સવાલ- કેવા સામાન પર જકાત ફર્ઝ છે?
જવાબ- જો કોઈ વ્યક્તિ સામાનને વેપાર અને તિજારત કરવાની નિય્યતથી ખરીદે, તો તે સામાન પર જકાત ફર્ઝ થશે, જ્યારે કે એક ઈસ્લામી વર્ષ તેના પર પૂરો થઈ જાય.
જો કોઈ વ્યક્તિ સામાનને તિજારતની નિય્યતથી ન ખરીદે, તો તે સામાન પર જકાત ફર્ઝ નહીં થશે.
નોંધ:- ઈસ્લામી વર્ષ ગુજરવા પછી વ્યક્તિ તેની જકાતની તારીખ પર, તેના પૂરા તિજારતનાં સામાનની કિંમત લગાવીને અઢી ફીસદની જકાત કાઢશે.
તિજારતનાં સામાન ની કિંમત નક્કી કરવામાં બજારની કિંમત જોવામાં આવશે. બજારની કિંમતનો મતલબ આ છે કે તે સામાન બજારમાં મોટા ભાગની જગ્યાઓ એ કેટલી કિંમતમાં વેચાતો છે તે હિસાબથી વ્યક્તિ તેની કિંમત લગાડીને જકાત અદા કરશે.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(أو نية التجارة ) في العروض إما صريحا ولا بد من مقارنتها لعقد التجارة كما سيجيء أو دلالة بأن يشتري عينا بعرض التجارة (الدر المختار۲/۲٦۷)
الزكاة واجبة في عروض التجارة كائنة ما كانت إذا بلغت قميتها نصابا من الذهب أو الورق يقومها بما هو أنفع للفقراء والمساكين منهما (مختصر القدوري صـ ۵۷)
إذا كان له عروض أو خادم للتجارة وحال عليه الحول وهو تبلغ نصابا بالدراهم ولا يبلغ نصابا بالذهب أو على القلب تجب الزكاة فيهما (الفتاوى السراجية صـ ۱۵۷)
ويكون الاستنماء فيه بنية التجارة أو الإسامة ونية التجارة والإسامة لا تعتبر ما لم تتصل بفعل التجارة أو الإسامة ثم نية التجارة قد تكون صريحا وقد تكون دلالة فالصريح أن ينوي عند عقد التجارة أن يكون المملوك للتجارة سواء كان ذلك العقد شراء أو إجارة وسواء كان ذلك الثمن من النقود أو العروض وأما الدلالة فهي أن يشتري عينا من الأعيان بعروض التجارة أو يؤاجر داره التي للتجارة بعرض من العروض فتصير للتجارة وإن لم ينو التجارة صريحا (الفتاوى الهندية ۱/۱۷٤)
દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન
ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા
Source: http://muftionline.co.za/node/36