સૂરહ ફાતિહાની તફસીર

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ ‎(۱)‏ الرَّحْمَٰنِ الرَّحِيمِ ‎(۲)‏ مَالِكِ يَوْمِ الدِّينِ ‎(۳)‏ إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ (٤) اهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ (۵)‏ صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ (٦) غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ (۷)

તમામ તારીફો અલ્લાહ માટે છે, જે તમામ જહાંનો રબ છે (૧) જે મોટો મહેરબાન, નિહાયત રહમવાળો છે (૨) જે રોઝે-જઝા (બદલાના દિવસ)નો માલિક છે (૩) અમે તારી જ ઇબાદત કરીએ છીએ અને તારી જ પાસે મદદ તલબ કરીએ છીએ (૪) અમને સીધો રસ્તો બતાડ (૫) તે લોકોનો રસ્તો જેમના પર તૂંએ (પોતાના ખુસૂસી ફઝલથી) ઇનામ ફરમાવ્યું (૬) ન તે લોકોનો રસ્તો, જેમના પર ગઝબ નાઝિલ કરવામાં આવ્યો અને ન તે લોકોનો રસ્તો, જેઓ ગુમરાહ થયા (૭)

તફસીર

સૌથી પહેલી સૂરહ

સૂરહ ફાતિહા કુરઆન મજીદની સૌથી પહેલી સૂરહ છે. કુરઆન મજીદની સૂરતોની તર્તીબ (ક્રમ)ના એતેબારથી પણ આ સૌથી પહેલી સૂરહ છે અને નાઝિલ થવાના લિહાઝથી પણ આ સૌથી પહેલી સૂરહ છે, જે મુકમ્મલ (પૂરેપૂરી) રીતે નાઝિલ થઈ.

સૂરહ ફાતિહાના નાઝિલ થવા પહેલાં સૂરહ ‘અલક અને સૂરહ મુદ્દસ્સિરની શરૂઆતની આયતો નાઝિલ થઈ હતી; પરંતુ સૂરહ ફાતિહા પહેલાં કોઈ પણ મુકમ્મલ સૂરહ નાઝિલ થઈ નહોતી.

સૂરહ ફાતિહાને કુરઆન મજીદની તમામ સૂરતો પર મુકદ્દમ કરવા (એટલે કે સૌથી આગળ રાખવા)નું કારણ એ છે કે સૂરહ ફાતિહા કુરઆન મજીદનો ખુલાસો અને નીચોડ છે. પોતાના મૌઝૂ (વિષય)ના લિહાઝથી સૂરહ ફાતિહા કુરઆન મજીદના ત્રણ અહમ મઝામીન (મહત્વના વિષયો)ને સમેટી લે છે. એટલા માટે જાણે કે સૂરહ ફાતિહા કુરઆન મજીદનું મતન (મૂળ પાઠ) છે અને કુરઆન મજીદનો બાકીનો હિસ્સો તેની તફસીર છે, જેમાં તેના આ ત્રણ અહમ મૌઝૂને તફસીલ (વિસ્તાર)થી બયાન કરવામાં આવ્યા છે.

Check Also

સૂરહ-ફલક અને સૂરહ-નાસની તફસીર – પ્રસ્તાવના

قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ ‎﴿١﴾‏ مِن شَرِّ مَا خَلَقَ ‎﴿٢﴾‏ وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ ‎﴿٣﴾‏ وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ ‎﴿٤﴾‏ وَمِن …