મુસીબતોના સમયે સબ્ર (ધીરજ) રાખવી

હઝરત મૌલાના મુહમ્મદ ઇલ્યાસ સાહેબ રહ઼િમહુલ્લાહે એક વખત ઈર્શાદ ફરમાવ્યું:

બધા સાથીઓ અને કારકુનોને સમજાવી દો કે આ રસ્તામાં બલાઓ અને તકલીફો ખુદા પાસે ક્યારેય ન માંગે. (બંદાએ અલ્લાહ પાસે હંમેશા ‘આફિયત જ માંગવી જોઈએ.) પરંતુ, જો અલ્લાહ પાક આ રસ્તામાં કોઈ મુસીબત કે પરેશાની મોકલી જ દે, તો પછી તેને ખુદાની રહેમત સમજવી જોઈએ, અને ઝરીયા-એ-કફ્ફારા-એ-સય્યિઆત (ગુનાહો માફ થવાનું માધ્યમ) સમજવી જોઈએ. અલ્લાહના દરબારમાં પોતાનો દરજ્જો ઊંચો થવાનો રસ્તો (રફઅતે-દર્જાત) સમજવી જોઈએ.

અલ્લાહના રસ્તામાં આ પ્રકારની મુસીબતો અને તકલીફો તો અંબિયા (પયગંબરો), સિદ્દીકીન (સાચા લોકો) અને મુકર્રબીન (અલ્લાહના નજીકના બંદાઓ)નો ખાસ ખોરાક (ગિઝા) છે.

(મલ્ફૂઝાતે હઝરત મૌલાના ઇલ્યાસ રહમતુલ્લાહ અલૈહ, પેજ નં. ૨૭)

Check Also

ત્રણ તબકાઓમાં ખુસૂસિયતથી જવું

હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહબ રહમતુલ્લાહિ અલૈહએ એક વખત ઇરશાદ ફરમાવ્યું: આપણી તબ્લીગમાં કામ કરવા …