
હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼્મતુલ્લાહ ‘અલૈહ એ એક વાર ફરમાવ્યું:
જ્યાં સુધી માણસ દીનનો પાબંદ ન હોય, તેની કોઈ પણ વાતનો એ’તિબાર (ભરોસો) ન કરી શકાય, કારણ કે તેનું કોઈ પણ કામ હદની અંદર તો હશે જ નહીં. જો દોસ્તી હશે તો તે પણ હદ બહારની હશે, અને દુશ્મની હશે તો તે પણ હદ બહારની હશે. જ્યારે કોઈ હદ (મર્યાદા) જ ન હોય, તો એવો માણસ દેખીતી રીતે જ ખૂબ જ ખતરનાક સાબિત થાય.
એક સિંધી મૌલવી સાહેબની આ રાય હતી કે હિન્દુઓ સાથે શિર્કત (ભાગીદારી) કરવી જોઈએ. તેમણે મારી પાસે પણ પોતાના આ વિચારનો ઈઝહાર કર્યો.
મેં કહ્યું: હિન્દુઓ સાથે શિર્કત (ભાગીદારી) કરવામાં દુનિયાનો ફાયદો થશે કે નહીં એ તો ચોક્કસ ખબર નથી, પણ દીનનું નુકસાન થવું એ તો બિલકુલ સાફ છે. કારણ કે તેમનો તો કોઈ દીન નથી, કોઈ મઝહબ નથી. જો તમે સાચા દીન (દીને-હક) પર અમલ કરશો તો પછી ભાગીદારી કેવી? અને જો ભાગીદારી કરશો તો પછી દીન ક્યાં?
કારણ એ છે કે તેઓ જે કંઈ પણ યોજના કે પ્રસ્તાવ તૈયાર કરશે, તે દુનિયાના ફાયદા અને હેતુઓને આધીન હશે. તેઓ પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે જે પણ ફાયદાકારક સમજશે, તેને પસાર કરી દેશે અને તેના પર જ અમલ કરશે. (મલ્ફૂઝાતે હકીમુલ-ઉમ્મત, જિ. ૮, પેજ નંબર: ૨૩૯)
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી