
અ઼લ્લામા સખાવી રહ઼િમહુલ્લાહ ફરમાવે છે કે સૌથી અફઝલ દુરૂદ દુરૂદે-ઇબ્રાહીમ છે; કારણ કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુમને આ જ દુરૂદની તાલીમ આપવામાં આવી હતી જ્યારે તેમણે આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમને પૂછ્યું કે કુરઆને-મજીદમાં અલ્લાહ ત’આલાએ અમને દુરૂદ પઢવાનો હુકમ આપ્યો છે, તો અમે કુરઆનના આ હુકમને કેવી રીતે પૂરો કરીએ.
અ઼લ્લામા નવવી રહ઼િમહુલ્લાહએ પોતાની કિતાબ ‘રૌઝા’ (روضہ) માં લખ્યું છે કે જો કોઈ શખ્સ આ કસમ ખાય કે તે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ પર સૌથી અફઝલ દુરૂદ પઢશે, તો જો તે દરૂદે-ઇબ્રાહીમ પઢશે, તો તેની કસમ પૂરી થઈ જશે.
મશહૂર ફકીહ અ઼લ્લામા શામી રહ઼િમહુલ્લાહ બયાન કરે છે કે ઇમામ મુહ઼મ્મદ રહ઼િમહુલ્લાહ (જે ઇમામ અબૂ-હનીફા રહ઼િમહુલ્લાહના શાિગર્દ હતા) તેમને એક વાર પૂછવામાં આવ્યું કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ પર દુરૂદ કયા અલ્ફાઝમાં પઢવામાં આવે? તો તેમણે આ જ દરૂદે-ઇબ્રાહીમ પઢવા માટે કહ્યું.
આ જ કારણ છે કે દરૂદે-ઇબ્રાહીમને ફિકહે-હનફીમાં સૌથી અફઝલ દુરૂદ કરાર આપવામાં આવ્યું છે અને નમાઝમાં આ જ પઢવું ઔલા અને અફઝલ શુમાર કરવામાં આવ્યું છે.
આ વાત ઝેહન-નશીન રહે કે દરૂદ શરીફના અલગ-અલગ અલ્ફાઝ અલગ-અલગ સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુમથી મન્કૂલ છે. તે સહાબા-એ-કિરામે આ બધા દુરૂદ બરાહે-રાસ્ત (સીધા) રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ પાસેથી શીખ્યા; પરંતુ જ્યારે આપણે આ અલગ-અલગ દુરૂદોને જોઈએ છીએ, તો આપણને ખબર પડે છે કે તેમના અલ્ફાઝમાં કઈક ફરક છે.
હઝરત શૈખુલ-હદીસ મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા કાંધલવી રહ઼િમહુલ્લાહ ફરમાવે છે કે આની વજહ એ છે કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે અલગ-અલગ સહાબાને અલગ-અલગ દરૂદ શીખવ્યા જેથી કોઈ લફ્ઝ ખાસ તોર પર વાજિબ ન બની જાય.
આ વાત પણ જાણવી જરૂરી છે કે દુરૂદ શરીફ પઢવું એક વસ્તુ છે અને કોઈ ખાસ દુરૂદ પઢવું જે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમથી મન્કૂલ છે, તે બીજી વસ્તુ છે. તેથી જો કોઈ માણસ એવું દુરૂદ પઢે જે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમથી મન્કૂલ ન હોય, તો તે પણ જાયઝ છે; બશર્તે કે તેના અલ્ફાઝ અને માયના (અર્થ) સહી હોય. પરંતુ તે ખાસ દુરૂદને પઢવું જે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમથી મન્કૂલ છે, સૌથી અફઝલ છે અને વધારે અજર અને સવાબનું નિમિત્ત (સબબ) છે.
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી