દસ ગુલામ આઝાદ કરવાનો સવાબ (પુણ્ય)

عن البراء بن عازب رضي الله عنه أن النبي صلى الله عليه وسلم قال: من صلى علي كتب الله عز وجل له بها عشر حسنات ومحا عنه بها عشر سيئات ورفعه بها عشر درجات وكن به عدل عتق عشر رقاب (الصلاة على النبي لابن أبي عاصم، الرقم: 52، وقد ذكره المنذري في الترغيب والترهيب بلفظة “عن”، إشارة إلى كونه صحيحا أو حسنا أو ما قاربهما عنده كما بين أصله في مقدمة كتابه 1/50)

હઝરત બર્રા બિન આઝિબ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઈરશાદ ફરમાવ્યુઃ જે મારા પર (એક વખત) દુરૂદ મોકલે છે, અલ્લાહ તઆલા એમનાં માટે તેના બદલે દસ નેકિયો લખે છે, તેનાં દસ ગુનાહો ને મિટાવી નાંખે છે, તેના દસ દરજાત બુલંદ કરે છે અને તે દુરૂદ તેનાં માટે દસ ગુલામોંને આઝાદ કરવાનાં બરાબર થઈ જાય છે.

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની દુઆ ની બરકતથી ગુનાહોંની મગફિરત

હઝરત જાફર અસ્-સાઈગ (રહ.) બયાન કરે છે કે:

હઝરત ઇમામ અહમદ બિન હમબલ (રહ.) નાં પડોસમાં એક માણસ રેહતો હતો. જે ઘણાં બઘા ગુનાહોં અને બુરાઈઓમાં ભેળવાઇલા હતા. એક દિવસે તે માણસ હઝરત ઇમામ અહમદ બિન હમબલ (રહ.) ની મજલિસ માં હાજર થયો અને સલામ કર્યુ. હઝરત ઇમામ અહમદ બિન હમબલ (રહ.) એમનાં સલામનો જવાબ આપ્યો, પણ તેની તરફ ધ્યાન ન આપ્યું, બલ્કે તે માણસનાં કારણે નારાઝગી અનુભવવા લાગ્યા (કારણકે તે લોકોમાં ખરાબ કામો નાં કારણે મશહૂર હતો).

જ્યારે તે માણસે જોયુ કે હઝરત ઇમામ અહમદ બિન હમબલ(રહ.) તેમની તરફ ઘ્યાન નથી આપી રહ્યા તો તેમણે કહ્યુઃ એ અબૂ અબ્દુલ્લાહ! તમે કેમ મારાથી નારાઝ છો? મારી હાલત પેહલા કરતા સારી થઈ ગઈ, એક સપનાં નાં કારણે જે મેં જોયું.

હઝરત ઇમામ અહમદ બિન હમબલ (રહ.) પુછ્યુઃ તમે સપનામાં શું જોયુ છે? તે માણસે જવાબ આપ્યોઃ મેં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ને સપનામાં જોયા કે તેઓ એક ઉંચી જગ્યા પર બેઠા છે અને તેમનાં નીચે ઘણાં બઘા લોકો બેઠા છે. તે લોકોમાંથી એક એક માણસ ઉભા થઈ રહ્યા છે અને આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ને દુઆની રજૂઆત કરી રહ્યા છે, તો આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ એમનાં માટે દુઆ કરી રહ્યા છે.

જ્યારે બઘા લોકો માટે હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે દુઆ કરી અને માત્ર હું રહી ગયો, તો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે મને કહ્યુઃ એ ફલાણાં! તમે કેમ ઊભા થઈ મારાથી દુઆની રજૂઆત નથી કરી રહ્યા? તો મેં જવાબ આપ્યોઃ હું પોતાનાં ગુનાહોં પર શરમિંદગીનાં કારણે ઊભો નથી થઈ રહ્યો.

આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ અગર તમને તમારા ગુનાહોં પર શરમિંદગી છે, તો ઊભા થઈ જાઓ અને મારાથી દુઆ ની રજૂઆત કરો, કારણકે હું તમારાથી એટલા માટે ખુશ છું કે તમે મારા સહાબાથી મુહબ્બત રાખો છો અને એમને કંઈ ખરાબ નથી કેહતા. અંતે હું ઊભો થયો અને આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે મારા માટે દુઆ કરી.

જ્યારે હું ઊઠ્યો તો હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની દુઆની બરકતથી મારા દિલમાં ગુનાહોની નફરત આવી ગઈ.

જ્યારે ઈમામ અહમદ બિન હમબલ (રહ.) આ સપનુ સાંભળ્યુ તો ફરમાવ્યુઃ એ જાફર! એ ફલાણાં! લોકોને આ સપનું સંભળાવજો અને તેને યાદ રાખો. એટલા માટે કે  એક ફાયદાકારક વસ્તુ છે. જેનાંથી લોકોને ફાયદો પહોંચશે. (કિતાબુ-ત્તતવ્વાબીન, ઇબ્ને કુદામા, પેજ નઃ૨૭૫)

હઝરત અબૂ-હુરૈરહ રદ઼િયલ્લાહુ અન્હુનું દરેક સમયે રસૂલે-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ખિદમતમાં હાજર રેહવુ

હઝરત અબૂ-હુરૈરહ રદ઼િયલ્લાહુ અન્હુ રસૂલે-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મશહૂર સહાબી છે. તેમનાથી જેટલી હદીસો મનકૂલ છે, એટલી બીજા કોઈ સહાબી થી મનકૂલ નથી. તેવણને નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની સોબતમાં (સંગાતમાં) ચાર વર્ષ રેહવાનો કરવાનો મોકો મળ્યો. જોકે તેમણે સન ૭ હિજરીમાં ઈસ્લામ કબૂલ કર્યુ અને સન ૧૧ હિજરીમાં રસૂલે-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ આ દુનિયાથી પર્દો ફરમાવી ગયા, પણ તેમણે ઘણી બઘી હદીસો રિવાયત કરી છે. તે કારણે લોકોને તાજ્જુબ થતો હતો કે આટલા ઓછા સમયમાં તેમણે આટલી બઘી હદીસો કેવી રીતે યાદ કરી લીઘી.

હઝરત અબૂ-હુરૈરહ રદ઼િયલ્લાહુ અન્હુ તેની સફાઈ આપતા કહે છે:

લોકોને આ વાત પર તાજ્જુબ થાય છે કે મેં ઘણી બઘી હદીસો કેવી રીત રિવાયત કરું છું. વાત અસલમાં આ છે કે મારા મુહાજીર ભાઈ વ્યાપારમાં વ્યસ્ત રેહતા હતા અને મારા અન્સાર ભાઈ ખેતીમાં લાગેલા રેહતા હતા, જ્યારે કે હું દરેક સમયે રસૂલે-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ખિદમતમાં હાજર રેહતો હતો. અને હું અસહાબે-સુફ્ફામાંથી હતો.

હું કમાવવાની જરાપણ ફિકર કરતો ન હતો. હું હંમેશા રસૂલે-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ખિદમતમાં હાજર રેહતો હતો અને જે વસ્તુ પણ ખાવા માટે મળતી, તેના પર બસ કરતો. ઘણી વખતે ફક્ત અને ફક્ત હું જ નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની સાથે રેહતો હતો.

એક વખત મેં નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમથી યાદશક્તીની કમઝોરી ની શિકાયત કરી. તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું કે પોતાની ચાદર ફેલાવી દો. મેં તરતજ પોતાની ચાદર ફેલાવી દીઘી. પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે મારી ચાદર પર પોતાના મુબારક હાથથી અમુક લાઈનો ખેંચી અને મને ફરમાવ્યું: આ ચાદરને તમારા શરીર પર લપેટી લો.

મેં તેને પોતાના સીના પર લપેટી લીઘી. તે દિવસથી મારી કૈફિયત આ છે કે જે કંઈ પણ મેં યાદ રાખવા માંગ્યું, ક્યારેય પણ હું નથી ભુલ્યો. (સહીહ બુખારી)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

 Source: http://ihyaauddeen.co.za/?p=3910

Check Also

અઝાન પછી દુરૂદ શરીફ પઢવુ

ع

عن عبد الله بن عمرو بن العاص رضي الله عنهما أنه سمع النبي صلى الله عليه وسلم يقول: إذا سمعتم المؤذن فقولوا مثل ما يقول ثم صلوا علي فإنه من صلى علي صلاة صلى الله عليه بها عشرا...