન(અઝાન આપવા વાળા)નાં ફઝાઈલ(ક્ષ્રેષ્ઠતા)

      • સઘળી(આખી) માનવજાતી(ઈન્સાન હોય અથવા જીન્નાત અથવા બીજી કોઈ માનવજાતી) જે પણ મુઅઝ્ઝિન ની અવાજ સાંભળે કયામતનાં દિવસે  તે તેનાં માટે આપશે(સાક્ષી બનશે).

    عن عبد الرحمن بن عبد الله بن عبد الرحمن بن أبي صعصعة الأنصاري ثم المازني عن أبيه أنه أخبره أن أبا سعيد الخدري قال له: إني أراك تحب الغنم والبادية فإذا كنت في غنمك أو باديتك فأذنت بالصلاة فارفع صوتك بالنداء فإنه لا يسمع مدى صوت المؤذن جن ولا إنس ولا شيء إلا شهد له يوم القيامة قال أبو سعيد: سمعته من رسول الله صلى الله عليه وسلم (صحيح البخاري رقم ٦٠۹)

    હઝરત અબ્દુલ્લાહ બિન અબદુર્રહમાન બિન અબી સઅસઅહ(રદિ.) થી રિવાયત છે કે હઝરત અબૂ સઈદ ખુદરી (રદિ.) એ એમને ફરમાવ્યુ(કહ્યુ) કે હું જોઈ રહ્યો છું કે તમને બકરીઓ ચરાવવુ અને જંગલમાં રેહવાનુ પસંદ છે, તેથી (મારી એક વાત યાદ રાખો) જ્યારે તમે બકરાઓ સાથે યા જંગલ માં હોય(અને નમાઝ નો સમય થઈ જાય) અને તમારે અઝાન આપવી હોય તો બુલંદ(ઊંચા) અવાજથી અઝાન આપ્યા કરો, એટલા માટે કે જીન્નાત, ઈન્સાન અથવા બીજી કોઈ માનવજાતી જેનાં પણ કાનમાં મુઅઝ્ઝિનની અવાજ પહોંચશે, તે કયામતનાં દિવસે એના માટે ગવાહી આપશે. હઝરત અબૂ સઈદ ખુદરી(રદિ.) ફરમાવ્યુ કે મેં આ હદીષ રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી સાંભળી છે.

    • મુઅઝ્ઝિનને મગફિરત અને બખશિશની બશારત(ખુશખબરી) આપવામાં આવી છે. તથા એને એ ફઝિલત(શ્રેષ્ઠતા) હાસિલ(પ્રાપ્ત) છે કે જેટલા લોકો તેનો અવાજ સાંભળીને નમાઝ માટે આવશે, તે બઘાની નમાઝનો ષવાબ તેમને(મુઅઝ્ઝિન) ને પણ મળશે.

     عن البراء بن عازب أن نبي الله صلى الله عليه وسلم قال: إن الله وملائكته يصلون على الصف المقدم والمؤذن يغفر له بمد صوته ويصدقه من سمعه من رطب ويابس وله مثل أجر من صلى معه  (سنن النسائي رقم ٦٤۵)[૧]

    હઝરત બરાઅ બિન આઝિબ(રદિ.) થી રિવાયત છે કે નબી(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુઃ “બેશક અલ્લાહ તઆલા પેહલી સફમાં નમાઝ પઢવા વાળાન પર મુખ્ય રહમત નાઝિલ ફરમાવે છે અને ફરિશ્તાઓ એમનાં માટે દુઆ કરે છે. અને મુઅઝ્ઝિન ની તેની અવાજનાં મસાફત(અંતર) નાં બરાબર મગફિરત કરવામાં આવે છે(અગર જો તમનાં એટલા ગુનાહ હોય કે તે જ્યાથી અઝાન આપે છે અને જ્યાં સુઘી તેમનો અવાજ પહોંચે છે એમનાં ગુનાહો એ બઘી જગ્યાને ઘેરી લેતા હોય, તો પણ તે અઝાનની બરકતથી તે બઘા સગીરહ ગુનાહ મુઆફ થઈ જશે અથવા એનો મતલબ છે કે વધારેથી વધારે દુર સુઘી તેની અવાજ પહોંચવામાં જેટલો સમય લાગે છે, તેટલા સમયમાં જેપણ ગુનાહ તેમણે પોતાની ઝિંદગીમાં કર્યા હોય, તે બઘા સગીરહ ગુનાહ મુઆફ થઈ જશે અને કોઈપણ મખ્લૂક(માનવજાતી) ચાહે તે જાનવરોની જાતીમાંથી હોય કોઈપણ તેમની અવાજ સાંભળે છે, તે બઘા કયામતનાં દિવસે તેમનાં માટે ગવાહી આપશે અને મુઅઝ્ઝિનને તે બઘા લોકોનાં તરફથી ષવાબ મળશે, જે લોકોએ તેમની સાથે નમાઝ અદા કરી(જે કોઈએ પણ મુઅઝ્ઝિનનો અવાજ સાંભળી નમાઝ અદા(પઢી) કરી, તેનો ષવાબ મુઅઝ્ઝિન ને પણ મળશે).

 

Source: http://ihyaauddeen.co.za/?cat=379


 

[૧] قال المنذري في الترغيب والترهيب (۱/۲٤۳): رواه أحمد والنسائي بإسناد حسن جيد

قوله بمدى صوته وفي نسخة بمد صوته قيل معناه بقدر صوته وحده فإن بلغ الغاية من الصوت بلغ الغاية من المغفرة وان كان صوته دون ذلك فمغفرته على قدره أو المعنى لو كان له ذنوب تملأ ما بين محله الذي يؤذن فيه إلى ما ينتهي إليه صوته لغفر له وقيل يغفر له من الذنوب ما فعله في زمان مقدر بهذه المسافة (حاشية السندي ۱/۱٠٦)

 

Check Also

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના …